પ્રેમનું પહેલું પ્રકરણ - ૧૮
પ્રેમનું પહેલું પ્રકરણ - ૧૮
આગળના ભાગમાં આપણે જોયું કે અનામિકા અને અનિરુદ્ધ પરીક્ષાના રીઝલ્ટથી ખુશ છે હવે આગળ. . . . .
અનામિકા અનિરુદ્ધ ને પુછે છે હવે શું કરવું. હવે તો વાત કરવી પણ મુશ્કેલ લાગે છે. મારા ઘરના મારી કોઈ વાત સાંભળવા પણ તૈયાર નથી. તું જ કંઈક કર.
અનિરુદ્ધ અનામિકાને કહે છે, તું કહે તો ચાલ અત્યારે જ તારા ઘરે આવું. તારા પપ્પા સાથે વાત કરી તેને મનાવી. બંને પ્રયત્ન કરીએ.
અનામિકા થોડું વિચારે છે. કહે છે, એમ તો મારા ઘરના રાજી નહી થાય. તું એક કામ કર, પે'લા એકાદ મહિનામાં તારી ડોકટરી લાઈનને અનુરૂપ એક નોકરી શોધી લે. પછી આપણે વાત કરીએ.
અનિરુદ્ધ કહે, ત્યાં સુધી તું શું કરીશ. અનામિકા કહે છે, હું ધીમે ધીમે ઘરનાને મનાવવાની કોશિશ કરીશ. ત્યાં સુધીમાં તો તું આવી જઈશ.
અનિરુદ્ધ તેમ કરવા તૈયાર થાય છે. અનામિકા અનિરુદ્ધથી છૂટી પડે છે. પણ તે દૂર જવાની હિંમત ચાલતી નથી. અશ્રુભીની આંખે તેની સામે જોઈ રહે છે.
દુઃખી હૃદયે,પોતે નિરાંતે પાછલા પગે પોતાના ઘર તરફ પગ માંડે છે, અહીં અનિરુદ્ધ પણ ઉદાસ છે. તેને કંઈ સમજાતું નથી. છતાં હિંમત ભેગી કરી, હોસ્પિટલમાં પોતે નોકરી માટે તપાસ ચાલુ કરે છે.
આગળ આવતા અંકે. . . . .

