Vibhuti Mehta

Inspirational

3  

Vibhuti Mehta

Inspirational

પ્રેમનો ઝગડો

પ્રેમનો ઝગડો

2 mins
193


સંબંધો અનેક પ્રકારના હોય છે, અમુક સંબંધો જ વ્યક્ત કરી શકાય છે.. સબંધનો બીજો અર્થ સમાજ, સંસ્કાર અને સમયનું બંધન એવો પણ થાય છે. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ એટલે થોડો ઝગડો અને બહું બધો પ્રેમ હોય છે. દરેક દામ્પત્યજીવનમાં કયારેય ઝગડો તો કયારેય પ્રેમ હોય છે. 

પ્રેમ અને ઝગડો સંબંધોનો તાલમેલ બનાવી રાખે પણ જો એ ઝગડો કે ગુસ્સો પ્રેમનો હોય તો કોપાયમાન થયેલો ગુસ્સો લગભગ બધા જ સંબંધોને વેરવિખેર કરી દે છે, બધાને ખબર જ હશે કે આવું બને છે ! સંબંધોને સાચવવા ખૂબ મુશ્કેલ છે જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમના પાયા ઉપર કુટુંબનું બાંધકામ મજબૂત બને છે અને ગુસ્સાના પાયા ઉપર કુટુંબનું બાંધકામ નબળું પડતું જાય છે, સાહેબ ! સંબંધ અનેક પ્રકારના નુસખા બતાવે છે' જો‌ સંબંધ નિભાવો તો 'મધ' જેવાં અને ન નિભાવો તો 'સુદર્શન' જેવા." ક્યારેક મધ પણ ખાવું જોઈએ, ક્યારેક સુદર્શન પણ લેવું જોઈએ. બન્નેનું સમતોલ જરુરી છે. દુનિયા એવી છે કે અતિશય મધ જેવા થાઉં તો ચાટી જશે અને સુદર્શન જેવા થશો તો થુંકી નાખશે. એટલે સંબંધનું સમતોલન જાળવવું જરૂરી છે.

તો કયારેય ગુસ્સો તો કયારેય પ્રેમ પણ જરૂરી છે, જયારે પતિ પત્ની વચ્ચે ઝગડો થાય ત્યારે કદાચ શબ્દ અચુક આવતો હોય છે શરુઆત જ ત્યાંથી થાય

પત્ની: "કદાચ તું મને સમજતો હોત તો મારી આ દશા ન હોત !"

આ દામ્પત્યની ચળવળનો પહેલો ભાગ (મને બહુ હસવું આવે છે)

પતિ: "કદાચ તું પણ મને ન મળી હોત તો સારું હતું મારી પાછળ તો લાઈન હતી !"

પત્ની : "તો લઈ આવતી ને, કોણ આપે તમને તારા ઘરમાં મારી સિવાય કોઈ ટકે જ નહીં! અને કદાચ તમે સ્ત્રી હોત તો મને સમજી શક્યા હોત !

પતિ:"કદાચ તું પણ પુરુષ હોત તો મને સમજી શકી હોત."

કદાચ કદાચમા બે વ્યક્તિ આખી જીંદગી જીવી રહ્યાં છે. આજ કદાચનો પ્રેમ હશે ? કાં તો કદાચની કોઈ પ્રેરણા હશે ? આમ જ બે વ્યક્તિ વચ્ચેનો વિશ્વાસ કદાચમાં હોય શકે છે ? આ પ્રેમનો ઝગડો કદાચથી શરૂ થાય અને કદાચમાં પુર્ણ થાય છે.

આવા કદાચનો ઝગડો પણ હોય છે. આવો નાનકડો ઝગડો થયા પછી બન્ને બેડરૂમમાં એક બેડ પર સુવે તો છે પણ દિશાઓ અલગ અલગ હોય છે !

સવાર પડતાં જ એકબીજાને બોલાવતા નથી થોડીવાર પુરતી ફરી બન્ને બ્રશ કરતાં કરતાં એકબીજાને ગુડમોર્નિંગનો ટહુકો કરે છે ! ને એક ગુડમોર્નિંગના શબ્દથી જ રાતના ઝગડાનો અંત આવી જાય છે, નવી સવાર સાથે ફરી પ્રેમનો સુર્યોદય થાય છે અને બન્ને હસતાં હસતાં વાતો કરતાં કરતાં સવારનો ચા-નાસ્તો સાથે કરે છે અને પોત પોતાના કામ પર જતાં રહે છે.

ખરેખર જો આવું જ થતું હોય તો એ દામ્પત્યજીવન ખૂબ સુખી અને જીવવા લાયક હોય છે એવું હું માનું છું 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational