પ્રેમની રમત
પ્રેમની રમત


ન્યૂ વિલેજ ઘોસ્ટ ગેમ લેવલ 143
મહત્વની પડાવની સૂચનાઓ
"સેમ 123 અને એંજલ 123,લેવલ 143માં તમારું સ્વાગત છે. આ ગેમના રજુ થયા બાદ આજ સુધી આ લેવલ કોઈ યુગલ પાર નથી કરી શક્યું. આ પડાવ 5 કલાક પહેલા તમારી વિગતો જણાવો."
"હું સેમ123 163 લેવલ પર છું અને એંજલ123 144 લેવલ પર છે.અમારી પાસે કુલ 10 ઓબ્સિડિઅન છરીઓ અને 8 તિલસ્માઇ ચક્ર અને 1 જીને-એ -ચિરાગ છે."
"સરસ, તમે સારી રીતે તૈયાર લાગો છો પણ યાદ રાખો આ ગેમમાં તમારા હથિયારની સાથે તમારા મગજની પણ કસોટી થશે. જો તમે આ પડાવ પાર કરી જશો તો 7 ચિરાગ-એ-જીન મળશે અને નિષ્ફળ જશો તમે બને લેવલ 100 પર પોંહચી જશો. --સૂચના સમાપ્ત.
"સેમ123 પવનની ઝડપ ખૂબ જ વધી ગયી છે. આપણી આ પડાવની રમત શરુ થઇ ગઈ છે."--- આ સાથે જ રમતમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી.
"એંજલ123, શું તું અહીં છે?"
"ઓહ એક નવો આશિક, એંજલ123 તો અંધકુટની ગુફામાં પહોંચી ગઈ છે, જો એને બચાવવી હોય તો મારી સાથે તારે લડાઈ કરવી પડશે. એમ તો હું આ રમતમાં ધૂળિયા ચૂડેલ તરીકે વિખ્યાત છું. છે હિમ્મત? તો કર મુકાબલો."
આ ચૂડેલને હરાવવાનો રસ્તો હું જીનીને પૂછી શકું. સેમ123 વિચારવા માંડયો. અરે આ શું ચિરાગ જ નથી .
"હા ... હા ... હા .... ચિરાગ ? લાગે છે નવો ખેલાડી છે, આ પડાવમાં જીન તો રહેતો જ નથી સાથે તમારા હથિયાર પણ અડધા થઇ જાય છે.હવે સહન કર મારો વાર ..."
સૂચનાઓ ફરીથી ---
"સેમ123, ધૂળિયા ચૂડેલનો પહલો વાર સહન ના કરી શકવાને કારણે તમારી બચેલી 5 છરીઓમાંથી 2 છરી ઓછી થઇ ગઈ છે. સાથે જ આ પડાવ પર કરવાના કુલ સમયમાંથી 2 કલાક ઓછા થઇ ગયા છે."
અંધકુટ ગુફામાં સૂચના --
"એંજલ123, શું લાગ્યું તમે લોકો આ રમતમાં ખૂબ જ માહિર થઇ ગયા છો ? સેમ123 તેની પહેલી કસોટીમાં જ નિષ્ફળ ગયો છે. અને એ સાથે જ આ પડાવ પાર કરવા માટે હવે તમારી પાસે 3 કલાક જ છે."
પડાવ 143 યુદ્વમેદાન --
"આ ધૂળિયા ચૂડેલને હું એમ તો કોઈ હથિયારથી હ
રાવી ન શકું. માટે મારે એની શક્તિ જ ઓછી કરાવી પડશે. પાણી હા પાણી જ જોઈશે. પાણી એના પર ફેંકતા જ તે જમીન પર પટકાઈ જશે. યેસ, નદી પણ અહીં છે જ."
"સેમ123, સરસ તમારી ધૂળિયા ચૂડેલને હરાવાની યુક્તિ સારી હતી. હવે આ નદી પાર કરતા જ તમે એંજલ123 પાસે અંધકુટ ગુફામાં પહોંચી જશો અને તમારું આ લેવલ 143 પણ પાર થઇ જશે ."
"યેસ, એંજલ રાહ જોતી હશે પણ આ નદી પાર તો પુલ જ નથી સમય પણ 2 કલાક જ છે."
"હા ... હા... હા... નદીમાં પાણી, પાણીમાં પથ્થરીયા શેતાન. સેમ123 હવે સહન કર મારો વાર."
"હવે નહીં, મારે આ ઝાડ પાછળ છુપાવું પડશે. નહિ તો વધારે કલાક ઘટી જશે.પણ આને હરાવું કઈ રીતે? તિલસ્માઇ ચક્ર વડે આના ચાર હાથ પગ બાંધી દઉં પછી ઓબ્સિડિઅન છરીથી એને મારી દઉં જેથી એનું પથ્થરરૂપી શરીર તૂટી પાણીમાં પૂલ બની જશે. પણ શીટ યાર આ શું ચાર્જિંગ ખતમ મોબાઈલમાં "
અંધકુટ ગુફામાં --
"એંજલ123, લાગે છે કે તારો પ્રેમી સેમ123 ગેમ છોડી ભાગી ગયો છે. હવે તારા 44 લેવલ ઓછા થઇ જશે.આવું યુગલ?"
"સેમ જતો રહ્યો, હું તો માનતી હતી કે એ ખૂબ સારો છે. હોશિયાર છે. પણ મેં જ વધારે વિચારી લીધું, હું કઈ અસલ જીંદગીમાં એની પત્ની થોડી છું. પણ એનો વર્તાવ તો એટલો જ સારો હતો. તો પછી...?"
"યાર, વિકી ચાર્જર લાવ, હું રીયલમાં એંજલને પ્રેમ કરું છું. ગયા વખતે જયારે અમેરિકાથી અમદાવાદ ગયેલો ત્યારથી."
"યાર, સેમ રમત છે. અહીં તો બંદાઓ અસલ જીંદગીમાં પણ પ્રેમિકાને રિસાવા દે છે.લે ચાર્જર જી લે તેરી જીંદગી!"
"સેમ123, ફરીથી સ્વાગત છે બસ હવે અડધો કલાક બાકી છે. પથ્થરિયા શેતાનને ખતમ કરી આ પડાવ પાર કરો ."
ફરીથી સૂચના --
"સેમ123, તમે આ પડાવનો આખરી શેતાન મારી નાખ્યો છે."
"એંજલ, સોરી મોડું થઇ ગયું. ચિંતા નહિ કર, રમત હોય કે અસલ જીંદગી હું હંમેશા તારો સાથ આપીશ. જો તું તૈયાર હોય. ગમે તેટલી દૂરી હોય જલ્દી આપણે સાથે હોઈશું."
એંજલ123એ એક સ્મિત અને દિલનો સિમ્બોલ મોકલી ગેમમાંથી લોગઓઉટ કરી દીધું."