પ્રેમનું પહેલું પ્રકરણ -૯
પ્રેમનું પહેલું પ્રકરણ -૯
આગળના ભાગમાં આપણે જોયું કે દિવાળી વેકેશનનો સમય છે. અનામિકા અને અનિરુદ્ધ બંને એકબીજાની યાદમાં સમય કાઢે છે. વેકેશન ખુલવાની તૈયારી છે. મળવાની રાહ જોઈ રહ્યા છે.
વેકેશન ખુલતા જ અનામિકા કોલેજમાં આવી જાય છે. એની નજર અનિરુદ્ધને શોધી રહી છે. અનિરુદ્ધ હજી આવેલ નથી. તે દરવાજા પાસે જ કયારે આવે તેની રાહ જુએ છે.
અનિરુદ્ધ આવતાની સાથે જ સીધો અનામિકા પાસે આવે છે. બંનેના ચહેરા પર એકબીજાને મળ્યાની ખુશી છલકાઈ છે. બંને સીધા એક ઝાડ નીચે બેસી જાય છે. એકબીજા વગર વેકેશન કેમ કાઢ્યું તેની વાત કરે છે.
"આવી આવી મિલનની પળ
એકમેકના સાથની મીઠી નજર. "
અનામિકા અનિરુદ્ધ ને કહે છે," તું હવે મારાથી એક પળ પણ દૂર ન જા. તારા વિના મારાથી રહેવું શક્ય નથી. "
અનિરુદ્ધ પણ કહે અનામિકા મારી જિંદગી પણ હવે તારા વિના જાણે અધૂરી છે. એક વખત પણ મારા ચહેરા પર સ્મિત આવ્યું નથી. તને મળવાની આશાએ જ એક એક પળ ગુજારી છે.
હવે તો આપણે સાથે જ છીએને. બંને ખુશ થઈ જાય છે.
હવે અનામિકા ખુબ જ ચિંતિત રહેવા લાગે છે.
અનિરુદ્ધ અનામિકાને ઉદાસીનું કારણ પૂછે છે.
અનામિકા શું જવાબ આપશે? શું કારણ હશે. આગળના ભાગમાં જોઈશું.

