STORYMIRROR

Kiran Purohit

Romance

4  

Kiran Purohit

Romance

પ્રેમની સમજણ

પ્રેમની સમજણ

3 mins
396

કાજલનો પતિ મનીષ એક કંપનીમાં ક્લાર્કની સર્વિસ કરતો હતો. તેને બહુ ઓછો પગાર મળતો હતો. કાજલ ખૂબ સમજુ હતી. આટલા ઓછા પગારમાં પણ તે ખૂબ વ્યવસ્થિત ઘર ચલાવતી હતી. લગ્ન થયાં ત્યારે મનીષ તેને ક્યાંય હનીમૂનમાં લઈ ગયો ના હતો. નજીકના સ્થળે ફરવા ગયા હતાં. કાજલ ખૂબ ખુશ થઈ ગઈ હતી. કાજલ ખૂબ સંતોષી હતી. 

કાજલ ખૂબ સુંદર અને નમણી હતી. તેણે સાદી સાડી પહેરી હોય તો પણ તેનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું. લગ્ન એક વર્ષ તો પૈસાની તકલીફ હતી, તેમ છતાં એકબીજાની લાગણી સમજવામાં નીકળી ગયું.

થોડા સમય માટે મનીષના મમ્મી અને પપ્પા ગામડેથી શહેર તેમની સાથે રહેવા આવ્યાં. કાજલ સાસુ અને સસરાની સેવા ખૂબ કરતી. ઘરમાં ખર્ચો વધી જતા, પૈસાની તકલીફ પડવા લાગી. મનીષ નાની નાની વાતમાં પણ કાજલ સાથે ઝગડો કરતો. કાજલ તેને સમજાવતી કે હવે આપણે બે જણા નથી. ઘરમાં સભ્યો વધે તો ખર્ચો તો થાયને હું કોઈ ખોટા ખર્ચા કરતી નથી. મનીષના પપ્પાને પેન્શનના થોડા પૈસા આવતા તેમાંથી થોડા પૈસા પરાણે મનીષને આપતાં.

મનીષને કંપનીના કામની બહુ ચિંતા રહેતી. તેમાંય આ મોંઘવારીમાં ઘરનું ભાડુ, લાઈટબિલ, દૂધવાળાનું બિલ વગેરેમાં ઘણો ખર્ચો વધી જતો હતો. કાજલ કરકસરથી રહેતી. છતાં પણ મનીષ તેની ઉપર આરોપ મૂકતો કે તું બહુ પૈસા વાપરે છે. ઝગડો કરીને બહાર જતો રહેતો. કાજલ મનીષને સાચો પ્રેમ કરતી હતી. કાજલ ખૂબ રડતી ને વિચારતી કે મનીષ મારા પ્રેમને કેમ સમજતો નથી. આટલા ઓછા પૈસામાં હું આટલું વ્યવસ્થિત ઘર ચલાવું છું બધું કામ જાતે કરુ છું. સાસુસસરાની સેવા કરૂ છું. મનીષે ક્યારેય મારી કદર ના કરી.

 એક દિવસ કાજલને વિચાર.આવ્યો કે મે બી.એસ.સી.બી.એડ. કર્યું છે. તો મારે સર્વિસ કરવી જોઈએ. તેને મનીષને વાત કરી. મનીષે તો ના પાડી દીધી. પણ તેના મમ્મી વંદનાબેન ખૂબ સમજદાર હતાં. તેણે મનીષને સમજાવ્યો કે “બેટા કાજલનું ભણેલી છે તો ભલે સર્વિસ કરે. તમારે સંતાન થશે પછી ખર્ચો વધશે. આ મોંઘવારીમાં બંને સર્વિસ કરતા હોય તો તકલીફ ના પડે.” પપ્પાએ પણ કહ્યું એટલે મનીષે સર્વિસ કરવાની સંમતિ આપી.

 કાજલને એક સ્કૂલમાં સર્વિસ મળી ગઈ. કાજલ સવારના વહેલી ઊઠીને ફટાફટ બધું કામ પતાવી સ્કૂલે જતી રહેતી. બાકી રહે તે કામ તેના સાસુ કરી નાખતા. કાજલને તેના સાસુ સાથે ખૂબ બનતું. ક્યારેક સ્કૂલેથી થાકીને આવી હોય તો, તેના સાસુ આરામ કરવાનું કહેતા. 

કાજલનો પગાર આવતા પૈસાની તકલીફ દૂર થઈ અને પૈસા વધે તે બૅંકમાં જમા પણ કરવા લાગી આમ પૈસાની બચત પણ થવા લાગી.

કાજલને સર્વિસને એક વર્ષ થયું હશે ત્યાં કોરોનાની મહામારી આવી. મનીષની કંપનીમાં ઘણાને કોરોના થયો. કોરોનાને લીધે તેની કંપનીને નુકસાન થયું. બધાને સર્વિસમાંથી છુટ્ટા કરી દીધા. મનીષને ઘરે બેસવાનો વારો આવ્યો. કાજલની સર્વિસ ચાલુ જ હતી એટલે વાંધો ના આવ્યો. કાજલને તો ઓનલાઈન ભણાવવાનું હતું. મનીષને પણ કોરોના થઈ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. કાજલે ઘરની બધી જવાબદારી સંભાળી લીધી હતી.

વીસ દિવસની સારવાર પછી મનીષને હોસ્પિટલમાંથી રજા આપી. મનીષની માનસિક હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. તેની સર્વિસ જતી રહી. અને કોરોના પણ થયો. કાજલે તેને બહુ સાથ આપ્યો. સમયસર દવા આપતી. મનીષને ભાવે તે જ્યુસ બનાવીને આપતી. ઘરની જવાબદારી અને સર્વિસ બંને હસતા મોઢે સંભાળતી. મનીષ આ બધું જોયા કરતો. તે કાજલ સાથે ઝગડો કરતો તે યાદ આવી જતાં તેને ખૂબ પસ્તાવો થયો.

એક દિવસ મનીષે કાજલનો હાથ પ્રેમથી પકડી લીધો અને કાજલને કહ્યું. “કાજલ તારો ખૂબ ખૂબ આભાર. તે મારા માટે કેટલું કર્યું પણ હું તને સમજી ના શક્યો. મારા માબાપને પણ કેટલા પ્રેમથી સાચવે છે. તારા જેવી પત્ની મેળવીને હું ધન્ય થઈ ગયો. તારા જેવી સાચી પ્રેમની સમજણ મારામાં ના હતી.” મનીષના આંખમાં આંસુ આવી ગયા.

 કાજલ ખૂબ લાગણીશીલ હતી. પોતાના પતિની આંખોમાં આંસુ ના જોઈ શકી. તેને તરત મનીષની આંખ ઉપર પોતાના હાથ રાખી દીધા. અને હસીને કહ્યું “મનીષ આજે હું બહુ ખુશ છું. તમે મારા પ્રેમની કદર કરી."


Rate this content
Log in

Similar gujarati story from Romance