kiranben sharma

Romance Inspirational

4.5  

kiranben sharma

Romance Inspirational

પ્રેમનો પમરાટ

પ્રેમનો પમરાટ

3 mins
450


માનસીનાં જીવનમાં અમરનાં આવ્યાંને આજે પૂરાં 35 વર્ષ થયાં. બધી રીતે સુખી માનસી આજે લગ્નજીવનની 30મી વર્ષગાંઠ ઉજવી રહી હતી, માનસી અને મિલનનાં લગ્ન વડીલોએ રાજીખુશીથી કરાવ્યાં હતાં, ફૂલ જેવા બે બાળકો, એક દીકરો કરણ અને દીકરી રચના હતી. બંને ખૂબ જ સંસ્કારી હતાં.

માનસીનું જીવન ખૂબ સુખમય પસાર થઈ રહ્યું હતું. માનસી લાખ પ્રયત્ન કરવા છતાં મનમાંથી અમરના પ્રેમના પમરાટને ભૂલી નથી શકતી. માતા-પિતા કે પ્રભુ આગળ તે કોઈ ફરિયાદ નથી કરતી, પણ મનનાં ઊંડાણમાં એવું હતું કે- " કાશ ! મારું જીવન અમર સાથે પસાર થતું હોત તો હું વધારે આનંદિત રહી શકત. "

મિલન માનસીનાં મનની સ્થિતિ જાણતો હતો,લગ્ન પહેલા તેને માનસીનાં પ્રેમ સંબંધની જાણ થઈ ચૂકી હતી, પરંતુ વડીલોની ઈચ્છા અને વડીલોના એકબીજા સાથેનાં સંબંધ સાચવવાનાં ઈરાદાથી તથા તે માનસી ને ખૂબ ચાહતો હતો આથી પોતાના પ્રેમ પર ભરોસો હતો, એટલે આજ સુધી તેણે કશું કહ્યું નહીં. માનસીને ક્યારેય એવો અણસાર પણ ન આવવા દીધો. માનસીએ પરિસ્થિતિ સાથે ક્રોમ્પ્રોમાઇઝ કરી સદા ખુશ રહી. પોતાનો ધર્મ નીભાવ્યો. માનસીએ પતિ-પત્ની તરીકે પ્રેમ લાગણી અને સંબંધની ગરિમા હંમેશા જાળવીને કાર્ય કર્યું.

 માનસી ક્યારેક વિચારતી કે, આ જ મારું સાચું સુખ છે. મિલને વાણી વર્તન વ્યવહારથી ક્યારેય તેને કોઈ દુઃખ આપ્યું નથી. એક પતિ તરીકેની, પિતા તરીકેની બધી જવાબદારી ખૂબ જ સરસ રીતે નિભાવી, દાંપત્યજીવનમાં તેની સાદગીનો, પ્રેમનો પમરાટ ફેલાવી બધાને ખુશ રાખ્યાં હતાં. 

બાળપણમાંથી યુવાનીમાં પ્રવેશેલી દીકરીઓ ક્યારેક જીવનમાં પહેલા પહેલા આવેલા પુરુષ તરફ અનેરાં આકર્ષણથી આકર્ષાતી હોય છે. ત્યારે તેને શું સારું છે કે શું ખરાબ તેની પણ સમજ હોતી નથી. કોઈ પણ વાતનાં આકર્ષણમાં જેમકે રંગરૂપ, છટા, પૈસા દેખાવ સ્ટાઈલ ગમી જાય અને તેની પાછળ પાગલ બની જતી હોય છે. માનસીને આજે સમજાયું કે અમર પ્રત્યેનો તેનો લગાવ પણ કંઈક આવું જ હતો. ઘણા વર્ષો તેને યાદ રાખ્યો, પણ જ્યારે હમણાં માનસી તેના પિયર ગઈ, ત્યારે અચાનક તેને તેની બહેનપણી મળી અને તેના દ્વારા તેને ખબર પડી કે અમર તો દારૂ જુગાર અને ખૂબ જ આઉટલાઈન ઉપર ચડી ગયો છે, તેનું નામ અને કેરિયર બંને બગાડી મૂક્યા છે. 

માનસીને આ સાંભળી દુઃખ થયું તેનાં મનમાં તેના પતિ પ્રત્યે પ્રેમ વધુ દ્રઢ બન્યો, હવે તેને અમરના પ્રેમની પમરાટ આવતી ન હતી, પરંતુ તેના પતિ મિલનના પ્રેમની મીઠી સોડમ આવવી શરૂ થઈ ગઈ હતી.

મિલનને હવે માનસીનાં બદલાવથી વધુ આનંદ થયો. તેણે માનસીને હવે તેની સાથે ખીલેલી ખીલેલી અનુભવી ત્યારે તેને ખૂબ જ આનંદ થયો. અને પ્રભુનો ખૂબ ખૂબ આભાર માન્યો કે તેણે સાચા દિલથી બાંધેલ આ સંબંધને, ભલે મોડો પણ ખુબ સરસ પ્રતિભાવ આપ્યો. લગ્નજીવનની જાણે હવે નવી શરૂઆત થઈ. 

 મિલને માનસીને એક રાતે પૂછ્યું, - "માનું ! તું કહે તો આપણે સેકન્ડ હનીમૂન માટે જઈએ ? ક્યાંક ફરી આવીએ ? ઘણા સમયથી આપણે બહાર પણ ગયાં નથી. માનસીએ સંમતિ સાથે તેનું મસ્તક મિલનની છાતીમાં છુપાવી દીધું. મિલને પણ તેના માથા પર ચુંબન કર્યું અને જોરથી બાહુપાશમાં જકડી લીધી. માનસીએ આજે સાચા અર્થમાં મિલનના પ્રેમનો પમરાટ અનુભવ્યો. તે પણ સાચા પ્રેમ સાથે મનથી મિલનમાં સમાઈ ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Romance