જીવન એક સંઘર્ષ
જીવન એક સંઘર્ષ
એક વ્યક્તિ પોતાનું જીવન સફળ બનાવવા માંગતો હોય છે, પણ અમુક પરિસ્થિતિ અને પરિવારની મુશ્કેલી માણસને મજબૂર કરી દેતી હોય છે, આવડત તો છે પણ ક્યારેક નસીબ સાથ નથી આપતું. અત્યારે કોમ્પિટિશન ખૂબ જ વધી ગઈ છે એટલે સંઘર્ષ તો કરવો જ પડે, આજનાં સમયમાં ફેસીલીટી એટલી બધી ગઈ છે કે લોકોના માટે પૈસા મહત્વના બની ગયા છે જોબ મેળવવી ખૂબ અઘરી વાત થઈ ગઈ છે.જ્યાં પૈસા વધારે મળતા હોય ત્યાં હરીફાઈ પણ બહુ હોય છે અને ઓછી સેલેરીમાં વધારે કલાકોમાં કામ કરાવે છે અને લોકો કરે પણ છે આ એક વ્યક્તિનો સંઘર્ષ જ છે 'હું આને પણ સંઘર્ષ માનું છું' કારણ લોકો પોતાના પરિવારને સુખી કરવા અને જરૂરિયાત પુરા કરવા માટે દિવસ-રાત મહેનત કરે છે.
દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક કળાઓ છુપાયેલી હોય છે ભલે એમાં સંઘર્ષ થાય પણ એ કળાને બહાર લાવવાનો પ્રયત્ન અચૂક કરવો જોઈએ જિંદગી સંઘર્ષ વાળી હશે તો જ તમને જીવવાની મજા આવશે.
મારી પહેલી નોકરી ૬ થી ૧૪ વર્ષના બાળકો ને ભણાવવાની હતી. ગુજરાત સરકારનો કરાર હતો કે પછાત બાળકોને સ્કૂલમાં અભ્યાસ માટે મોકલવા. બહુ અઘરું કામ હતું એક તો પછાત વિસ્તારમાં જવું એ જ બહુ અઘરું હતું અને એ લોકોને સમજાવા કંઈ રીતે ? એક તો એ સમજે જ નહીં પરંતુ હિમંત હાર્યા વગર એ કાર્ય શરૂ કર્યું. પહેલા દિવસે માત્ર એક જ બાળક એ પણ જેમનું ઘર હતું તેનું જ બાળક બહુ દુઃખની વાત હતી મારા માટે અને દેશ માટે પણ ! એ દિવસએ એક બાળકને લઇને હું આખાં વિસ્તારમાં ફરી બધા વાલીઓને સમજાવ્યા કે બાળકને અભ્યાસ કરવા મોકલો, જો એનું ભવિષ્ય સારું બનશે તેમ જે પરિસ્થિતિ જોઈ છે તે એને ન જોવી પડે. પણ ન સમજ્યાં અને મારું પણ અપમાન કર્યું કે તમે પૈસાદાર છો તમને આવું બધું ચાલે તમને ભણાવવાના પૈસા મળે એટલે તમે આવો છો. અમે બાળકને ભણાવીએ તો મંજુરી કોણ કરે ઘરનું ગુજરાન કેમ ચાલે!! જાવ અહીંથી બીજી વખત અહીં ન આવતા.. ખાલી વિચારો કે કેવી ભાષામાં કહ્યું હશે ? બહું કડક શબ્દ પ્રયોગ હતો .
મને પગારની ચિંતા ન હતી બાળકો ભણે એની જ ચિંતા હતી ખાલી તમે પગાર સાંભળશો ને તો પણ દુઃખ લાગશે
ઓહો ! એટલો જ પગાર ? પગાર માત્ર 600 રૂપિયા હતો અને એ મારો પહેલો પગાર હતો. એમ 600 રૂપિયા મેળવીને પણ ખૂબ આનંદ રહેતો. તેમાંથી બાળકોને હું ઘણું બધું લઈ પણ દેતી આખરે નાની એવી પણ જીત થઈ અને 15 થી 20 બાળકોને વાંચતા લખતા શીખવાડયું અને બાળકોનો ગવર્મેન્ટ સ્કૂલમાં એડમીશન પણ કરાવ્યું.
ત્યારબાદ મારા બીજા સંઘર્ષની વાત કહું તો ખૂબ અઘરો સંઘર્ષ કર્યો છે. એક સ્ત્રી તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવું અઘરું કામ હતું કદાચ બધાને સહેલું લાગતું હશે પણ મને તો આ બહુ અઘરું લાગે છે. કારણ આ નોકરીમાં કોઈ સમય તમારો ફિક્સ હોતો નથી સાથે સાથે પરિવારનું પણ ધ્યાન રાખવાનું હોય છે. અને જો કોઈ સ્ત્રીને બાળક હોય તો તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એટલે પોલીસની નોકરી ખૂબ સંઘર્ષવાળી છે. અત્યારની જ વાત કરીએ તો ઈલેક્શન આવે છે તો નોકરી રહેવાની સાથે રજાઓ પણ બંધ થઈ જાય છે ઘરનાં પ્રસંગો પણ નથી સચવાતા ! વિચારી કરો કે પરિવારને કઈ રીતે સમય આપી શકીએ ?તો પણ બધી જ સ્ત્રીઓ નોકરી કરે છે અને થોડો એવો સમય પરિવારને પણ આપે છે અને ઘરનું બધું જ કામ જાતે કરે છે, એ વાતનો મને ખૂબ જ ગર્વ છે કે એક સ્ત્રી તરીકે "હું શક્તિશાળી છું" આનાથી મોટો સંઘર્ષ તમારા માટે બીજો કોઈ ન હોઈ શકે.
અમુક એવી પણ સ્ત્રીઓ હોય છે કે જે પરિવારથી દૂર રહીને પણ આ નોકરી કરે છે એ વાતનું પણ ગર્વ છે જિંદગી રેડિયો જેવી હોવી જોઈએ નેક્સ્ટ શું આવવાનું છે એની આપણને ખબર નથી તો પણ આપણે રેડિયોનો આનંદ ખુબ સરસ રીતે માનીએ છીએ, હાલના સમયમાં રેડિયોનો ઉપયોગ થતો નથી પણ જિંદગી રેડીયોની જેમ જ જીવવાની મજા આવશે બાકી અત્યારે ન્યુ વર્ઝન તો ઘણા મળશે રેડિયો જેવી મજા નહી આવે.
૬૦૦ થી લઇને ને આજે ઊંચા પગારની નોકરી કરવાનો આનંદ આવે છે કેમ કે કોઈપણ છોડ નાનો હોય ત્યારે છાંયો નથી આપતો પણ એની સારસંભાળ લઇએ તો એ મોટું થઈને છાંયો જરૂર આપે છે. એટલે કયારેય નાની વસ્તુઓથી ગભરાવું કે શરમાવું ન જોઈએ, આવું વિચારશુ તો જ જીવનનો સંઘર્ષ સહેલો લાગશે બાકી ઊંચા સ્વપ્નાં તો બધાં ના હોય છે પણ શરૂઆત નાના કાર્યથી જ થાય છે.
