પ્રેમી મેહુલિયો
પ્રેમી મેહુલિયો
વરસાદની મોસમમાં વિણા ભીનાં કપડાં સાથે સ્મિત પાથરે છે, આરવ પૂછે છે :"કેમ ! તું હસે છે ? "
વિણા :" મને જીવનની દરેક ક્ષણ તારી સાથે જીવવી ગમે છે ! હું શું કરી રહી છું એની મને ખબર નથી !"
આરવ : "પોતે પણ મનોમન વીણાને પસંદ કરતો હતો ! " આરવે કહ્યું :ચાલ આ વરસાદમાં તને હું પ્રેમથી ભીંજવી દઉં અને લાગણીઓમાં થરથર ધ્રુજાવી દઉં !
વીણા : "પોતાની જાત પર કંટ્રોલ કરી ન શકી કારણ એ તો આરવને બહુ વર્ષથી પ્રેમ કરે છે ! "
વીણા મનોમન આરવ મારે તને કહેવું છે પણ આ દિલની ધડકને કંઈ રીતે સમજાવું હું ડરું છું તને કહેતાં એવાં વિચારોમાં વીણા જરાક આરવની નજીક ગઈ ! વરસાદી માહોલ હતો જ ઝરમર ઝરમર મહેલીયો વરસતો હતો !
વરસાદી મોસમ અને બે પ્રેમી પંખીડા હોય સાથે એટલે આખુંય જગત બળતરામાં ફરતું હોય ! ખરેખર.....?
આરવ: "વીણા તું મારી સાથે જીવન જીવવા માંગીશ ? હું તને બહુ પ્રેમ કરું છું "
વીણા: "હરખના આંસુ સાથે હા ! આરવ હું પણ તને પ્રેમ કરું છું !
આરવ:" ખુશ થાય છે બહુ ! "
સરસ મજાનાં રમણીય વાતાવરણમાં પ્રેમીપંખીડાં ઊડવા લાગ્યાં,
આરવે અચાનક જ હાથ પકડ્યો વીણાનો !
વીણા ખૂબ જ ડરતી ગઈ.
આરવ : "ડિયર તું કેમ એટલી બધી ડરે છે? "
વીણા : "બસ ! એમજ."
આરવ : "ઓહ ! એવું છે એમ ને."
વીણા: "સાવ ચુપ હતી."
પરંતુ ધીમે ધીમે વરસાદી માહોલ બંને એકબીજાની નજીક વધારે આવી ગયાં અને પ્રેમમાં ગળાડૂબ થઈ જાય છે.
વરસાદ પણ પ્રેમી પંખીડાને જોઈને એનો પ્રવાહ વધારતો જાય એવું લાગે છે.
વરસાદનો પ્રારંભ થતાં પ્રેમીઓના હૈયે થનગનાટ શરૂ થઈ જાય, યુવાનોના મન નાચવા લાગે છે.
એક ગીત યાદ આવી ગયું : આજ મોસમ બડા બેઈમાન હૈ !
ખરેખર પ્રેમ અને વરસાદી મોસમની એક સરખી દશા છે. વરસાદ વરસે ત્યારે બહું મજા આવે છે દિલ ઝુમી ઉઠે છે પણ જયારે વરસાદ સાથે વાવાઝોડું આવે તો બધું વેરવિખેર કરી દે છે એવું જ કયાંક પ્રેમનું છે પ્રેમીપંખીડાં સાથે હોય ત્યારે એકદમ રોમેન્ટિક માહોલ સર્જાય છે પણ જયારે દુનિયા સામે આવે એટલે બન્નેનું મિલન કયારે વિયોગમાં ફેરવાઇ જાય ખબર જ નથી પડતી !
