"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૭
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૬૭


અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું મનીષ ના મર્ડર ના કારણે કરણ ને ભૂતકાળ માં કોઈ તકલીફ થઈ હશે? આગળ હજુ કરણ ના ભૂતકાળ માં શું હશે? અર્જુન અને એકતા ના હનીમૂન રોમેન્ટિક થશે કે કંઈ અણધારી મુસીબત આવશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
પૂજા:"એ લોકો અહીં મુંબઈ માં જ રહેતાં હતાં ને?"
કરણ:"ના, મનીષ ની જોબ ના કારણે એ લોકો દુબઈ રહેતાં હતાં, મને ખબર પડી કે એ લોકોનું એક્સિડન્ટ થયું છે તો હું તરત દુબઈ પહોંચી ગયો, અને ત્યાં પહોચીને મને ખબર પડી કે એ એક્સિડન્ટ નહોતું પરંતુ મર્ડર હતું."
હવે આગળની વાર્તા
ભાગ - ૬૭
પૂજા:"શું મર્ડર?"
કરણ:"હા, મનિષ ને જોબમાં પ્રોબ્લેમ હતો માટે આર્થિક તંગી હતી જેના લીધે વ્યાજે રૂપિયા લીધા હતા જેનું વ્યાજ તે ભરી ન શક્યો, માટે તે લોકોએ મનિષ અને અનીતા ભાભી બનેનું મર્ડર કરી નાખ્યું."
પૂજા:"તો નિશા અને ક્રિના?"
કરણ:"નિશા ત્યારે ક્રિના ને લઈને ગાર્ડન માં ગઈ હતી માટે એ લોકો બચી ગયા."
પૂજા:"તો શું ત્યારથી તમે ક્રિનાની જવાબદારી લીધી?"
કરણ:"હા, હું જ્યારે દુબઈ મનિષ ના ઘરે પહોંચ્યો તો નિશા અને ક્રિના એકલાં જ હતાં ઘરમાં, પછી મને નિશાએ બધી વાત કરી અને મારા પણ નિશા એ બ્લેમ પણ કર્યો કે મેં જો મનીષ ની મદદ કરી હોત તો આજે મનિષ જીવતો હોત."
પૂજા:"તમારા પર બ્લેમ કર્યો!"
કરણ:"હા, પરંતુ મને સાચે ખબર નહોતી કે મનિષ ને આટલી આર્થિક તંગી હતી, હું મારા બિઝનેસ માં એટલો ગૂંચવાઈ ગયો હતો કે ક્યારેય મનીષ સાથે વાતજ નહોતી થઈ."
પૂજા:"તો પછી તમારી પર બ્લેમ શા માટે કરતી હતી નિશા?"
કરણ:"એટલાં માટે કે જ્યારે મને તકલીફ હતી ત્યારે મનિષે મને સાથ આપ્યો હતો અને હું આગળ વધ્યો પરંતુ મનિષ ને તકલીફ હતી તે મને ખબર જ નહોતી તો હું કેવીરીતે મદદ કરું? એ વાત નિશા સમજવા રેડી જ નહોતી."
પૂજા:"બિચારી ક્રિના, શું ક્રિના ને આ વાતની ખબર હતી?"
કરણ:"ક્રિના ને તો નિશા એ સમભાળી લીધી હતી પરંતુ મને જોઈને ક્રિના દોડીને મારી પાસે આવી અને મને હગ કરી ને રડવા લાગી. હું પણ ભૂલી ગયો હતો કે ક્રિના ને ટચ કરીશ તો મને તકલીફ થશે, હું પણ ક્રિના ના માથા પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો."
પૂજા:"બાળક નું તો એવુંજ હોય કે પ્રેમ મળે તે બાજુ ઢળી જાય."
કરણ:"ત્યારે ક્રિના એ મને પૂછ્યું હતું કે મારા પપ્પા તમારા ફ્રેન્ડ હતાં? તો મેં કીધું હા મારા ફ્રેન્ડ હતા, અને મને કહી ગયા હતા કે હવેથી હું તારા પપ્પા છું, માટે હું તમને લેવા આવ્યો છું."
પૂજા:"તો શું નિશા માની ગઈ?"
કરણ:"પહેલાં તો નહીં પરંતુ થોડી મે જબરદસ્તી કરી અને ક્રિના એ થોડી જીદ કરી માટે પછી હું એ લોકોને અહીં લઈ આવ્યો પરંતુ એક ફ્લેટ માં સિક્યુરિટી સાથે રાખ્યા જેથી મને એ લોકોની ચિંતા નો રહે. જો એ બંને દુબઈ એકલાં રહેતા હોત તો વળી એ લોકો સાથે જાનહાનિ થાય તો?"
પૂજા:"સારું કર્યું કે તમે એ લોકોને અહી
ં લાવ્યા."
કરણ:"મે ક્રિના ની અને નિશા ની બધી જવાબદારી દિલથી લીધી છે અને પૂરી પણ કરું છું. જ્યારે ક્રિના એ મને પહેલીવાર હગ કર્યું ત્યારે મને કોઈ તકલીફ નો થઈ અને જ્યારે જ્યારે ક્રિના મને ટચ કરતી ત્યારે ત્યારે મને તકલીફ ની થતી માટે મારા રૂમમાં ક્રિના ને આવવાની ક્યારેય મનાઈ નહોતી."
પૂજા:"એ તો મને ક્રિના એ પહેલીવાર મળ્યા ત્યારે જ પૂછ્યું હતું કે શું તમે પણ મારી જેમ સ્પેશિયલ છે પપ્પા માટે? માટે જ આપડા સિવાય આ રૂમમાં કોઈને એન્ટ્રી નથી. માટે એ વાતની મને ખબર હતી."
કરણ:"તો શું તને ક્યારેય મને પૂછવાનું મન ના થયું કે શું સાચે ક્રિના મારી દીકરી છે? શું મે તને દગો દીધો છે?"
પૂજા:"ના, મને વિશ્વાસ છે તમારા પર, અને જ્યારે ક્રિના પહેલીવાર આવી ત્યારે પણ તમે નોર્મલ હતાં, તમારા માં કોઈ ગભરાહટ નહોતી જેનાથી મારી ખાતરી પૂરી થઈ ગઈ હતી કે તમે મને દગો નથી દીધો, અને હા સાચી વાત તમે મને સમય આવ્યે કહી દેશો એ પણ મને વિશ્વાસ હતો માટે મે તમને ક્યારેય પૂછ્યું નહોતું."
કરણ:"થેંક્યું પૂજા, સાચે તારા જેટલું મને લાઈફ માં કોઈ સમજી નથી શક્યું."
પૂજા:"તમે હજી મારી એક વાત માનો, મેં તમારી આખી વાત સાંભળી તો મને એવું લાગે છે કે તમને આ બીમારી તમારા મન થી જ થાય છે."
કરણ:"એટલે?"
પૂજા:"તમને ક્રિના પ્રત્યે પ્રેમ હતો માટે તમને તકલીફ નો થઈ, મને જ્યારે પહેલીવાર જોઈ ત્યારે તમને પહેલીવાર માજ પ્રેમ થઈ ગયો માટે તમને તકલીફ નો થઈ, આરતી પ્રત્યે તમારા મનમાં પ્રેમ જાગ્યો તો તમને આરતી થી પણ તકલીફ નો થઈ, એમ તમે બધા માટે તમારા દિલમાં નફરત ના રાખો."
કારણ:"તું ડોક્ટર છે?"
પૂજા:"હા, ફક્ત તમારી જ ડોક્ટર છું."
કરણ:"અત્યારે હવે બહુ મોડી રાત થઈ ગઈ છે તું સૂઈ જા."
પૂજા:"મેં તમારી વાત સાંભળીને તો હવે તમારો વારો."
કરણ:"આટલા દિવસથી તે મને શાંતિથી તને હગ કરીને સુવા નથી દીધો તો હવે આજે પહેલાં મને તને હગ કરીને સુવા દે હવે મારાથી નથી રહેવાતું."
પૂજા:"તમે તો નાના બાળકો જેવું કરો છો."
પૂજા હજુ બીજું કંઈ બોલે તે પહેલાં તો કરણ એ પોતાની બાહોમાં પૂજાને સમાવી લીધી અને પૂજાના કોમળ હોઠ ઉપર કિસ કરવા લાગ્યો. પૂજા પણ આજે કરણ ને રોકવા માંગતી નહોતી, કારણકે પોતેજ કરણ ને કહ્યું હતું કે તમે જો તમારી ભૂતકાળ ની વાત કરશો તોજ હું તમારી નજીક આવીશ, માટે આજે કરણ એ દિલથી બધી વાત કરી હતી તો હવે પૂજાનો વારો હતો કરણ તરફ એક ડગલું આગળ વધારવાનો.
આજે કરણ પૂજાને દિલ ખોલીને પ્રેમ કરવા માંગતો હતો, કરણ પૂજાના હોઠ થી આગળ વધતો વધતો ધીરે ધીરે પૂજાના નેક સુધી પહોંચી ગયો. પૂજા પણ પોતાને આજે કરણ ને સોંપી દેવા રેડી હતી, બંને ઘણા સમય પછી એકબીજાને પ્રેમ કર્યો હતો અને આટલો સરો સમય સાથે વિતાવ્યો હતો. આજે ફરીથી કરણ અને પૂજા એક થઈ ગયા હતાં, આજની રાત બંને માટે ખૂબ પ્રેમાળ હતી. બીજે દિવસે સવારે જ્યારે પૂજા જાગે છે તો કરણ ને પોતાની બાજુમા શાંતિથી સૂતો જોઈને ખૂબ ખુશ થાય છે, અને કરણ ના માથા પર કિસ કરવા જાય છેકે પૂજાને ચક્કર આવવા લાગે છે અને કરણ ની ઉપર પડી જાય છે, જેના લીધે કરણ ની નીંદર ઊડી જાય છે.
તો વાચક મિત્રો શું લાગે છે, પૂજા શા કારણે પડી ગઈ હશે? આગળ પૂજા અને કરણ ના જીવન માં ખુશી આવશે કે હજુ ઘણું સહન કરવાનું આવશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.