પ્રેમનું પહેલું પ્રકરણ ભાગ -૨૨
પ્રેમનું પહેલું પ્રકરણ ભાગ -૨૨
આગળ આપણે જોયું કે અનામિકાના માતા-પિતા તેના સગપણની તારીખ નક્કી કરે છે. પરંતુ અનામિકા એમાંથી બચવાનો ઉપાય કરે છે. અનામિકા એક રાતે બહાર નીકળવાનું નક્કી કરે છે. અનિરુદ્ધનુ સરનામું તેની પાસે હોય જ છે. તે સીધા તેના ઘરે જઈ તેની સાથે આ વિશે વાત કરવા માંગે છે.
સગપણને એક દિવસની વાર છે. સાંજનો સમય છે. ઘરના બધા જ સભ્યો જમીને ફી થયા. અનામિકા બધાના સુવાની રાહ જુએ છે.પરંતુ બધા જ સભ્યો સગપણની તૈયારી માટે ભેગા થઈ વાત કરે છે. સમય વીતતો જાય છે. અનામિકા રાહ જુએ છે. એવામાં બધા સભ્યો કામ પૂર્ણ કરી ધીમે ધીમે સુવાની તૈયારી કરે છે. અનામિકા રાતના બાર વાગ્યે ઘરનો દરવાજો કોઈ સાંભળી ન જાય તે રીતે ધીમેથી ખુલે છે. ધીમા પગલે બહાર નીકળે છે.
મનમાં અનેક પ્રકારની ગડમથલ સાથે નીકળે છે. મનતો વિચારોમાં ખોવાયેલુ રહે છે. એકબાજુ અનિરુદ્ધના વિચારો બીજી બાજુ ઘરના સભ્યો શું વિચારશે. એ બધા વિચારોમાં આજુબાજુ પરિસ્થિતિ નો ખ્યાલ પણ રહેતો નથી. બસ એમનમ ગમગીન બની વિચારોમાં ચાલી જાય છે.
ચાલતા ચાલતા ઘણે દૂર નીકળી જાય છે. મેઈન રોડ પર ચડી જાય છે. અને જો કોઈ વાહન મળી જાય તો તે જલ્દી પહોંચી જાય એ ઈરાદાથી આજુબાજુ નજર કરે છે.
આગળ આવતા અંકે...

