ડોક્ટરનો જાદુ
ડોક્ટરનો જાદુ
નિંદર તો એ જગતના લોકો કરે પણ સેવાની દુનિયામાં રહેનારા વ્યક્તિ એટલે ડોક્ટર અને પોલીસ. પણ આજ આપણે ડોક્ટરની વાત કરવાની છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી આપીને કુદરતે પોતાના જાદુ બતાવ્યો છે જાદુ આપણે ખૂબ સારી રીતે નિહાળી રહ્યા હતાં. આ કાંઇ કોઈ જાદુગરનો ખેલ નથી કે આપણે તાળીઓ પાડવી,હાસ્ય કરશું કે ટિકિટ લેશું.. ! આ તો જાદુગરનો છે પણ જાદુગર છે જેને અમુક લોકો ઓળખતા નહોતા તેને જાદુ બતાવવા માટે "ફ્રી ડેમો" આપ્યો છે...આ ડેમોની કોઈ ટિકિટ નથી પણ સાથે હાસ્ય કે તાળીઓ નથી'.આ જાદુગર ના શો નો કોઈ સમય નક્કી નથી તે ધારે ત્યારે શો બતાવી શકે ને ધારે ત્યારે શો નો એન્ડ પણ કરી દે... ! આ અદભૂત શો દરેક વ્યક્તિ પોતાના ઘરેથી જ નિહાળી શકે છે કારણ કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી... !
પણ આ જાદુઈ શોમાં ડોકટરો પોતાનો જાદુ બતાવવા તત્પર રહ્યાં અને આ મેજીકમાં પહેલો શો એટલે વેન્ટીલેટર. ડોક્ટર માણસને બચાવવા વેન્ટીલેટરનો ઉપયોગ વધારે ને વધારે કરવા લાગ્યાં, ત્યારબાદ બીજો ઓકસીજનનો ડેમો સક્સેસ થયો.. ત્યાર પછી ત્રીજો ડેમો વેક્સીનનો રહ્યો આ ડેમો ડોક્ટરોએ જાદુગરની જેમ વરસાવ્યો દરેક વ્યક્તિને ડોઝ આપી જીવનદાન આપ્યું !
રાત -દિવસ ડોકટરો મહેનત કરીને એક-એક વ્યક્તિનો જીવ બચાવવા તત્પર રહ્યાં હતાં, પોતાના ઘરે પણ જતાં ન હતાં કારણ ડોક્ટરે પણ પરિવારનું પણ રક્ષણ કરવું જરૂરી હોય એટલે પરિવારથી દૂર રહેવું પડતુ હતું.ફરજ અને પરિવાર બંને માટે જવાબદારી નિભાવવા એ હંમેશાં તૈયાર હોય છે. સાથે પોતે પોતાનું ધ્યાન રાખવું પડે આખો દિવસ કીટ પહેરીને કોરોનાના દર્દીને સેવા જો કરવાની હોય છે ! ડોક્ટરને આપણે ભગવાનનું રૂપ માનીએ છીએ ને કોરોનાના સમયમાં ખરેખર આપણે એ સ્વરૂપને જોઈ શક્યા !
