"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૪
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૫૪
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે અર્જુનનો એવો કયો ફોટો હશે જે એકતાને ખુબ ગમ્યો? શું અર્જુન એકતા પાસે જાશે? શું આરતી અને અર્જુન મળીને સચિનને શોધી લેશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
એકતા હજુ વિચારમાં હતી ત્યાં અર્જુન પોતાનો બીજો ફોટો મોકલે છે જે જોઈને એકતા શરમ ના લીધે લાલ થઈ જાય છે અને ફોનમાં અર્જુનના ફોટોને કિસ કરે છે. તરત અર્જુનનો બીજો મેસેજ આવે છે,"ફોન માં નહીં, હિંમત હોય તો મને કિસ કરવા આવ, બાકી તું કહે તો હું તારી પાસે આવું." અર્જુનનો આવો મેસેજ વાંચીને એકતા શોક થઈ જાય છે કે અર્જુનને કેવીરીતે ખબર પડી કે મે એના ફોટોને કિસ કરી?
હવે આગળની વાર્તા
ભાગ - ૫૪
અર્જુને પોતાના શર્ટના બે, ત્રણ બટન ખોલીને પોતાના દિલની જગ્યા ઉપર એકતા ના નામનું ટેટૂ કરાવ્યું હતું અને તે ટેટૂ દેખાઈ તેમ ફોટો મોકલ્યો હતો. જે જોઈને એકતા નો ચહેરો શરમ ના કારણે લાલ પડી ગયો હતો અને એકતાએ પોતાના ફોન પર એ અર્જુનના ફોટોને કિસ કરી.
આ બાજુ પૂજા અને કરણ બાથરૂમ માંથી બહાર આવે છે, પૂજા તો હજુ શરમ ના કારણે લાલ હતી જ્યારે કરણને તો એ બંને વચ્ચેનો સમય દવાથી પણ વધારે સારો અસર કરતો હતો. પૂજા તરત પોતાનાં કપડાં બદલીને બહાર જાય છે, કરણ પણ ચેન્જ કરીને પોતાના લેપટોપ પર કામ કરવા લાગે છે. આમ રાત થઈ જાય છે અને પૂજા પોતાનું બધું કામ પૂરું કરીને રૂમમાં આવીને નાઈટ વેર પહેરીને બેડ પર સૂવાના બદલે પાછી સોફા પર જતી રહે છે. જે જોઈને કરણ ને આશ્ચર્ય થાય છે કે, હમણાં તો માની ગઈ હતી તો હવે શું થયું? માટે કરણ પૂછે છે,
કરણ:"હવે શું થયું તને શા માટે ત્યાં સુતી છો?"
પૂજા:"હજી પણ તમે મારા માટે એક મિસ્ટ્રી છો. જ્યારે મને તમારા વિશે બધુ ખબર પડી જશે ત્યારે હું ત્યાં તમારી બાજુમાં સૂઈ જઈશ."
કરણ:"મેં તને સોરી તો કહી દીધું, તો હવે શું છે?"
પૂજા:"હજુ તમારા વિશે ઘણું જાણવાનું બાકી છે, જો તમારે મને કહેવું હોય તો ઠીક છે બાકી જ્યારે મને જાણવા મળશે ત્યારે હું ત્યાં બેડ પર આવી જઈશ."
કરણ:(તરત ઊભો થઈને પૂજા પાસે જઈને તેને તેડીને બેડ પર લઈ જાય છે, પૂજા પોતાને છોડાવવાની નાકામ કોશિષ કરતી હતી.)"તું મારાથી દૂર જઈને સોફા પર સુવા ગઈ તે પણ મારાથી સહન નથી થતું તો પછી તું આ ઘર છોડીને જતી રહે તો હું તો તારા વગર મરી જ જાત."
પૂજા:(કરણ ના મોઢા પર હાથ રાખીને બોલે છે.)"એવું ના બોલો હું પણ તમારા વગર જીવી નહીં શકું."
કરણ:(પૂજાને બેડ પર પોતાની બાજુ સુવડાવીને ટાઇટ હગ કરીને સૂતાં સૂતાં વાતો કરે છે.)"તું મારા વગર જીવી નહીં શકે તો પછી દાદી ની વાત માનીને ઘર અને મને છોડીને જવા શા માટે રેડી થઈ ગઈ?"
પૂજા:"દાદી તો મને ત્યારેજ ઘરમાં નહોતાં આવવા દેતા, પરંતુ તમારી તબિયત બરાબર નહોતી માટે હું જબરદસ્તી થી ઘરમાં આવી અને મેં દાદીમાં ને કહ્યું હતુંકે તમે સાજા થઈ જશો પછી હું જતી રહીશ."
કરણ:"તે મને આ વાત શા માટે નો કરી? હું પહેલાં જ દાદીમાં ને કહી દેત કે તારી સાથે આવું વર્તન ના કર
ે."
પૂજા:"ક્યાંથી કહું, યાદ છે ને તમેજ મને કહ્યું મારા અને મારા પરિવારથી દૂર રહેજે, માટે મેં દાદીમાં ની વાત માની લીધી કે તમને પણ ઈચ્છા હશે કે હું અહીંથી જતી રહું."
કરણ:"ત્યારે તો હું ગુસ્સામાં હતો, દાદીમાં નો ફોન આવ્યો હતો અને મને કહ્યું કે આરતી સચિન સાથે મૂવીમાં ગઈ હતી અને ઘરે નથી આવી, ફોન પણ નથી લાગતો, જો તે દિવસ પૂજાએ તે સચિનને પોલીસને પકડાવી દીધો હોત તો આજે આરતી સાથે ખોટું ના થાત."
પૂજા:"તો એ વાત સાંભળીને તમને ગુસ્સો શા માટે આવ્યો? તમે તો ઘરમાં દાદીમા સિવાય કોઈ સાથે વાત પણ નથી કરતાં?"
કરણ:"આરતી મારી બહેન છે."
પૂજા:"તમે માનો છો કે આરતી તમારી બહેન છે?"
કરણ:"હું બધાની બધી જરૂરિયાત પૂરી કરું જ છું અને મારી જવાબદારી નિભાવું છું."
પૂજા:"તમને ખબર છે, તમે હવે સાચા અર્થમાં આરતીને હવે બહેન તરીકે સ્વીકારી છે. તમે આરતી નો હાથ પકડીને તેની પાસે બેઠા, આરતીને હાથ પકડીને નાસ્તો કરવા લાગ્યા, તે રાત્રે આરતીને તેડીને ગાડીમાં બેસાડી, છતાં પણ તમને આરતીના ટચ થી કોઈ રિયેક્ષન નથી થયું."
કરણ:"યેસ યુ આર રાઇટ, આ વાત તો મે પણ નોટિસ નથી કરી."
પૂજા:"જ્યારથી મને તમારી આ બીમારી વિશે ખબર પડીછે ત્યારથી હું ફક્ત તમારા વર્તનને જ નોટિસ કરું છું."
કરણ:"તો કહેશો મારા પર્સનલ ડૉક્ટર સાહેબે કે તમારી પાસે શું ઈલાજ છે મારી બીમારીનો?"
પૂજા:(પોતાનાં બંને હાથથી કરણ ને મારવા લાગે છે અને કહે છે.)તમને મસ્તી સુજે છે?"
કરણ:(પોતાના એક હાથથી જ પૂજાના નાજુક બંને હાથ પકડીને કહે છે.)"મસ્તીની શરૂવાત કોણે કરી?"
પૂજાને કરણ ની આ વાતથી વધુ ગુસ્સો આવે છે અને કરણ ને શોલ્ડર પર ખૂબ જોરથી બાઈટ કરે છે જેથી કરણ ની પૂજા પરની પકડ જેવી ઢીલી થાય છે કે તરત પૂજા પાછી બેડ પરથી સોફા પર જતી રહે છે. કરણ જે અત્યાર સુધી જે મસ્તીના મુડ માં હતો તે હવે સાચે ગુસ્સામાં આવી ગયો હતો.
કરણ:"હું છેલ્લી વાર કહું છું કે અહીં મારી પાસે આવી જા, નહીંતર હું તને ક્યારેય હાથ નહીં લગાવું. અને હા આ તે જે બાઈટ કર્યું છે તેની સજા તો તને જરૂરથી મળશે."
પૂજા:"હું પણ છેલ્લી વાર કહું છું કે તમારી સાથે એવું શું થયું કે તમને લોકો પ્રત્યે એટલી નફરત થઈ ગઈ કે કોઈના અડવાથી પણ તમને રિયેક્ષન આવે અને જેનાથી તમને ખૂબ તકલીફ થાય અને એ સરખું થતાં પાંચ,સાત દિવસ લાગે."
કરણ:"ઠીક છે, તો હવે તું ત્યાંજ સૂઈ જા."
આટલું કહીને કરણ પૂજાની બીજી બાજુ પડખું ફરીને સૂઈ જાય છે. પૂજા પણ સહેલાઈથી હાર માને એમ નથી. પૂજા પણ સૂવાની કોશિષ કરે છે પરંતુ કરણ ની ચિંતા ના કારણે નીંદર નથી આવતી. ત્યારે પૂજાને ફોન આવે છે, પૂજા જોવે છે તો તે ફોન એકતાનો હતો. કરણ ની નીંદર બગડે નહીં માટે પૂજા તરત ફોન ઉપાડીને બહાર વાત કરવા જાય છે.
પૂજા:"હેલો એકતા, કેમ છે?"
એકતા:"હું મજામાં, તમે લોકો કેમ છો?"
પૂજા:"હું બરાબર છું પરંતુ એમની તબિયત સારી નથી."
એકતા:"શું થયું કરણને! તમે લોકો ક્યાં છો?"
પૂજા:"કંઈ નહીં ચિંતા ના કર, થોડું રિયેક્ષન આવી ગયું છે સ્કીમમાં, અને ઘરે જ છે."
એકતા:"ઠીક છે હું કાલે ઓફિસે જઈશ તે પહેલાં તમારા ઘરે આવીશ, કરણ અને તને મળવા."
પૂજા:"ઠીક છે, તો નાસ્તો અહીં ઘરે સાથે કરશું."
એકતા:"ઠીક છે, બાય."
તો વાચક મિત્રો શું એકતા કરણ ના ઘરે જશે અર્જુનને મળશે તો કરણ અને અર્જુન બંને ભાઈ છે તે જાણીને ખુશ થશે? શું પૂજા કરણ ના ભૂતકાળ વિશે જાણી શકશે? શું સાચે કરણ પૂજાથી નારાજ જ રહેશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.