પ્રેમનું પહેલું પ્રકરણ -૧
પ્રેમનું પહેલું પ્રકરણ -૧
અનામિકા એક ખુબ પ્રેમાળ છોકરી છે. તે તેના પરિવારની લાડકી. એમ કહીએ તો પણ ચાલે કે એ પરિવારની જાન છે. પરિવારમાં સૌ તેને ખૂબ પ્રેમ કરે.
તેના પરિવારમાં પાંચ સભ્યો. બે દીદી મમ્મી પપ્પા એક ભાઈ. અનામિકા સૌથી નાની એટલે બધાની લાડકી. અનામિકા જે કહે તે તરત હાજર. જો કે તે પણ એટલી ડાહી અને સમજુ કે ઘરમાં સૌનું ધ્યાન રાખે. સૌની નાની નાની વાત તરત પુરી કરે. પરિવાર સંપથી રહે તેનો પુરો ખ્યાલ રાખે.
"હું તો પરિવારની લાડલી
સૌનો ખ્યાલ રાખતી
હસતા રમતા રાખજે
એ જ અરજ અમારી."
અનામિકા એક સુખી ઘરની છોકરી છે. તે જે માગે તે હાજર. રાજકુમારીની જેમ જ રહે. ઘરમા આઠથી દશ તો નોકરચાકર. તે શાળાએ જાય તો દફતર ઉપાડનાર પણ ચાકર. રોજ દરેક વસ્તુ નવી જ ઉપયોગ કરે. એકવાર ઉપયોગ કરેલ કોઈ પણ વસ્તુ સામે તે બીજીવાર જુએ પણ નહી.
ખૂબ લાડકોડમાં ઉછરેલી અનામિકાના પ્રેમની ચર્ચા આપણે આગળના ભાગમાં કરીશું.
ક્રમશઃ....

