STORYMIRROR

Ishita Chintan Raithatha

Romance

3  

Ishita Chintan Raithatha

Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૯

પ્રેમની યાદોનાં ખાબોચિયાં - ૯

4 mins
176

કરણ રૂમમાં અંદર આવે છે અને એ નાની બેગ બેડ પર રાખે છે અને પૂજા જ્યાં સોફા પર સૂવાનું નાટક કરતી હોય છે ત્યાં જઈને નીચે બેસીને પૂજાના માથેથી ધીરેથી રજાઈ હટાવે છે તો પૂજા એટલી જોરથી આંખો બંધ કરીને સૂવાનું નાટક કરતી હોય છે કે પૂજાની આંખો પર કરચલી પણ દેખાઈ છે અને પૂજાના કપાળ ઉપર પરસેવો પણ થવા લાગે છે. આ જોઈને કરણ થોડું સ્માઇલ કરે છે,

કરણ:"પૂજા શું તું આખી રાત અહીં સોફા પરજ સૂતી રહીશ ? મને ખબર છે તું સુવાનું નાટક કરશ ?"

પૂજા:(ધીરેથી આંખો ખોલે છે) એવું નથી, આ તો મને આ સોફા બહુ ગમ્યા માટે અહીં સૂઈ ગઈ."

કરણ:"આજે સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું હતું તો બધાએ તને ગિફ્ટ આપી તો મારે પણ તને આપણાં લગ્નની અને આજના સ્વાદિષ્ટ ભોજનની તને ગિફ્ટ આપવી છે."

પૂજા:"શું છે ગિફ્ટમાં ?"

કરણ:"એ તો તું મારી સાથે બેડ પર આવ તો ખબર પડે."

પૂજા:"શું બેડ પર! તમારી સાથે ?"

કરણ:"હા, મારી એટલે કે તારા પતિ સાથે, તે બરાબર સાંભળ્યું છે. તને કંઈ એમાં પ્રોબ્લેમ છે ?"

પૂજા:"ખબર નહીં, મને કંઈ સમજાતું નથી, બધું એટલું જલ્દી થઇ ગયું, હું શું કરું સમજાતું નથી."

કરણ:"તું ફક્ત મારા પર વિશ્વાસ રાખ."

 આટલું કહીને કરણ, પૂજાને તેડીને બેડ પર લઈ જાય છે. પૂજા અને કરણ બંને એકબીજાની આંખોમાં જોયા કરે છે. કરણ ધીમેથી પૂજાને બેડ પર મૂકવા જાય છે પરંતુ બેડ એટલો બધો સોફ્ટ હોય છે કે, પૂજાને થયું કે પોતે પડી જશે એવું વિચારતા વિચારતા કરણને એટલો ટાઈટ પકડી રાખે છે કે, કરણનું બેલેન્સ નથી રહેતું અને કરણ, પણ પૂજાની ઉપર બેડ પર પડે છે.

પૂજા આંખો બંધ કરીને કરણ ને ટાઇટ હગ કરી રાખે છે અને કરણ પણ પૂજાને પ્રેમથી માથામાં હાથ ફેરવે છે, થોડીવાર પછી પૂજા અચાનક કરણને છોડી દે છે, અને બેડ પર કરણથી થોડી દૂર બેસી જાય છે.

પૂજા:"સોરી, હું થોડી ડરી ગઈ હતી, આટલા સોફ્ટ બેડ પર સૂવાની મને આદત નથી માટે."

કરણ:"ઈટ્સ ઓક, હવે આદત પાડવી પડશે, કારણકે મને સોફ્ટ બેડ પર જ ફાવે છે, અને સોરી શેના માટે ?"

પૂજા:"મારા લીધે તમે પડી ગયા માટે."

કરણ:"તારા લીધે હું પડી ગયો તો હવે તારી વારી."

 આટલું કહીને કરણ તરત પૂજાનો હાથ પકડીને પોતાની પાસે ખેંચીને ટાઈટ હગ કરે છે. પૂજાને થોડું અન કંફ્ટેબલ લાગે છે, પરંતુ કરણ એ એટલી ટાઈટ પકડી હોય છે કે પૂજા પોતાને છોડાવી નથી શક્તિ. તરત પૂજા થોડો કરણને ધક્કો મારે છે અને તરત બીજી બાજુ ફરી જાય છે, એટલામાં કરણ પૂજાની ઉપરથી હાથ લાંબો કરીને ત્યાં પડેલી નાની બેગ લે છે, પૂજાની ગભરાહટ વધવા લાગે છે. પૂજા કંઈ વિચારે એ પહેલાં કરણ, પૂજાનો હાથ પકડીને ખૂબ સુંદર ડાયમંડની રીંગ પહેરાવે છે.

કરણ:"મારી પ્રિન્સેસ માટે આપણાં મેરેજની આ એક નાનકડી ગિફ્ટ."

પૂજા:"તમે આ ગીફ્ટ ની વાત કરતા હતા!"

કરણ:"હા, કેમ ? તને કંઈ બીજી ગિફ્ટ જોતી હતી ?"

પૂજા:"અરે ના ના, ખુબજ સુંદર ગિફ્ટ છે."

કરણ:"તારા જેટલી સુંદર નહીં."

પૂજા:"મને થયું કે આજે આપણાં લગ્ન થયા છે તો તમે આજે રાત્રે,"

કરણ:"ઓ પ્લીઝ, હું તને પસંદ જરૂર કરું છું, પરંતુ તારી સાથે જબરદસ્તી તો ક્યારેય નહીં કરું, તું ચિંતા ના કરતી."

પૂજા:"સોરી, આજે મારી સાથે એટલું બધું થયું ને કે મને કંઈ સમજાતું નથી, મને તમારા પર ભરોસો છે."

કરણ:"બસ તો પછી બીજું મારે કંઈ નથી જોતું, હા જો તને પણ મને મેરેજ ગિફ્ટ આપવી હોય તો હું લેવા રેડી છું."

પૂજા:"મેરેજ ગિફ્ટ તો છે મારી પાસે, પરંતુ,"

કરણ:"પરંતુ શું ? એ ગિફ્ટ તે મને ધ્યાનમાં રાખીને નહોતી લીધી, વીર માટે લીધી હતી, બરાબર ને ?"

પૂજા:"હા, અને તમે મને આટલી સુંદર ગિફ્ટ આપી, અને મારી ગિફ્ટ તો,"

કરણ:"હવે જલ્દી મને તે જે ગિફ્ટ લીધી છે એ આપી દે એટલે તારી જેમ એ ગિફ્ટ પણ મારી કહેવાય."

 આ સાંભળીને પૂજાના મોઢા પર ખુશીની લહેર આવી જાય છે અને પૂજા તરત પોતાની બેગમાંથી ગિફ્ટ કાઢે છે અને કરણ ને આપે છે, કરણ તરત એ ગિફ્ટ ખોલે છે અને જો એ છે તો એક સિમ્પલ હાર્ટ સેપ નું પેન્ડન હોય છે. કરણ તરત એ પેન્ડન પોતાના ચેન માં નાખી ને પહેરી લે છે. પછી બંને એકબીજાને જોતા જોતા સૂઈ જાય છે.

 બીજે દિવસે જ્યારે કરણ સવારે જાગે છે તો, પૂજા એની બાજુમાં નથી હોતી, કરણ વિચારે છે કે, કદાચ બહાર બાલ્કની માં હશે, પરંતુ પૂજા ત્યાં પણ નથી હોતી, કરણ જાજુ વિચાર્યા વગર પોતાની મિટિંગ માટે રેડી થઈ જાય છે અને ઓફિસ જતો રહે છે. કરણનું ઑફિસમાં કામ માં પણ ધ્યાન નહોતું, પૂજાના જ વિચાર આવતા હતા, માટે કરણ ઘરે જલ્દી આવી જાય છે.

જયાબહેન:"અરે કરણ બેટા, આજે તું ઘરે આટલો જલ્દી આવી ગયો ?"

કરણ:"હા, દાદીમાં આજે ઑફિસ માં થોડું ઓછું કામ હતું."

 જયાબહેન:"સારું થયું તું આવી ગયો, હું તને ફૉન કરવાની જ હતી કે, પૂજાને તેના ઘરે તેડવા જવાની છે તો તું સાથે આવીશ ?"

કરણ:"પૂજા ના ઘરે ?"

જયાબહેન:"હા, આજે લગ્ન પછીની વિધિ કરવાની હતી માટે પૂજાના કાકા અને કાકી પૂજાને તેડી ગયા છે અને હવે આપડે જવાનું છે અને ત્યાં જમવાનું પણ છે તો તું આવીશ અમારી સાથે ?"

કરણ:"શું પૂજાના પિયર ના લોકો પૂજાને તેડવા આવ્યા હતા અને મને કોઈએ જાણ પણ ન કરી ?"

જયા બહેન:"અરે બેટા તને કંઈ કહીએ તેની પહેલાં તું ઓફિસે જતો રહ્યો માટે તારી સાથે વાત ન થઈ શકી."

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance