Jignasha Patel

Horror Tragedy Thriller

3  

Jignasha Patel

Horror Tragedy Thriller

સ્પીડ

સ્પીડ

2 mins
262


ચારેકોર અંધારું સુમસાન રસ્તાઓ કાપતી ગાડી વાયુવેગે આવતી હતી. ગોપાલ અને પ્રતીક બંને જીગરી મિત્ર કારમાં મસ્ત ગીતો સાંભળતા સાંભળતા વેરાન રસ્તો કાપી રહ્યા છે.

રાતના લગભગ સાડા ત્રણ વાગ્યાનો સમય બહારગામ જવા નીકળેલા મિત્રો જે રસ્તેથી જતા હતા ત્યાં કામ ચાલુ હોવાથી મેપ પ્રમાણે બીજા રૂટનો સહારો લીધો, એ રસ્તો લગભગ પાંચ કિમી જેટલો અંદર જંગલ વિસ્તારમાં હતો. અહીંયા જંગલી પશુઓ અવારનવાર જોવામાં આવતા...પોતાની મસ્તીમાં ડર ભૂલાવી એ કાર હાંકતા રહ્યા પણ...અચાનક કારની સાઉન્ડ સિસ્ટમ ખરાબ થતા ગીતો બંધ થયા એટલે એમને વાતો શરૂ કરી કારનો રસ્તો કાપી આગળથી કોઈ પસાર થઈ ગયું લાગ્યું કોઈ જંગલી જાનવર હશે ! પોતાની ધૂનમાં પ્રતીક અને ગોપાલ ચાલવા લાગ્યા... 

    કાર ચલાવતા ચલાવતા એકદમ જોરથી પ્રતીક બોલ્યો: "વિનોદ જો જો આ છોકરી લિફ્ટ માંગે છે જલ્દી જો" ગાડીમાંથી બંનેને છોકરી દેખાય છે."આવા જંગલમાં કોઈ ના હોય ભાઈ તું બિલકુલ બ્રેકના મારતો અને હા, પાછળ ફરીને પણ ના જોતો.. "

કેમ ?

ગોપાલ :" ચૂપચાપ ચાલ્યા કર પછી કહીશ "પણ આ તો ભાઈ પ્રતીક... એમને બહુ જ જીજ્ઞાસાવૃત્તિ ભાઈ એ સામેના મિરર માં જોયુંને ચોકી ગ્યા ! બાપ રે.. છોકરી ગાયબ ? અલ્યા હવે શું થશે ? મેં તો જોઈ લીધું બંને જણ ચાલુ એ. સી માં પણ પરસેવે રેબઝેબ થઇ ગ્યા કોઈ જ દિશા સૂઝતી ન હતી જાણે સાચે આ ભૂત હતું ? ગોપાલ યાર હું તો આમાં માનતો નથી પણ તું સાચું કહેતો હતો. આ આત્મા છે...ધ્રૂજતા અવાજે પ્રતીક બોલ્યો હવે તો આ રસ્તો ક્યારે કપાય મારાં બજરંગબલી.. 

પછી તો તેઓની કારે સ્પીડ પકડી.


Rate this content
Log in

Similar gujarati story from Horror