ભયંકર સાંજ
ભયંકર સાંજ
હું વર્કિંગ વુમન છું, એક દિવસ રજા મળતાં હું મારા વતનમાં પહોંચી એ જ સાંજે મારા માસીના ઘરે સત્સંગ રાખવામાં આવ્યો હતો. હું એકટીવા લઈને બા અને મમ્મીને મુકીને પપ્પાને લેવા ઘરે જતી હતી. લગભગ સાત વાગ્યા હતાં. એ દિવસે ભાદરવા મહિનાની ચૌદશ હતી અને શ્રાધ્ધનો દિવસ હતો સંબંધીના ઘરે સત્સંત અને ભોજન સમારંભનો પ્રોગ્રામ પણ હતો.
હું પહેલાં થોડી ડરપોક હતી, હવે નથી હો ! એટલે મે કહ્યું "હું નહીં જાઉં." પણ મમ્મી કે "હજી સાત વાગ્યા છે તો લઈ આવને તારા પપ્પાને "હા","ના" કરતી હતી પણ જવું પડ્યું. એમ કરતાં કરતાં સાડાસાત જેવો સમય થઈ ગયો અને મેં એક્ટીવાનો સેલ્ફ મારી ફલેટની બહાર નીકળી. બહાર નીકળતા હાઈ-વે આવી જતોં હતો. હાઈ-વે ઉપર ચડતાં આગળ એક લીમડાનું ઘટાદાર વૃક્ષ આવ્યું અને ત્યાં એક સફેદ કપડાં પહેરેલાં વૃધ્ધ ઊભાં હતાં એનું રૂપ જોતાં તમારી આંખો પણ અંજાય જાય.
હું વિચારમાં પડી ગઈ કે આવું વ્યક્તિત્વ મે મારી જીંદગીમાં કયારેક જોયું ન હતું ! પણ એ દાદાએ જ મને ઊભી રાખી અને મને કહ્યું કે "બેટા મને આગળ ફાટક પાસે ઊતારી દેજે. આગળ રેલ્વેફાટક આવતું પણ હતું .મને થયું વૃધ્ધ છે સાંજ પડી ગઈ હવે એમને શું મળશે ? અનેક વિચારોની વમળોમાંથી બહાર આવી. છેવટે મેં દાદાને મારી એકટીવા પાછળ બેસાડયા પછી થયું. એવું કે મને એકટીવાનો વજન થોડોક વધારે લાગવા માંડયો. પણ મને થયું કે દાદા થોડા હેવી છે તો ટાયર થોડું બેસી ગયું હશે પણ ખરેખર એવું ન હતું. મેં દાદા ને કેટલા પ્રશ્ન પુછ્યા પણ કંઈ જ જવાબ ન આપ્યો મને થયું કે વૃધ્ધ છે તો એવાં હોય મનમોજીલા જવાબ ન પણ આપે એવું વિચાર્યું મેં.
ને હું એકટીવા ચલાવતી રહી આગળ રેલ્વે ફાટક આવી ગયું અને દાદા ઊતરી ગયાં પણ બન્યું એવું કે મેં જોયું તો દાદા એટલામાં કંઈ પણ નહીં દૂર દૂર સુધી આગળ પાછળ કોઈપણ જગ્યાએ નહીં. હું ખૂબ જ ડરી ગઈ માન કરીને ઘર આવ્યું ઘરે પપ્પા પાસે જઈને ખૂબ જ રડી. પપ્પા એ મને આશ્વાસન આપ્યું અને મારો ડર દુર કરવા મને ફરી તે જગ્યા પર લઈ ગયા પણ કંઈ જ ફેર ન પડયો મારા દિમાગ બસ એ જ ચાલ્યા કરે કે એ કોણ હતાં ? કયા જતાં રહ્યાં ? આવાં જ વિચારમાં હું બિમાર પડી ગઈ. હજી પણ એ સાંજને હું વિચારું છું તો હજી એવું જ થાય કે દાદા કોણ હતાં ને કયા ગયા ? આ પ્રશ્ન હજી પણ કયારેક થયાં કરે છે !
પણ હકીકતમાં કહું જે પણ હતાં મને નથી ખબર પણ હા મારું નસીબ જરૂર બદલાઈ ગયું છે. આ હકીકત બનેલું છે.કદાચ કોઈને વિશ્વાસ નહીં આવે પણ આ સાચું છે અને વાસ્તવિક કહાની છે.

