પ્રેમનું પહેલું પ્રકરણ -૨૩
પ્રેમનું પહેલું પ્રકરણ -૨૩
આગળના ભાગમાં આપણે જોયું કે અનામિકા ઘરેથી રાતના બાર વાગ્યે અનિરુદ્ધને મળવાના ઇરાદાથી બા'ર નીકળે છે. હવે આગળ.....
ઘડીક ખ્યાલ મનમાં અનિરુદ્ધ ના આવે છે, તો ઘડીક વિચાર ઘરના આવે છે. શું કરવુ કંઈ સમજાતું નથી. એવામાં પાછળથી એક કાર સરરરર કરતી આવે છે. તે અનામિકા દૂર હટે એ માટે વારંવાર હોર્ન વગાડે છે.
પરંતુ અનામિકા એટલા વિચારોમાં છે કે પાછળથી આવતા કારનો હોર્ન તે સાંભળતી જ નથી. અને કાર જલ્દી નજીક આવી જાય છે. અનામિકાને કારની ઠોકર વાગે છે તે રોડથી દૂર ઘા થઈ જાય છે. પડી જાય છે.
પેલી બાજુ અનિરુદ્ધ ને તો એની જાણ પણ થતી નથી. તેના ઘરના સભ્યો આ વાતથી સાવ અજાણ સૂતા છે. રસ્તામાંથી પસાર થતા અનિરુદ્ધના એક મિત્ર તેને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. તેની સારવાર કરાવે છે.
યોગાનુયોગ અનિરુદ્ધનો મિત્ર તેને એ જ હોસ્પિટલમાં લઈ જાય છે. જ્યાં અનિરુદ્ધ નોકરી કરે છે. તેનો મિત્ર અનિરુદ્ધ ને જુએ છે. તેને અનામિકા વિશે વાત કરે છે કે અજાણી છોકરીને અકસ્માત નડયો તેને અહીં લાવ્યો છે. અનિરુદ્ધ તેની પાસે જાય છે.
આગળ આવતા અંકે...

