Jignasha Patel

Children Stories

4  

Jignasha Patel

Children Stories

બ્રુનો (મારો સાથી )

બ્રુનો (મારો સાથી )

2 mins
243


  જીવ તો જીવ હોય તેરી મહેરબાનીયા જેવા મુવીમાં પણ આપણે જોયું છે કે રસ્તા પરથી બચાવેલું નાનું ગલુડિયું તેના સાથીને કેવું મદદગાર નીવડે છે. મારી પાસે પાંચ બિલાડીઓ રમવા આવતી જયારે હું લગભગ છ વર્ષની હતી અને એ પણ એકવાર બિલાડીને દૂધ શું મૂક્યું રોજ મારાથી લગાવ થઈ ગયો અને બંને ટાઈમ હું અને મારા દાદા જમવાનું મૂકતા ને પાંચ બિલાડીઓ એક સાથે ત્યાં આવી પણ જતી. આ છે પ્રેમ ! એક મોટી વાત કે પ્રાણીઓમાંથી બનેલી વસ્તુઓ અને ખાધ ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. જેથી જીવો બચાવી શકાય ગમે ત્યાં પ્લાસ્ટિકની થેલી ને ગમે તેવો ખોરાક પણ જીવો ખાઈ ને મૃત્યુ પામે છે. પાણીમાં કેમિકલ અને પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે. "મૂંગા જીવો સમજી ગયા પણ આપણે સમજવામાં વર્ષો વીતી ગયા !"

  ઝલક દસ વર્ષની છે. આજે ઝલકના બેડ પર કૂતરાનું બચ્ચું આવીને સૂઈ ગયું...ઘણીવાર રાત્રે ખૂબ જ ઠંડી ના કારણે એ ઝલકના પગમાં આવીને લપાઈ જતું .. ઝલકએ બચ્ચાનું નામ બ્રુનો રાખ્યું હતું.તેની સાથે ફોટો પણ ખેંચાવ્યો.. સવાર સાંજ બ્રુનોને દૂધ પીવડાવે અને ઘરમાં તેની પાછળ પાછળ ફર્યા કરે એકવાર ઝલકને મમ્મી સાથે બહાર જવાનું થયું આવીને જોયું તો ક્યાંય બ્રુનો ના દેખાયો....!

આખું ઘર શોધી વળી તેમનું ઘર ફાર્મહાઉસ જેવું હતું. આજુબાજુ વૃક્ષો ઝલક ઘરની પાછળ ગઈ ત્યાંથી વાસ આવતી હતી. ત્યાં જોયું બ્રુનો પડ્યો હતો.એની આસપાસ પથ્થરના ઢગલા હતા. તેને જાણવા મળ્યું કે તેમના ઘરની પાછળ રહેતા રાવળીયાના છોકરાઓએ બ્રુનો ને જોઈને તેના પર પથ્થરમારો કર્યો હતો. મસ્તી કરવાનાં બહાને બ્રુનોનો ભોગ લીધો આ તો કેવી ક્રુરતા ? ઝલકને ખૂબ જ દુઃખ થયું.

દોડીને મમ્મી પાસે ગઈ રડતા રડતા અવાજે કહ્યું મમ્મી મારો બ્રુનો ...એક કુતરાના બચ્ચાને આ રીતે મરેલુ જોઈ મમ્મીએ ઝલક ને સમજાવી બેટા હવે એ ભગવાન પાસે જતું રહ્યું છે. આપણાથી કંઈ ના થાય તું રડવાનું બંધ કર હું તને બીજો કૂતરો લાવી આપીશ. આટલી નાની ઝલક બોલી મમ્મી પણ મને તો એ જ ગમતો હતો... જેમ તું મને ગમે છે એમ...શું તારા જેવી મમ્મી બીજી આવે ? આ સવાલથી જ મા નું બોલવાનું ત્યાં જ થંભી ગયું.

ત્યારબાદ આજે ઝલક ૩૧વર્ષે પણ બ્રુનોને નથી ભૂલી.


Rate this content
Log in