Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Margi Patel

Romance

5.0  

Margi Patel

Romance

પ્રેમની નવી સફર

પ્રેમની નવી સફર

5 mins
275


હવેથી પાર્થ અને ખુશીના લગ્નને ફક્ત ચારજ મહિના બાકી છે. બન્નેથી હવે રાહ જ નથી દેખાતી. પાર્થને ફરવાનો ખૂબ જ શોખીન. અને સાથે ખુશી ને જમવાનો. બંન્ને એકબીજા વગર રહી ના શકે એટલો પ્રેમ કરતાં. પાર્થ અને ખુશી તેમના લગ્નની ખરીદી માટે બંન્ને સાથે જ ગયા. બંનેએ એકસરખા કપડાં પણ ખરીદ્યાં. બંન્ને એ પોતાના લગ્નની તૈયારી ખૂબ જ કરી. અને બંન્ને લગ્ન ની ખરીદી કરતાં કરતાં ફર્યા પણ ખુબ જ. ખરીદી પુરી થઇને બન્ને ખુશીના ઘરે ગયા. અને થોડીવાર ખુશીના ઘરે બેસીને પાર્થ નીકળી ગયો.


રાતના અગિયાર વાગ્યાં હોય છે. પાર્થનું ઘર ખુશીના ઘરથી એક કલાકનો રસ્તો છે. પાર્થ ત્યાંથી ઘરે પહોંચવામાં પચીસ મિનિટ જ બાકી હોય છે ને એટલામાંજ પાર્થની ગાડીની સામે ફૂલ સ્પીડમાં ટ્રક આવે છે. અને એ ટ્રક સ્પીડમાં જ પાર્થ ની ગાડી સાથે અથડાઈ જાય છે. ને ગાડી ત્યાંજ ચાર થી પાંચ ગોઠામડાં ખાઈને દૂર ફેંકાઈ જાય છે. અને પાર્થને ખુબજ ગંભીર રીતે ઇજા થાય છે.


ખુશી પાર્થના કોલની રાહ જોઈ રહી હોય છે. પણ પાર્થનો ફોન ના આવવાથી ખુશીને પણ થોડું થોડું ટેન્શન થાય છે. ખુશી એ રાતના એક વાગ્યાં સુધી પાર્થના ફોનની રાહ દેખતી હોય છે. ને છેલ્લે થાકીને ખુશી જયારે પાર્થને ફોન કરે છે. પાર્થના ફોનની રીંગ વાગ્યાં જ કરે છે. પણ કોઈ ઉંચકતું જ નથી. ખુશી થોડી વાર પછી ફરીથી પાર્થને ફોન કરે છે. પણ આ વાર પાર્થનો ફોન ઉચકી લે છે. પણ તે પાર્થ નહીં બીજું કોઈ હોય છે. બીજાનો અવાજ સાંભળીને ખુશી અનેક સવાલો પૂછવા લાગી. ત્યારે સામે થી ફક્ત એક જ જવાબ આવે છે કે, "તમે જે પણ હોય એ જલ્દીથી સિટી હોસ્પિટલમાં આવી જાઓ. આ જેનો ફોન છે એ ખુબ જ ગંભીર છે. જલ્દી આવો. "


આટલુ સાંભળતા જ ખુશીના હાથમાંથી ફોન પડી ગયો. અને ખુશી એ જોરથી બુમ પાડી. અને ખુશીની બુમ સાંભળતા જ તેની મમ્મી પપ્પા તરત જ ખુશીના રૂમ માં આવ્યા. ખુશી ખુબ જ રડતી હતી. ખુશી એ રડતાં રડતાં તેની મમ્મીને પાર્થના એક્સીડેન્ટનું કહ્યું. તો બધા તરત જ હોસ્પિટલમાં ગયા. અને રસ્તામાં પાર્થ ના મમ્મી પપ્પાને પણ ફોન કરીને કહ્યું. 


બધા જ હોસ્પિટલમાં પહોંચ્યા. પાર્થની હાલત દેખીને બધાજ હેરાન થઇ ગયા. ડૉક્ટર જોડે વાત થઇ તો પણ ડૉક્ટર પણ જવાબ આપીદીધો હતો કે અમારા હાથમાં કઈ જ નથી. આ સાંભળીને ખુશી ખુબ જ રડી. ડૉક્ટર પાર્થને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા.  પાર્થનું ઓપરેશન છ કલાક ચાલ્યું. ઓપરેશન કરીને ડૉક્ટર બહાર આવ્યા. બધા ડૉક્ટર ની આજુબાજુ ભેગા થઈને પૂછવા લાગ્યા પાર્થ વિશે. પણ ડૉક્ટરએ સાફ શબ્દોમાં કહી દીધું કે, "પાર્થ નો જીવ તો બચાવી લીધો છે. પણ પાર્થ પેરેલાઈઝ થઇ ગયો છે. પાર્થ તેના જીવનમાં તેના હાથપગથી કામ કરી નહીં શકે. બીજું હવે જ્યારે પાર્થને ભાન આવે એટલે ખબર પડે કે બીજી કોઈ તકલીફ તો નથી ને." બધા પર આભ તૂટી પડ્યું. ખુશીને સાચવવી બહું જ અઘરી પડતી હતી. ખુશીએ તો રડી રડી ને તેની પણ તબિયત બગાડી દીધી.


ચારકલાક પછી પાર્થને ભાન આવે છે. પાર્થને ભાન આવવાની સાથે જ પાર્થે ખુશીનું નામ સૌથી પહેલા લીધું. ખુશી પાર્થના જોડે ગઈ. અને પાર્થ ખુશી ને કેહવા લાગ્યો કે, " ચાલ ગાંડી, કેમ રડે છે ? મને કઈ નથી થયું. અરે થોડા દિવસમાં તો હું પહેલા જેવોજ ચાલતો થઇ જઈશ. હજી તો આપણે તારી ફેવરેટ ડીશ ખાવાની બાકી છે. એક વાર મને ઉભો થઇ જવા દે. પછી લઇ જાઉં તને. અને હવે તો આપણા લગ્ન પણ નજીક આવ્યા. હું તારો પીછો તો નથી જ છોડવાનો. તું ધારીશ તો પણ નઈ." આટલુ સાંભળતાની સાથે જ ખુશીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. ને તે રોકી જ ના શકી પોતાને. પછી બધા એક પછી એક પાર્થને મળવા જાય. અને પાર્થ બધાને તેના લગ્નની જ વાતો કરતો.


થોડા દિવસ પછી ડૉક્ટરે પાર્થને રાજા આપી દીધી. પાર્થ ઘરે જવા માટે ઉભો થવાની કોશિશ કરે પણ તે ઉભો જ ના થઇ શકે. હાથેથી ગ્લાસ પકડવાની કોશિશ કરે પણ હાથની આંગળીઓ જ ના વળે. પાર્થ એની આવી હાલત દેખીને ખુબ જ જોરથી બુમ પાડી. પાર્થ આવી હાલત દેખી જ ના શક્યો. પાર્થ સદમામાં જતો રહ્યો. પાર્થને થોડીવાર પછી ડૉક્ટરે તેની પાસે ગયા. અને પાર્થને સમજ્વ્યો અને તેની પરિસ્થિતિથી વાકેફ કરાવ્યો.


હોસ્પિટલમાંથી રાજા લઈને પાર્થ ઘરે ગયો. પાર્થ ઘરે જઈને પણ કોઈજ બોલ્યો નહીં. અને બસ તેની મમ્મીને એટલું જ કહ્યું કે, "મમ્મી કાલે ખુશીને બોલાવજે. મારે વાત કરવી છે તેના જોડે. " ખુશી બીજા દિવસે આવી. પાર્થને દેખીને રડી પડી. પાર્થે ખુશીને રડતી બંધ કરીને કહ્યું કે, "જો ખુશી, હવે હું જીવનભર આવી જ રીતે રહેવાનો છું. તું પણ હજી નાની છે. તું હવે મને ભૂલી જા. આપણા લગ્નને ભૂલી જા. અને આજથી તારા જીવનની નવી શરૂઆત કર. મારા સાથે આવી હાલતમાં ના રહેવાય તારે. " આટલુ સાંભળતા જ ખુશી રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. પાર્થ ખુશીને બૂમો પડતો રહ્યો. છતાં ખુશી દોડતી ચાલી ગઈ.


ત્રણમહિના વીતી ગયા. પાર્થની હાલતમાં કોઈ જ સુધાર નથી આવતો. પાર્થ ખુશીને ખુબ જ યાદ કરે છે. પણ તેની લાચારીના લીધે ખુશીથી અલગ રહેવું પડે છે. ખુશી જોડે વાત કરવાની ઈચ્છા થાય તો પણ પાર્થ નથી કરતો. જેથી ખુશીનું મનોબળ નબળું ના થઇ જાય. બસ આવી જ રીતે સમય નીકળતો જાય છે. પાર્થની નજર આજે કેલેન્ડર માંથી હટતી જ નથી. કેમ કે, આજેજ પાર્થ અને ખુશી લગ્નગ્રંથીમાં જોડાવાનું હતા. પાર્થ ખુબ જ રડે છે. પોતની જાતને નફરત કરે છે. ને સાથે સાથે ખુશી ને ખુબ જ યાદ પણ કરે છે.


રાતના સાત વાગ્યાં હોય છે. એટલામાં નીચે લગ્નના ઢોલ નગારાનો અવાજ આવવા લાગે છે. પાર્થ અવાજને ઇગ્નોર કરીને સુઈ જાય છે. દસ મિનિટ પછી પાર્થના રૂમમાં અવાજ આવે છે. "એ પાર્થ ચાલ ઉઠ. શું હજી સુયા કરે છે ? જો તને લેવા કોણ આવ્યું છે ?"  પાર્થ આંખ ખોલીને દેખે છે તો, સામે સુંદર એવા લાલ રંગના જોડા માં, જાણે અપ્સરા નીચે આવી હોય તેવી ખુશી તૈયાર થઈને ઉભી હતી. અને મુખ પર ખુબ જ મોટી મુસ્કાન સાથે. ને કહે, " દેખ તું ના આવ્યો તો હું આવી ગઈ. આ જનમમાં તો હું તારો પીછો નથી જ છોડવાની. તારે છૂટવું હશે તો પણ નઈ. "


પાર્થ બોલવાજ જતો હતો કે તરત જ ખુશી તેની બાજુમાં આવી ને બોલી, "જો પાર્થ મારે કંઈજ નથી સંભાળવું તારું. પણ તું મરી વાત સાંભળ. તું તારી જ છું. તારી હતી, ને હંમેશા તારી જ રહીશ. હું તારા વગર જીવી ના શકું. અને આપણો પ્રેમ કોઈનો મોહતાજ નથી કે તેને કોઈની જરૂર પડે. હું તારા માટે કાફી છું. અને તું મારા માટે. આપણો પ્રેમ અંતરનો છે. આત્માનો છે. રૂહનો છે. સન્માનનો છે. અધિકારીનો છે. હકનો છે. શરીરનો નથી."


પાર્થ હજી બીજું કઈ પણ બોલે એના પહેલા જ ખુશી બોલી કે, "ચાલ હો હવે, મારે તારી સાથે લગ્ન કરવા છે. હવે રાહ નથી દેખતી. જલ્દી કર."


આટલું કહેતાની સાથે જ પાર્થ હસી પડ્યો. અને તેને લગ્ન કરવાની હા પણ પાડી દીધી. બન્ને આજે લગ્ન કરીને ખુબ જ ખુશ છે. ખુશીના મુખ પર એક સિકંજ પણ નથી આવતી પાર્થની આવી હાલત હોવા છતાં તેની સાથે લગ્ન કર્યાં તેમાં. આજે બન્ને એ લગ્ન જીવનની નવી શરૂઆત કરી. ને બન્ને એકબીજા માટે જ બનેલા છે. તેવું તેમને સાબિતી પણ કર્યું.


Rate this content
Log in

More gujarati story from Margi Patel

Similar gujarati story from Romance