પ્રેમનું પહેલું પ્રકરણ -૭
પ્રેમનું પહેલું પ્રકરણ -૭
આગળના ભાગમાં આપણે જોયું કે અનામિકા અને અનિરુદ્ધ કોલેજમાંથી એક દિવસ બાઈક લઈ બહાર નીકળે છે. હવે આગળ. .
આમ તો અનામિકા કોલેજમાં છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે. આથી તેમને બહાર નીકળવાની અનુમતિ મળતી નથી. તેમ છતાં બધા મિત્રોની મદદથી બંને બહાર જવાનું ગોઠવી દે છે.
તેઓ બંને બાઈક લઈને પહેલા તો શોપિંગ માટે જાય છે. ત્યાં અનામિકા અનિરુદ્ધ માટે ઘણી વસ્તુઓ લે છે. બંને સાથે એક જ ડિશમાં નાસ્તો કરે છે.
બંને વચ્ચે ધીમે-ધીમે દોસ્તી કરતા પણ કંઈક વધુ સંબંધ ગાઢ થતો જોવા મળે છે. એકબીજા સાથે રહેવું ગમે છે. વાત ન કરે તો એમને મજા જ નથી આવતી.
તેઓ આખો દિવસ સાથે સાથે પસાર કરે છે. અને કોલેજમાં પરત ફરે છે. બંને સાથે ખુબ ખુશ જોવા મળે છે. પહેલીવાર જાણે જાણે એમને એટલી ખુશી મળી હોય તેમ લાગે છે.
આમ ને આમ તે બંને વધુ ને વધુ નજીક આવતા જાય છે. આમ જ દિવાળી વેકેશનનો સમય આવે છે. બંને ચિંતિત છે. આટલા દિવસ કેમ કરી કાઢશુ.
જો કે ફરી પાછા મળવાનો દિલમાં આનંદ પણ છે. બંને વેકેશન પૂરતા પોતપોતાના ઘરે જાય છે.
વેકેશનમાં શું હાલત થાય આગળના ભાગમાં જોઈશું.

