Ishita Raithatha

Crime Others

4  

Ishita Raithatha

Crime Others

પ્રેમમાં વિશ્વાસ હોવો જરૂરી છે

પ્રેમમાં વિશ્વાસ હોવો જરૂરી છે

5 mins
306


ગુજરાત રાજ્યમાં આવેલું ધરમપુર નામનું એક નાનકડું ગામ. ત્યાંના લોકો એજ પરિવાર હોય તેમ મળીને રહેતા હતા. ગામમાં કોઈ એક ને દુઃખ આવે તો તે દુઃખ આખા ગામનું થઈ જતું અને ખુશી આવે તો તે પણ આખા ગામની થઈ જતી. ધરમપુરમાં ભગવાનજીભાઈ રહેતા હતા, ખુબજ સરળ સ્વભાવ, હંમેશા બીજાને મદદ કરવા તૈયાર, પોતાના ખર્ચે ગામના ઘણા છોકરાવ ને ભણાવીને મોટા ઓફિસર બનાવ્યા, ભગવાનજીભાઈનો ગામના લોકો પ્રત્યે અને ગામના લોકોનો તેમના પ્રત્યે પ્રેમ જે હતો તે અવર્ણનીય હતો.

ભગવાનજીભાઈ ને એક પુત્ર હતો જેનું નામ હતું કરન. કરનને મુંબઈ જઈને કલાકાર બનવું હતું. ભગવાનજીભાઈને આ વાત માન્ય નહોતી. પરંતુ કરન ગામના લોકોનો લાડકો હતો માટે કરનની ખુશી માટે બધાએ ભેગા થઈને ભગવાનજીભાઈને મનાવી લીધા. કરનનો મુંબઈ જવાનો સમય નજીક હતો, બધા લોકો ખુશ હતા પરંતુ પ્રિયા થોડી ખુશ નહોતી. પ્રિયા, કરનની મંગેતર હતી. કરન આટલા મોટા શહેરમાં જશે અને એ પણ એકલો કોઈની ઓળખાણ વગર, માટે પ્રિયા ખૂબ ચિંતિત હતી.

પ્રિયા ધરમપુર ગામમાં રહેતા અતુલભાઈની દીકરી હતી. અતુલ ભાઈ વકીલ હતા. માટે પ્રિયા પાસે વકીલની ડિગ્રી નહોતી છતાંપણ આવડત અને બુદ્ધિ તો વકીલ જેવાજ હતા. કરનને મુંબઈ જવાનું હતું તેની આગલી સાંજે કરન અને પ્રિયા મહાદેવના મંદિરની બહાર મળ્યા હતા.

કરન : " પ્રિયા, તું ચિંતા ના કરતી હું મુંબઈ જઈને ખૂબ મહેનત કરીશ અને ટૂંક સમયમાં જ સફળ હીરો બની જઈશ, પછી તારી સાથે લગ્ન કરીને તમને બધાને મુંબઈ લઈ જઈશ."

પ્રિયા : " મને તમારી આવડત પર પૂરેપૂરો વિશ્વાસ છે, પરંતુ મુંબઈ ગામ, બહુ મોટું છે અને તમારે કોઈની ઓળખાણ નથી."

કરન : " હા, તો શું થયું? સફળ થવા મુશ્કેલીનો સામનો તો કરવો જ પડે. તોજ સફળતા મળે."

પ્રિય : " સારું, પણ મને વચન આપ કે તું જલ્દી આવીશ."

કરન : " હા સારું, હું તને વચન આપું છું કે, હું જલ્દી સફળ થઈને આવીશ. તું મારા પ્રેમ અને મારા પર વિશ્વાસ રાખજે."

પ્રિયા : " પ્રેમમાં વિશ્વાસ હોવો જરૂરી છે, અને મને તારા પર મારાથી પણ વધુ વિશ્વાસ છે. તું તારે આરામથી જા, હું અહીં બધાનું ધ્યાન રાખીશ."

 બંને જણા ઘરે જાય છે અને બીજે દિવસે સવારે નીકળવાનું હોય છે, ઘરે બધા ગામના લોકો ભેગા થયા હોય છે અને બધાની આંખોમાં લાગણીસભર આસુડા પણ હતા, પરંતુ કરન એ બધાને વિશ્વાસ આપ્યો કે હું જલ્દી આવીશ અને એ પણ સફળ થઈને. બીજે દિવસે બધા કરનને સ્ટેશન પર મૂકવા જાય છે.

 મુંબઈ પહોંચીને કરન ને ઘર, નોકરી બધું ગોતવામાં દસ દિવસ લાગે છે, ત્યાં સુધી કરન એક ગેસ્ટહાઉસમાં રહેતો હતો. સાથેસાથે કરન ને ખબર પડે છે કે, એક મહિના પછી એક મૂવી માટે એડીશન થવાના છે, કરન તપાસ કરીને તેનું ફોર્મ લઈ આવ્યો અને ખૂબ મહેનત કરવા લાગ્યો. આ બાજુ ઘરે ભગવાનજી ભાઈ, પ્રિયા અને ઘરના બીજા લોકોને કરન વગર રહેવાની આદત નહોતી માટે ક્યાંય ચિત્ત ચોંટતું નહોતું.

સમય વીતતો ગયો અને એડીશનનો દિવસ આવ્યો, કરન પહોંચી પણ ગયો હતો, અને ઘણીવાર રાહ જોયા પછી તેને વારો આવ્યો, કરન ખૂબ સારો કલાકાર હતો, માટે એક પછી એક સ્ટેજ પસાર કરતો કરતો ટોપ 30 માં પહોંચ્યો પરંતુ ત્યાંથી આગળ ના વધી શક્યો. પરંતુ કરન હાર માને એમ નહતો, ત્યાં ઓડિશન માં તેની મુલાકાત એક અજીતભાઈ સાથે થઈ હતી.

અજીતભાઈ ત્યાં એડીશન માં મેજમેન્ટ માં કામ કરતા હતા અને તેમની ઘણા બધા ડિરેક્ટર સાથે ઓળખાણ પણ હતી. માટે કરન ને થયું કે અજીતભાઈની મદદ વડે આગળ વધી શકશે. કરન અજીત ભાઈને ત્યાં નોકરી કરવા લાગ્યો અને આવા નાના મોટા ઓડિશન હોય કે કમ્પિટેશન હોય બને સાથે કામ કરતા, ઘણા ઓછા સમયમાં બંને સારા મિત્રો પણ બની ગયા હતા.

 એક દિવસ અજિતભાઈને બહુ કામ હતું અને એક જગ્યા પર પાર્સલ લેવાનું હતું અને તે પાર્સલ એક હોટેલ માં આપવાનું હતું. તો અજીતભાઈના કહેવાથી કરન ગયો અને તે પાર્સલ લઈને હોટેલ પર પહોંચી પણ ગયો અને જેમને આપવાનું હતું તે હજુ આવ્યા નહોતા તો તે દરમિયાન પ્રિયાનો ફોન આવ્યા બને વાતો કરતા હતા એટલામાં ત્યાં પોલીસ આવે છે. કરન આવનારી આફતથી અજાણ હતો. તે પ્રિયાને પછી ફોન કરવા કહે છે.

 પોલીસે હોટેલમાં અંદર આવવાના અને બહાર જવાના બધા રસ્તા બંધ કરી દીધા હતા, અને બધા લોકોના બેગ ચેક કરતા હતા. કરન ત્યાં આંટા મારતો હતો કે શું થયું છે અને આ બધું શું છે ? ત્યાં તો એક પોલીસ કરન પાસે આવ્યા અને તેને બેગ આપવા કહ્યું. પોલીસને તેને બેગમાંથી પાર્સલ મળે છે, તેને વિશે કરનને પૂછે છે પરંતુ કંઈ કહેતો નથી. પોલીસ તે પાર્સલ ખોલે છે તો તેમાંથી ડ્રગ્સ નીકળે છે.

 કરનને કંઈ સમજાતું નથી તે તરત અજીતભાઈને ફોન કરે છે પરંતુ તેનો ફોન બંધ આવે છે. કરન પોલીસને ઘણું સમજાવે છે કે,"આ પાર્સલ તેનું નથી, પરંતુ અજીતભાઈનું છે અને આની અંદર શું હતું તેની પણ પોતાને કંઈ ખબર નહોતી." પરંતુ પોલીસ માનતા નથી અને કરન ને જેલમાં પુરે છે અને તેને પર કેસ પણ થાય છે. કરન ને કંઈ સમજાતું નથી, ત્યાં તેનો ફોન પણ પોલીસ પાસે જ હોય છે, તે ફોન પર પ્રિયા ના ઘડી ફોન આવતા હતા, માટે એક પોલીસ ઓફિસરે ફોન ઉપાડીને કહ્યું કે કરન અત્યારે જેલમાં છે અને તે ડ્રગ્સ સાથે પકડાયો છે. આટલું કહીને ફોન મૂકી દીધો.

આ બધું સાંભળીને પ્રિયાના પગ નીચેથી જમીન ખસી ગઈ. પ્રિયાને કરન વિશ્વાસ ખૂબ હતો માટે પોતાના પિતાને વાત કરી અને કરનના મિત્રોને વાત કરી. બધા લોકો પોતાનો કામધંધો મૂકીને કરનને બચાવવા મુંબઈ પહોંચી ગયા. અને આ બાજુ ગામના લોકોએ ભગવાનજીભાઈને આ વાતની કંઈ ખબર પડવા નહોતી દીધી. ગામના લોકો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ એકબીજા માટે અવર્ણનીય હતો તે આ વાત પરથી સમજી શકાય છે.

પ્રિયા બધા સાથે પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાં ઘણી આજીજી કરવા છતાંપણ કોઈ કરનને મળવા નથી દેતું. પ્રિયાના પિતા અશોકભાઈ વકીલ હતા માટે કરનનો કેસ લડવા તૈયાર થાય છે. આજસુધી ક્યારેય પણ આવો કેસ લડ્યા નહોતા પરંતુ કરનને બચાવવાનો હતો માટે કંઈપણ કરવા તૈયાર હતા. પોલીસ પાસેથી કરનની ફાઈલ મળે છે. અશોકભાઈ અને પ્રિયા અને બીજા કરનના મિત્રો ફાઈલ જોવે છે અને અશોકભાઈને કરનને મળવા માટે પાંચ મિનિટનો સમય મળે છે.

કરન અશોકભાઈને પાંચ મિનિટમાં ઘણું બધું કહે છે, અને અજીતભાઈ કઈકઈ જગા પર મળશે તે પણ કહ્યું.

કરન : " અજીતભાઈએ મને ફસાવ્યો છે. અને મે પાર્સલ જ્યાંથી લીધું હતું તેનું સરનામું આ ચિઠ્ઠીમાં છે."

અશોકભાઈ : " બેટા તું ચિંતા ના કર આપણે બધા મળીને આ મુશ્કેલીમાંથી બહાર નીકળી જશું."

આજકાલ ના જમાનામાં કોઈને પોતાના માટે પણ ટાઈમ નથી ત્યારે, ધરમપુરના લોકો પોતાની બચતના રૂપિયા લઈને પોતાનો કંઈ વિચાર કર્યા વગર કરનને બચાવવા પહોંચી ગયા. અશોકભાઈ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા હતા ત્યારે ત્યાં એક ઓફિસર તેમને ઓળખી ગયો, તે પણ ધરમપુરનો જ હતો. અશોકભાઈ તેને જોઈને ખુશ થઈ ગયા. તેનું નામ રાકેશ હતું અને ભગવાનજીભાઈએ જ તેમને ભણાવ્યો હતો.

 અશોકભાઈએ રાકેશને બધી વાત કરી પછી રાકેશ અને તેની ટીમ અને પ્રિયા અને કરનના મિત્રો, અશોક ભાઈ બધા લોકો અજીતભાઈને શોધવા લાગ્યા અને તેની સાથે ધંધામાં સંકળાયેલા લોકોને પણ પકડીને પૂછપરછ કરવા લાગ્યા, આખરે એક અઠવાડિયા પછી અજીતભાઈ રાકેશને મળી ગયા અને ત્યારે અજીતભાઈના બીજા કાળા ધંધાની પણ ખબર પડી, અને બધાએ મળીને નિર્દોષ કરનને છોડાવી લીધો. અને અજીતભાઈને આજીવન કેદની સજા મળી.


Rate this content
Log in

Similar gujarati story from Crime