પ્રેમનું પહેલું પ્રકરણ -૧૭
પ્રેમનું પહેલું પ્રકરણ -૧૭
આગળના ભાગમાં આપણે જોયું કે અનામિકા અને અનિરુદ્ધ વિયોગમાં સમય પસાર કરે છે. અને મળવાનો ઇંતજાર કરે છે. આગળ....
અનામિકા અને અનિરુદ્ધનું રીઝલ્ટ આવે છે. અનિરુદ્ધ કોલેજમાં પ્રથમ નંબરે આવે છે. અનામિકા બીજા નંબરે આવે છે. તેના બધા જ મિત્રો ખુશ છે. હાશ હવે બંને પોતાના સ્વપ્નને પૂર્ણ કરી સાથે રહી શકશે. પણ એ ક્યાં જાણે છે કે એટલું સહેલું નથી આ બધું.
અનામિકા અને અનિરુદ્ધ રીઝલ્ટ લેવા એક જ દિવસે આવે છે. ઘરનાને ખબર ન પડે તે રીતે તેમના મિત્રો તેમના મિલનની વ્યવસ્થા કરી આપે છે.
અનિરુદ્ધ ને જોઈ અનામિકા ખૂબ જ ખુશ થાય છે. તે પોતાની ખુશી વ્યક્ત કરી શકતી નથી. અનામિકા જીવભરી અનિરુદ્ધને નિહાળે છે. રીઝલ્ટથી બંને ખુશ છે પણ આગળ શું તેની ચિંતા છે.
તેમના મિત્રો કહે છે અમે તમારા પરિવાર સાથે વાત કરવા તૈયાર છીએ. અમે અમારાથી બનતું બધું જ કરી તમારા પરિવારને સમજાવીશું. જે થશે તે બધી કોશિશ કરીશું.
પરંતુ અનિરુદ્ધ ના પાડે છે. આ પ્રશ્ન અમારા બંનેનો છે. અમે સાથે મળીને જ ઉકેલ અવશ્ય લાવીશું. અમારો પ્રેમ સાચો છે તો ભગવાન પણ અમારો સાથ જરૂર આપશે.
આગળ શું વિચારશે જોઈશું આગળના અંકે...

