Nayana Charaniya

Tragedy Thriller

3  

Nayana Charaniya

Tragedy Thriller

પ્રેમમાં પીડા !

પ્રેમમાં પીડા !

2 mins
294


" મા, આ લાલ રંગ ને આ ગુલાલ ને આ કંકુવાળા હાથ આ હંધુય જાણે હારા હકુન અને આનંદ માટે પણ કંઈક કેમ એવું લાગે હે ક્યાંક તો ઈ દુઃખી થવાનું કારણ પણ બની જાય હે ! "

  મહેંદી ભર્યા હાથ સામે જોતા મીના એની માને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. ક્યાંક દૂર ખોવાઈ ગઈ હતી વિચારોના વૃંદાવનમાં ! જ્યાં ક્યાંક ફૂલો હતાં તો ક્યાંક ફૂલો સાથે કાંટા પણ હતાં. ક્યાંક ખીલતી વસંત તો ક્યાંક પાનખર પણ હતી. એના આ પ્રશ્ન સામે એની દાદી બોલી,

" અલી મીનુડી, આ લાલ રંગ સાથે જ તો આપણું જીવન સંકળાયેલું છે ! તું જન્મી એ ટાણે પણ તું લાલ રંગ લોઈથી લથબથ હતી, તારું નામ આલ્યું ત્યારેય તુને કંકુનો ચાંલ્લો કરેલ હતો, તું જિએ પેલી વાર આ લૂગડે આવતી થી'ઈ તૈયે પણ લોઈનો લાલ રંગ જોઈ ડરી ગી ! પણ આ તો શકુંન કે'વાઈ એ પછી આ ગુલાલ ઊડ્યા ને તારે માંડવે લગ્ન લેવાયાં ને આ લાલ હાથ કરિયા, મેંદી મૂકાવી તો વડી તારા હાહરે જી ત્યાં લાલ કંકુના પગલાં પાડયાં. 

" પણ બા, આ દરેક વખતે લાલ રંગ ને આ ઊડતો ગુલાલ ક્યાંક પીડા આલી ગયો છે..." 

"અર... ભૂંડી આ શું બોલી તે તું ? " 

" હા, બા હાસુ જ કવ શું ! આ જનમી ઈ દી મા કેવી પીડામાં કણસી હઈશે ! આ માસે વહેતું લોઈ કેવી પીડા દેહે ! ને માથેથી આભડછેટ લાગે ઈમ દૂર રે'વાનું હંધયથી ! આ હાથે મૂકેલ મેંદી ને ઊડતા ગુલાલ પણ આ ઘેર મૂકી બીજે હાલતાં થવાની પીડા દેહ કિમ ખમતો હોય ઈતો જાણો જ હો !" તોય પાછું ઈ છે તો હકુન જ ! 

" ઈમ ન વચાર્યે મિનુડી, આપણે તો જન્મ પણ રક્તમાં ને મરણ પણ એમાં જ ! હું ચતાએ ચડુને તઈએ પણ એક જ અભરખો લાલ રંગનો ઘરસોડો પેરીને નિહળું ! ઈમની પેલા ....


Rate this content
Log in

Similar gujarati story from Tragedy