પ્રેમનો રંગ
પ્રેમનો રંગ
પાંખી હાલ જ એમ. બી. એ. પુરૂ કરી જોબ પર લાગી હતી. રોજ સાંજે જોબ પરથી આવી હાથમાં કોફીનો કપ લઈને આંગણામાં હિંચકે બેસી કોફી પીતી. માસુમ ચહેરો, હરણી જેવી આંખો અને નિર્દોષ હાસ્ય જોઈ સૌ કોઈ પાંખીનાં પ્રેમમાં પડી જાય.
પાંખીનાં ઘરની સામે જ એક નવો છોકરો રહેવા આવ્યો હતો. પ્રેમ એનું નામ હતુ. તે ગોરો ફૂટડો જુવાન, હાઈટમાં પણ અમિતાભ પણ શરમાય જાય એવો. પ્રેમને પણ કોઈ છોકરી એક ઝાટકે દિલ દઈ બેસે એવો હેન્ડસમ હતો. તે એક કંપનીમાં જોબ કરતો હતો. તે પણ સાંજે આવીને કોફીનો કપ લઈ ઝરુખામા બેસતો.
પાંખી અને પ્રેમની નજરો રોજ મળતી. એક બીજાની નજરોથી પયપાન કરતાં પણ બોલવાની કોઈ પહેલ કરતા નહી. વસંતની ઋતુ આવી. ઝાડ પર રોજ કોયલ ટહુંકા કરતી. તો નવા નવા ફૂલોની મઘમઘતી ખુશ્બુથી જાણે મન મચલી જાય!! એમાં પણ ધૂળેટીનો તહેવાર આવ્યો. શેરીમાં બધા સાથે મળીને ધૂળેટી રમતા. સૌ એકબીજાને કલર લગાવીને હોળી-ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવતાં હતા. અચાનક પ્રેમ હાથમાં કલર લઇને પાંખીની નજીક આવ્યો. અને પાંખીનાં બંને ગાલ પ્રેમથી રંગી દીધા. પાંખીએ પણ હાથમાં રહેલી પિચકારીથી પ્રેમને પુરો રંગી દીધો. ન કોઈ સવાલ, ન કોઈ જવાબ બસ વસંતોત્સવમાં બે પ્રેમી પંખીડા એકબીજાનાં રંગમાં રંગાઈ ગયા. ત્યાં જ ગીત વાગતું હતુ.
ફાગણનાં ફાગ ખેલતા ખેલતા પાંખી અને પ્રેમ એકબીજાનાં થઈ ગયા.
"મેરે રંગમે રંગને વાલી
પરી હે યા પરીઓકી રાની
યા હો મેરી પ્રેમ કહાની
મેરે સવાલોકા જવાબ દો..

