Kiran Purohit

Crime

4.5  

Kiran Purohit

Crime

સુંદર માળો

સુંદર માળો

2 mins
337


બીના અને ભાર્ગવનાં પ્રેમલગ્ન થયાં હતાં. બંનેની જોડી ખૂબ સુંદર હતી. ભાર્ગવ બેંકમાં સર્વિસ કરતો હતો. બીના નજીકનાં શહેરની હોસ્પિટલમાં નર્સ હતી. બીનાને સર્વિસ માટે ટ્રેનમાં જવું પડતું. તેની સાથે ત્રણ બહેનપણી પણ હતી. બીના ખૂબ હોશિયાર અને સુંદર હતી. હોસ્પિટલમાં બધા તેનાં ખૂબ વખાણ કરતાં બધા દર્દીઓ સાથે તે ખૂબ પ્રેમથી વર્તન કરતી. 

બીનાને પાંચ વર્ષનો પુત્ર કુશ હતો. તેને આ વર્ષે સ્કૂલમાં ભણવા બેસાડ્યો હતો. બીનાનાં મમ્મી પપ્પા બાજુમાં જ રહેતાં હતાં, એટલે તકલીફ ના પાડતી. બીનાને આવતાં મોડું થયું હોય તો તે મમ્મીનાં ઘરે જતો રહેતો.

એક દિવસ બીનાને હોસ્પિટલમાં કામ વધી ગયું. તેની બહેનપણી જતી રહી હતી. તેને આજે ઘણું મોડું થઇ ગયું હતું. સાતની ટ્રેન મળી. થોડાક પેસેન્જર હતાં. તે પણ નજીકનાં સ્ટેશને ઉતરી ગયા. ખૂબ અંધારું થઇ ગયું હતું. તેનું શહેર આવતાં જ ઉતરીને રીક્ષાની તપાસ કરતાં એક રીક્ષા મળી.

રીક્ષાવાળો ખૂબ ઝડપથી રીક્ષા ચલાવતો હતો, તેને ખ્યાલ આવી ગયો કે તેને દારૂ પીધો હતો. એક નિર્જન જગ્યાએ તેને રીક્ષા ઉભી રાખી. તે બીનાને હેરાન કરવા લાગ્યો. બીના રાડો નાખ્યાં કરી પણ તે કઈ સંભળાતો નાં હતો. નિર્જન જગ્યાએ બીનાની ચીસો કોઈએ સાંભળી નહી. રીક્ષાવાળાએ તેની ઉપર બળાત્કાર કર્યોં.

બીના લથડાતી ચાલે મહેનત કરીને ઘરે પહોંચી તે માનસિક રીતે ભાંગી પડી બળાત્કારનો 'આઘાત' મન સહન ના કરી શક્યું. બીના પલંગ ઉપર બેભાન થઇ પડી ગઈ. ભાર્ગવને  થયું કે બીનાની તબિયત સારી નહી હોય. તે બીનાના મમ્મીને બોલાવી આવ્યો.

બીજે દિવસે સવારે બીના મમ્મીને જોઈને ખૂબ રડી અને તેની સાથે બળત્કાર થયો વાત કરી. બીના ભાર્ગવનો સામનો ના કરી શકી. ભાર્ગવે તેને ખૂબ આશ્વાસન આપ્યું. બીનાની માનસિક સ્થિતિ બહુ ખરાબ થઇ ગઈ. તેનું લાગણીશીલ  મન  બળાત્કારનો આઘાત સહન ના કરી શક્યો. બીના પાગલ થઇ ગઈ. તેની મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી. એક રીક્ષાવાળાનાં દુષકૃત્યથી એક સુંદર પરિવારનો માળો વિખાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Crime