STORYMIRROR

Ishita Chintan Raithatha

Romance

3  

Ishita Chintan Raithatha

Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં -૧૧

પ્રેમની યાદોનાં ખાબોચિયાં -૧૧

4 mins
172

પૂજા:"સવારે હું નીચે હતો ત્યારે જ એ ઓફિસ જતા રહ્યા હતા માટે અમારે કંઈ વાત નથી થઈ."

અમીબહેન:"તો શું તું પિયર ગઈ એ પણ કરણ ને નહોતી ખબર ? તે જાણ નહોતી કરી ?"

પૂજા:"હું એમને વાત કરવા રૂમમાં ગઈ ત્યાં સુધીમાં એ ઓફિસે જતા રહ્યા હતા."

માયાબહેન:"કંઈ વાંધો નહીં બેટા તું તારે આરામ કર તારા રૂમમાં. રસોઈની ચિંતા ના કર કામ અને રસોઈ સર્વેન્ટ લોકો કરશે."

આરતી:"બેસ્ટી, મારા ભાઈનું નામ ખૂબ સરસ છે તો પછી તું ભાઈને નામથી કેમ નથી બોલાવતી ?"

અમી બહેન:"પૂજા બેટા હવે આવી મિડલ ક્લાસ મેન્ટાલીટીમાંથી બહાર આવ, તું હવે કરણ જોષીની વાઇફ છો."(આ વાતથી પૂજાની આંખમાં આંસુ આવે છે.)

જયાબહેન:"અરે પોતાના પતિનું નામ બધા સામે ન લેવું એ તો સારા સંસ્કાર છે, કંઈ વાંધો નહીં બેટા પૂજા તને મન થાય ત્યારે કરણ નું નામ બોલજે, અત્યારે તું તારે આરામ કર."

પછી બધા પોતાના રૂમમાં ફ્રેશ થવા જાય છે. પૂજા પણ પોતાના રૂમમાં જાય છે અને ફ્રેશ થઈને બાલ્કનીમાં બેસે છે ત્યારે ધીમો ધીમો વરસાદ આવે છે અને ત્યાં ગાર્ડનમાં પાણીનું ખાબોચિયું હોય છે તેમાં પૂજાને પોતાના મોઢાનું પ્રતિબિંબ દેખાય છે ત્યારે કરણની બહુ યાદ આવે છે અને એકલી એકલી બોલે છે,"પ્રેમની યાદોના ખાબોચિયાં" અને પૂજાને કરણ સાથે વાત કરવાનું મન થાય છે પરંતુ પૂજા પાસે કરણ નો ફૉન નંબર નથી હોતો માટે તો સવારે પણ પૂજા કરણ ને જાણ કરી ન શકી.

પૂજા વિચારે છે કે, કોની પાસેથી કરણનો નંબર લઉં ? હું કરણ નો ફૉન નંબર માગીશ તો બધને શું લાગશે ? મારા અને કરણના સંબંધ વિશે વાતો કરશે તો ? કરણને ખબર પડશે અને કરણ ને એ વાતથી ગસ્સો આવશે તો ? શું કરણને સાચે કામ હશે કે પછી મારાથી નારાજ હશે ?" આવા અનેક વિચારો કરતા કરતા રાત્રે જમવાનો સમય થાય છે અને પૂજા અને ઘરના બધા લોકો જમવા ડાયનીંગ ટેબલ પર ભેગા થાય છે. થોડી વાતો અને પછી જમીને બધા પોતાના રૂમમાં સુવા જતા રહે છે.

પૂજા પણ રૂમમાં આવી જાય છે પરંતુ પૂજાનું ચિત ક્યાંય નથી લાગતું, પૂજા વિચારે છે કે શું પોતાને કરણ પ્રત્યે પ્રેમ થવા લાગ્યો છે ? કે પછી મનમાં ડર છે કે કરણ ગુસ્સામાં જતો નથી રહ્યો ને ? આવા અનેક પ્રશ્નો ના લીધે અને કરણ વગર પૂજાને એકલું રૂમમાં ગમતું નહોતું. વિચારમાં ને વિચારમાં રાતના ૧૧વાગી જાય છે પૂજા, કરણે આપેલી વિટી જોતી હોય છે ત્યાં પૂજાના ફોન પર રીંગ આવે છે. પૂજા વિચારે છે કે આટલી મોડી રાત્રે કોનો ફોન હશે ? 

એટલામાં રીંગ પૂરી થઈ જાય છે અને તરત વિડિયો કોલ આવે છે, પાછો એજ નંબર પરથી ફોન આવે છે તો પૂજા વિચારે છે કે કદાચ આ વીર ફોન કરતો હશે ? કારણકે વીરને મારા લગ્ન વિશે કઈજ ખબર નથી માટે વીર હશે, શું મારે વીર નો ફોન ઉપાડવો જોઈએ ? આવા વિચાર સાથે પૂજા એક ઊંડો શ્વાસ લે છે અને આંખો બંધ કરે છે તો પૂજાને કરણ દેખાય છે અને પૂજાના મોઢા પર નાની એવી સ્માઈલ આવે છે. એટલામાં વિડિયો કોલ પણ પૂરો થઈ જાય છે.

 તરત વોઈસ મેસેજ આવે છે,"હાય પૂજા, ઇટ્સ મી કરણ, આટલું બધું વિચારે છે શા માટે ? આટલી મોડી રાતે તને કોણ ફોન કરે છે ? એવું વિચારતી હતી ને ? હવે જાજા વિચાર ન કર અને જો તું થાકી ના ગઈ હોય તો મને ફોન કરજે, તારી સાથે વાત કરવાનું બહુ મન થયું છે." આ મેસેજ સાંભળીને પૂજા ના જીવમાં જીવ આવે છે કે હાસ કરણ મારાથી ગુસ્સે તો નથી. પછી તરત પોતાની નર્વસનેસ ઓછી કરીને પોતાને અરીસામાં એકવાર જોઈને બરાબર છે ને પછી તરત કરણ ને વિડિયો કોલ કરે છે.

કરણ:(ફોન તરત ઉપાડી લે છે)"માય પ્રિન્સેસ, આય મિસ યુ."

પૂજા:"આય એમ સોરી."

કરણ:"માફી આમ ખાલી ખાલી તો ના મળે, એના માટે તો તારે મને તને મસ્ત બાઈટ કરવા દેવું પડશે ?"

પૂજા:"શું બાઈટ! પરંતુ તમારો ફોન નંબર પણ મારી પાસે નહોતો અને તમે સવારે જલ્દી જતા રહ્યા હતા, તેમ છતાં મે તમારા માટે લેટર લખી રાખ્યો હતો, તમે તે લેટર વાંચ્યો ?"

કરણ:"હા મે લેટર વાંચ્યો અને મારા વોલેટમાં સાચવીને રાખ્યો છે(આટલું કહીને કરણ પોતાના વોલેટમાં ફોટો દેખાડે છે.)

પૂજા:"તો પછી તમને ખબર તો પડી ગઈને, અને તમે પણ મને જાણ કર્યા વગર બોમ્બે જતા કેમ રહ્યા ? ભૂલ તો તમારી પણ છે."

કરણ:"હા તો તને બાઈટ કરવા દેવા તૈયાર છું, અરે બાઈટ તો શું તને જે કરવું હોય તે કરવા દેવા તૈયાર છું." ( કરણ મસ્તી કરતા કરતા કહે છે.)

પૂજા:"ના મારે તમને કોઈ સજા નથી દેવી. હવે એ બધું રેવા દો, તમારો દિવસ કેવો રહ્યો ?"

કરણ:"મારો દિવસ તો સારો રહ્યો પરંતુ તારા દિવસ જેટલો સારો નહીં."

પૂજા:"એટલે હું સમજી નહીં ?"

કરણ:"તું આજે તારા પિયર ગઈ હતી માટે તરો દિવસ વધારે સારો હશે."

પૂજા:"હા સારો તો હતો, પરંતુ તમે આવ્યા હોત તો વધારે સારો રહેત."

કરણ:"હું તને ખોટો દિલાસો નહીં દઉં પરંતુ હું ક્યારેય એવી રીતે કોઈપણ રિલેટિવને ત્યાં જતો નથી."

પૂજા:"મારા માટે પણ નહીં આવો ?"(ખૂબ પ્રેમથી કહે છે.)

કરણ:"તારી વાત જ અલગ છે, તું મારા માટે દુનિયાના બીજા લોકો જેવી નથી, તું મારા માટે સ્પેશિયલ છે."

પૂજા:"તમને એક વાત પૂછું ?"

કરણ:"તારે ક્યારેય પણ પરમિશન લેવાની જરૂર નથી."

પૂજા:"તમે કેમ બધા સાથે બહુ મિક્સ ના થાવ ?"

કરણ:"તને એકવાર માં જોઈને તારા વિશે કાઈપણ જાણ્યા વગર તારી સાથે લગ્ન કરી લીધા, આનાથી વધારે કોઈ માણસ કેટલો મિક્સ થાય ?"

પૂજા:"તમને વાતોમાં કોઈ પહોંચી ન શકે."  

કરણ:"ઠીક છે હવે તું આરામથી સુઈ જા, મને તો તારા વગર ક્યારે નીંદર આવશે ખબર નહીં માટે થોડું કામ છે એ કરી લઉં પછી હું સુઈ જઈશ."

પૂજા પણ ધીરેથી બોલે છે મને પણ તમારા વગર ક્યારે નીંદર આવે એ ખબર નહીં, કરણ આ સાંભળીને ખુશ થઈ જાય છે અને પછી બંને એક સુંદર સ્માઇલ સાથે ફોન કટ કરી દે છે.

ક્રમશ:   


Rate this content
Log in

Similar gujarati story from Romance