STORYMIRROR

Vibhuti Mehta

Romance Fantasy Inspirational

3  

Vibhuti Mehta

Romance Fantasy Inspirational

ચોકલેટ લવ

ચોકલેટ લવ

2 mins
160

કોઈ ને કોઈ નિમિત્તે આપણે સ્વિટતો ખાવાનું જ હોય છે પછી એ તહેવાર, બર્થડે, એનીવર્સરી કે પછી કોઈ ખુશીનાં સમાચાર હોય સ્વિટતો હોય જ, પહેલાં સ્વિટમા પેંડા અથવા કોઈ મીઠાઈનો સમાવેશ થતો પણ હવે સમય બદલાતા ચોકલેટને પ્રાયોરિટી આપવામાં આવી છે ! 

સમયનું સાચું રૂપ શું હોય ? એવાં સવાલો સાથે આપણે રોજ ગુંચવાતા રહીએ છીએ, શ્વેતા પોતાની નોકરી અને ઘરમાં ગુંચવાયેલી રહે છે સંજય પોતાના ધંધામાં અને વ્યવહારમાં ગુંચવાયેલો રહે છે !એકબીજાને સમય પણ નથી આપી શકતાં, એકબીજાનાં શબ્દો પણ અવાજ સાથે એક અઠવાડિયે તકરાર કરે એવી ભાગદોડભરી પરિસ્થિતિ હોય છે. 

એકવાર સંજય રવિવારનાં સમયે ઘર તરફ આવતા હતાં ને અચાનક એક ફોર વ્હીલરમાથી એક દંપતિ ઉતર્યું સરસ મજાનાં બંને તૈયાર થયેલા અને એકબીજા સાથે બહુ મજાક મસ્તી કરતાં હતાં અચાનક પુરુષે મજાક મસ્તી કરતાં કરતાં પોતાની પત્નીને ચોકલેટનું બોક્ષ આપ્યું અને માહોલ આખોય રમણીય બનાવી દીધો હતો, આ બધું સંજય જોતો રહી ગયો અને વિચાર કરવા લાગ્યો કે હું અને શ્વેતા આખો દિવસ દોડધામ કરીએ, કયારેક હું શ્વેતાને ફરવા પણ નથી લઈ ગયો કે કયારેક ચોકલેટ પણ નથી આપી ! હું કેવો માણસ છું ! એવાં વિચારો સાથે એક મસ્ત પ્લાન બનાવી નાખ્યો જે શ્વેતાએ સપને પણ નહીં વિચાર્યુ હોય ! 

 સંજયે એ જ રવિવારેની સાંજે એક નાનકડી હોટેલ બુક કરાવી ને આખી હોટલ ડેરી મિલ્ક ચોકલેટથી ડેકોરેશન કરાવી સાથે ચોકલેટ કેક અને ચોકલેટ આઈસ્ક્રીમ સાથે રાખ્યો ! સાંજે ઘરે પહોંચી શ્વેતાને કહે છે મસ્ત હિરોઇન જેવી તૈયાર થઈ જા એક ફંક્શનમાં જવાનું છે, એવું કહી એ હોટલમાં લઈ જાય છે શ્વેતા આ બધું જોતાં આશ્વર્ય પામે છે અને કહે છે સંજય આ શું છે ?

 "એન્ડ વાઉ માય ફેવરિટ ચોકલેટ ડેરી મિલ્ક "

સંજય : શ્વેતા મને ખબર જ ન હતી કે પતિ પત્ની વચ્ચે આવું નાનકડું સેલિબ્રેશન પ્રેમમાં વધારો કરે છે એ હું આજે જ સમજ્યો છું એટલે આ એટલા વર્ષોનું સેલિબ્રેશન મેં આજ કોઈ તહેવાર વગર રાખ્યું છે એને તું સ્વીકારી લે ! 

શ્વેતાની આંખોમાં આંસુની રેલમછેલ થઈ ગઈ. 

શ્વેતા: રડતાં રડતાં સંજય ! આવી કંઈ જરૂર ન હતી આપણો પ્રેમ સ્વિટ છે અને સ્વિટ જ રહેશે, પણ હવે તે આ સેલિબ્રેશન રાખ્યું જ છે તો ચાલ એને એન્જોય કરી લઈએ ( આંસુ લૂછતાં લૂછતાં) ! 

હોટલવાળા પણ બંનેની લાગણીને જોતાં રહી ગયા અને કહ્યું: સર એન્ડ મેડમ, તમારો લવ ખૂબ ગમ્યો અમને તમે બીજા માટે ઈન્સપાઈર છો ! 

 રવિવારનો દિવસ હતો અને નાનકડી હોટેલમાં ચોકલેટનું સેલિબ્રેશન ચાલતું હતું આ જોઈને એ હોટલ પાસે લોકો ઉમટી પડયા,એ નાનકડી હોટેલ સામું કોઈ સારાં ઘરના જોતાં પણ ન હતાં અને આજે સંજયભાઇના એક નાનકડા પ્રયાસથી શ્વેતા તો ખુશ થઈ છે અને એ હોટલ આજે બહુ ફેમસ થઈ ગઈ છે અને આજે હોટલનું નામ બદલીને " ચોકલેટ લવ " રાખવામાં આવ્યું છે ! 

શ્વેતા અને સંજયને એ હોટલમાં હવે કાયમ માટે ફ્રી સર્વિસ મળી ગઈ છે !


Rate this content
Log in

Similar gujarati story from Romance