Ishita Raithatha

Romance Tragedy

4.6  

Ishita Raithatha

Romance Tragedy

પ્રેમની યાદોના ખાબોચિયાં - ૨

પ્રેમની યાદોના ખાબોચિયાં - ૨

5 mins
465


લગભગ બે કલાક પછી કરણ ત્યાંથી ફરી પસાર થાય છે, કરણ ડ્રાઈવને કાર ધીરે ચલાવવા કહે છે અને જુએ છે કે, પૂજાની આંખમાં આંસુ હતા, થોડીવાર પહેલાં આટલી ખુશ છોકરી અચાનક શા માટે રડે છે ? શું થયું હશે ? અને ત્યાં બાજુમાં અંકલ અને આન્ટી કોણ છે ? આવા અનેક પ્રશ્નો કરણના મનમાં ચાલતા હતા. એટલામાં કાર આગળ નીકળી ગઈ, પરંતુ કરણથી પૂજાની આ હાલત જોઈ ના શકાય માટે કાર પછી ત્યાં લેવડાવે છે. કરણ તરત કારમાંથી ઉતરીને પૂજા પાસે જાય છે તો ત્યાં તે લોકો વાત કરતા હોય છે, કરણ ત્યાં ઝાડની પાછળ ઊભો રહીને શું પરિસ્થિતિ છે તે સમજવાની કોશિશ કરે છે. પૂજાના કાકા અને કાકી પૂજાને સમજાવતા હોય છે.

અજિતભાઈ:" બેટા, તું શાંત થઈ જા, આમાં તારો કોઈ દોષ નથી, આતો વીર ના ઘરના લોકો અંધશ્રદ્ધામાં બહુ મને છે તને ખબર છે ને."

સરિતાબહેન:" જો બેટા, બે, ત્રણ દિવસથી તું કહેતી હતીને કે, વીર તારી સાથે વાત નથી કરતો, એવું નહોતું, વીરને ઠીક નહોતું અને તેના રિપોર્ટ અને ચેકઅપ ચાલુ હતા, અને રિપોર્ટમાં એમ આવ્યું છે કે, વીર ને બ્રેઈન ટીયુમર છે."

અમિત:" પરંતુ પપ્પા, એમાં દીદીનો શો વાંક છે ? દીદી તો ફક્ત એક જ વાત વીરને મળી હતી અને તમે લોકોએ કહ્યું તો તરત લગ્ન માટે પણ માની ગઈ હતી, દીદીએ પોતાનું ભણવાનું પણ મૂકી દીધું આ લગ્ન માટે."

અજિતભાઈ:"તારી વાત સાચી છે બેટા, અમે પણ પૂજા માટે યોગ્ય પાત્ર શોધ્યું હતું પરંતુ તેના નસીબમાં આવું થશે એની કલ્પના પણ નહોતી."

સરિતાબહેન:"અમે ઘણું પૂછ્યું કે, વીર ક્યાં છે ? પરંતુ કોઈએ કંઈ ના કહ્યું. અને એમા પણ વીરના દાદી એ તો આપણી બધા સાથે વાત કરવાની પણ ન પાડી કે, આપણે પણ પૂજાના ઘરના છે તો આપણે પણ એ લોકો માટે અપશુકનિયાળ કહેવાય."

અજિતભાઈ:"આપણે પૂજાની કુંડળી પેલેથીજ એ લોકોને આપી હતી, બંને વચ્ચે સાત વર્ષનો ફરક છે છતાં આપણે એ જતું કર્યું અને એ લોકોએ કહ્યું કે લગ્ન પણ જલ્દી કરવા છે તો આપણે એ વાત પણ માની લીધી તો પણ બેટા તારા લગ્ન અમે ન કરાવી શક્યા. આજે મોટાભાઈ હોત તો આવું ન થવા દેત."

સરિતાબહેન:"આવતા અઠવાડિયે પૂજાને ૨૨વર્ષ થઈ જશે, ગુરુદેવે કીધું છે કે," પૂજાના આ વર્ષમાં લગ્ન જો નહીં થાય તો આવતા દસ વર્ષ સુધી પૂજાના નસીબમાં લગ્ન યોગ નથી." તો હવે શું કરશું ? પૂજાના લગ્ન આ અઠવાડીએ કેવીરીતે કરાવશું ? કોણ કરશે પૂજા સાથે લગ્ન ?"

(એટલામાં તરત પાછળથી અવાજ આવે છે," હું લગ્ન કરીશ પૂજા સાથે, અત્યારે જ કરીશ." આ સાંભળીને બધા તરત પાછું જોવે છે કે આ કોણ બોલ્યું ? તો ત્યાં પાછળ કરણ હતો.)

કરણ:" હા, હું કરણ જોષી છું. હું કરીશ તમારી પૂજા સાથે લગ્ન."

( બધા મનમાં અનેક પ્રશ્નો સાથે કરણ સામે જુએ છે, અને પૂજા ફક્ત એકવાર કરણ સામે જોવે છે ત્યાં કરણ બોલે છે,)

કરણ:"હેય, પ્રિન્સેસ તું રડ નહીં, હું આવી ગયો છું ને."

અજિતભાઈ:"પૂજા બેટા તું આમને ઓળખે છે ?"

(અમિત બે કલાક પહેલાંની વાત કરે છે, એટલામાં ફરીથી વરસાદ આવે છે અને કરણ પૂજાને તેડીને મંદિરમાં લઈ જાય છે ત્યારે પહેલી વાર પૂજા કરણની આંખોમાં જુએ છે અને પૂછે છે,)

પૂજા:" તમે કોણ છો ? અને મારી સાથે લગ્ન કરવા શા માટે માંગો છો ?"

કરણ:"થોડી મિનિટો પછી હું તારો પતિ બની જઈશ અને હું તને પ્રેમ કરું છું માટે તારી સાથે લગ્ન કરવા તૈયાર છું."

(એટલીવારમાં ત્યાં કરણનો આસિસ્ટન્ટ, અજિત ભાઈ અને સરિતા બહેનને કરણની ઓળખાણ આપી છે. અને સાથેસાથે કરણ તરફથી વિશ્વાસ પણ આપે છે કે તમારી દીકરી ત્યાં રાણીની જેમ રહેશે. અજિતભાઈ અને સરિતાબહેન ને કંઈ બીજો રસ્તો દેખાતો નથી માટે પૂજાના અને કરણના લગ્ન ત્યાં મંદિરમાં ગણપતિ બાપા સામે કરાવે છે.)

(લગ્ન થઈ ગયા પછી પૂજા તરત કાકાકાકીના આશીર્વાદ લેવા જાય છે પરંતુ કરણ અજિતભાઈના હાથમાં પોતાનું કાર્ડ આપીને કહે છે "અમે થોડા દિવસ અહીં અમારા ફાર્મ હાઉસ માં રહેવાના છે તો તમને મન થાય ત્યારે તમે તમારી દીકરીને આવીને મળી લેજો." આ સાંભળીને પૂજા મનમાં વિચારે છે કે, "આ એક બાજુ મને પ્રિન્સેસ કહે છે અને એક બાજુ આટલો ઘમંડી છે કે વડીલોના આશીર્વાદ પણ નથી લેતો.")

કરણ:" પ્રિન્સેસ, હું કારમાં તારી રાહ જોવ છું, જલ્દી આવજે મારે પછી સાંજે એક મિટિંગ પણ છે."

(આટલું કહીને કરણ જતો રહે છે અને પૂજા, અમિત, અજિતભાઈ, સરિતાબહેન બધા એકબીજાના ગળે મળીને ખૂબ રડે છે. એટલામાં ત્યાં કારના હોર્નનો અવાજ આવે છે અને અજિતભાઈ કહે છે,)

અજિતભાઈ:"બેટા, તું ચિંતા ન કરતી. ગણપતિ બાપાના તારા પર આશીર્વાદ છે, જા મારી દીકરી, અમે કાલે તને મળવા આવશું."

(બધા પૂજાને કારમાં બેસાડીને ત્યાં ઊભા હોય છે અને કરણની કાર આગળ નીકળી જાય છે.)

(કારમાં કરણ પૂજાનો હાથ પકડીને બેસે છે, અને પૂજાના દિલના ધબકારા એટલા જોરજોરથી વધવા લાગે છે કે, કરણ કહે છે,)

કરણ:" રિલેક્સ માય પ્રિન્સેસ, યુ આર સેફ વીથ મી, ટ્રસ્ટ મી."

પૂજા:" પરંતુ તમે આટલા અમીર છો, હેન્ડસમ છો, તમારી સ્પીચ ખૂબ સરસ છે, તમે ફિટ એન ફાઈન છો, તમારામાં કોઈ કમી નથી, તો અત્યાર સુધી લગ્ન શા માટે નથી કર્યા ? અને હવે કર્યા તો પણ મારી સાથે જેને તમે ઓળખતા પણ નથી ?"

કરણ:"અરે ! શાંત શાંત, તારા આટલા નાના મગજ પર આટલું જોર ના આપ, આ બધી વાતો માટે આખી જિંદગી છે આપણી પાસે, અને હા, થેંક્સ."

પૂજા:"થેંકસ ? શા માટે ?"

કરણ:" મારી લાઈફમાં આવવા બદલ અને મને આટલી ઓછી વારમાં આટલો સમજવા બદલ, લાગે છે તને પણ મારા પ્રત્યે પ્રેમ થવા લાગ્યો છે."

પૂજા:"શું પ્રેમ ? આટલો જલ્દી ના થાય. હું તમને ઓળખતી નથી, તમારા કુટુંબને ઓળખતી નથી."

(કરણ પૂજાની વાત કાપતા કહે છે,)

કરણ:"તેમ છતાં તે મારી સાથે લગ્ન કરી લીધા."

(પૂજાને થોડો ગુસ્સો આવે છે, અને તરત કરણ પૂજાને પોતાની પાસે ખેંચીને પોતાના ખભા પર પૂજાનું માથું રાખીને તેને ફોરહેડ પર કિસ કરે છે. પૂજાને કરણનો સ્પર્શ અને કિસ ગમે છે પણ થોડી શરમ પણ આવે છે માટે પોતાના બંને હાથથી ધીરેથી કરણને ધક્કો મારે છે, પરંતુ કરણે પૂજાને વધારે ટાઈટ પકડી લીધી.) 

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance