Jignasha Patel

Inspirational

3.4  

Jignasha Patel

Inspirational

સાંકળ રિવાજની

સાંકળ રિવાજની

2 mins
237


પારિજાત પુષ્પો જેવી સુહાસિની પોતાનામાં રાંચતી ને હાસ્ય રેલાવતી. લાંબા ઘુંઘટા સાથે પાણી લઈને આવી. લો મહારાજ.. કહીને તાણેલા ઘૂંઘટ સાથે પોતાના કામે લાગી ગઈ.

ઘરે અવારનવાર પૂજા કરવા આવતા મહારાજ ઘણીવાર સુહાસિનીના હાથમાં રિવાજની જંજીરો બાંધી હોય એમ અનુભવતા હતાંં.

ઘરવાળાઓને કહેતા કચવાતા હતાં. કોઈના રિવાજ પર પ્રશ્ન ઊઠાવીશ તો લોકો ઊશ્કેરાઈ જશે. પરંતુ તેમણે વિચારી લીધું.. ઘરની બહાર પિંજરામાં પોપટ રોજ મીઠું મીઠું બોલ તો પરંતુ આજે ગુમસુમ બેઠો છે.

" કેમ ભાઈ મીઠું આજે તો રામ રામ બોલો. મહેમાન ઘરે આવ્યા છે. આવો આવો તો કહો" સુહાસિનીના સસરાજી નારાયણભાઈ બોલ્યા.

પરંતુ મીઠું કંઈ જ ન બોલ્યો.

મહારાજે કહ્યું : "જો નારાયણ આ મીઠુંની મનની વાચા હું કહું છું ધ્યાનથી સાંભળીને વિચાર કરજે....." 

પાંખો ફેલાવીને ઊડતું ચારે કોર નવી નવી દુનિયાની મજા લેતું, અચાનક એક દિવસ કોણ જાણે ક્યાં ફસાઈ ગયું ? જાણ થઈ એ પિંજરામાં પૂરાઈ ગયું છે. કેટલા દિવસો સુધી ભૂખ્યું બેસી રહ્યું જાણે પોતાની પાંખો જ કપાઈ ગઈ હોય એમ ઊડવાનું જ ભૂલી ગયું. હવે, આજ પિંજરામાં મારી જિંદગી જશે ? શું આજ મારું જીવન હશે ? બસ હતાંશા સિવાય એની પાસે કંઈ જ ના રહ્યું ...

છતાં રોજ એક હકારાત્મક વિચાર સાથે ઊઠતું ગયું. કાલે હું ખુલ્લા આકાશે ઊડીશ, નવા-નવા વૃક્ષો ફરીશ, દુનિયા જોઈશ મારાં ભાઈબંધુ મા-બાપને મળીશ... રોજ રોજના વિચારો મીઠુંને ખુશ રાખતા ગયા પરંતુ આજે હતાશ છે હવે, લાગે છે જુઠ્ઠી તસ્સલી ભીતર છે.. હાર માની રહ્યું છે. એટલે ચૂપ છે.. અચાનક અંધકારમાંથી પ્રકાશ દેખાયો.

  મીઠું દૂરથી જોઈ રહ્યો હતો. આજે નક્કી ચમત્કાર થશે મહારાજ મને આ કેદમાંથી મુક્ત કરશે જ.

  ખરેખર આજે એવું જ થયું મીઠુંને જોઈને મહારાજ બોલ્યા નારાયણ ભાઈ તમે કહેતા હતાં ને ઘરમાં બરકત કેમ નથી ? લક્ષ્મી કેમ બચતી નથી મા નારાજ છે કે શું ? તો સાંભળો આ જે પિંજરામાં કેદ છે તે મીઠું ને મુક્ત કરો આ જીવ છે. મીઠુંનું પણ પોતાનું એક જીવન છે. આ રીતે કેદમાં રાખીને તમે ખુશ ના રહી શકો રોજ એના મનમાં કચવાટ, નારાજગી હોય તો પછી તમને શાંતિ કેવી રીતે મળે ?

ભલે બધાને રામ રામ બોલ તો બધાનું મનોરંજન કરતો એ એના માલિકની ઈચ્છા પૂર્તિ કરે છે. તમારે પણ એની ઈચ્છા પૂર્ણ કરવી જ પડે સંસારનો નિયમ છે. કોઈનું દિલ દુભાશે ત્યારે ચોક્કસપણે તમને ઈજાનો અહેસાસ થશે મારું કહેવું માનજો આ પાંજરું ખોલીને પોપટને આઝાદ કરો... આ ઉદાહરણ પર મહારાજનો કહેવાનો મતલબ હતો તમારા ઘરમાં રહેલી વહુ, દીકરીઓ પણ પોતાના સપના પૂરા કરવા માંગે છે ઘૂંઘટની આડમાં તેમનું જીવન લુપ્ત ન કરો તેમને પણ પોતાની નાની-નાની ખ્વાઈશ પૂરી કરવાદો દરેકની કોઈના કોઈ આકાંક્ષા હોય છે... સ્વતંત્ર કરો જીવને તો જ તમારા ધંધામાં બરકત થશે કોઈનું દીલ ના દુભાવું જોઈએ...જાણે સાંભળીને મીઠું અને સુહાસિનીના જીવમાં જીવ આવ્યો ... એક આશાનું કિરણ સુહાસિનીના મનમાં પણ ફૂટ્યું !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational