પ્રેમનું પહેલું પ્રકરણ -૪
પ્રેમનું પહેલું પ્રકરણ -૪
આગળના ભાગમાં આપણે જોયું કે અનિરુદ્ધ અનામિકાની કોલેજમાં અભ્યાસ માટે આવે છે આગળ જોઈએ.
અનામિકા કોલેજના પટાંગણમાં પાટલી પર બેસી અભ્યાસ કરી રહી છે. ત્યાં એક છોકરો રંગ ગોરો, ચહેરો હસતો, કપાળ પર ચાંદલો, સફેદ શર્ટમાં શોભી રહ્યો છે.
અનામિકા આમ તો કોઈ સામે જુએ નહીં પણ અનિરુદ્ધ સામે આવતા જ નજર તેના પર થંભી જાય છે. પોતે ચહેરો તેના પરથી હટાવી શકતી નથી.
અનિરુદ્ધ પણ અનામિકા ને જોતા જ તેની સામે જ જોઈ રહે છે. જાણે વર્ષોથી બંને એકબીજાને ઓળખતા હોય એ રીતે એકબીજા સામે જુએ છે.
એટલામાં અનામિકાની સખી ત્યાં આવી જાય છે. તે અનામિકાને સ્પર્શ કરી ઢંઢોળે છે. અનામિકા નજર હટાવે છે. અનિરુદ્ધ આચાર્યશ્રીની ઓફિસ તરફ જાય છે.
અનામિકા પુસ્તક વાંચવાની કોશિશ કરે છે. પરંતુ આટલા વર્ષોમાં પહેલી વાર તેનું ધ્યાન ચોપડીમાં લાગતું નથી. અને તેને અનિરુદ્ધનો ચહેરો નજર સામે દેખાય છે.
અનિરુદ્ધ કોલેજમાં પ્રવેશ લઈ પોતાના રૂમ તરફ જાય છે.તે પણ અનામિકા વિશે જ વિચારે છે. પોતાના મન પરનો કાબુ જાણે ગુમાવી બેઠો હોય તેમ લાગે છે.
સાંજ નો સમય થઈ જાય છે. બંનેને રાત આખી નિંદર આવતી નથી. એકબીજાને પહેલી વાર મળવા છતાં નજર સામેથી હટતા નથી. સવાર થાય છે.
આગળ શું થશે અનિરુદ્ધ અને અનામિકાનુ આગળ ના ભાગમાં જોઈશું.
ક્રમશઃ..

