STORYMIRROR

Vibhuti Mehta

Abstract Inspirational Thriller

4  

Vibhuti Mehta

Abstract Inspirational Thriller

જાદુઈ પ્રસાદી

જાદુઈ પ્રસાદી

3 mins
388

જિંદગીમાં તમે જે કંઈ પણ કરો છો તેમાં કંઈક ને કંઈક કુદરતનો જાદુ હોય છે, આ કોઈ જાદુગરનો ખેલ નથી કે આપણે તાળીઓ પાડવી,હાસ્ય કરશું કે ટિકિટ લેશું..! આ તો જાદુગરનો છે જાદુગર છે જેને અમુક લોકો ઓળખતા નહોતા તેને જાદુ બતાવવા માટે "ફ્રી ડેમો" આપ્યો છે...આ ડેમોની કોઈ ટીકિટ નથી પણ સાથે હાસ્ય કે તાળીઓ નથી'.આ જાદુગરના શો નો કોઈ સમય નક્કી નથી તે ધારે ત્યારે શો બતાવી શકે ને ધારે ત્યારે શો નો એન્ડ પણ કરી દે છે ! આ અદભુત શો દરેક વ્યક્તિ જોઈ શકે છે.

આ જાદુગરનો એટલે એક મુછોવાળા દાદા એને આ જાદુનું નામ‌ જાદુઈ પ્રસાદી રાખ્યું, ત્યારબાદ આ આ જાદુ ડેમો દરેક સ્થળે દાદા કરી બતાવે એ એક સગડી પર રસોઈ બનાવે છે સાથે એક જાદુઈ છડી રાખે છે આ પ્રસાદી બીમાર વ્યક્તિને ખવડાવવે છે અને બિમાર વ્યક્તિ સાજો થઈ જાય છે સાથે જાદુઈ દાદાનો ડેમો સક્સેસ થાય છે, પોતાનો જાદુ ખૂબ સારી રીતે વરસાવ્યો આ જાદુગરની સામે પાવરફુલ ડોક્ટરના જાદુનુ કંઈ ન ચાલ્યું, કોઈનું કાંઇ ન ચાલે બસ માત્ર તે જે કહે તેમજ થાય.

ભારતીય બધાં જ જાદુગરના ચાહકો છે માટે તેને બધા ભારતીયોને મદદ કરી પોતાની જાદુઈ છડી વડે બિમારી ઘટતી ગઈ અને જાદુઈ રસોઈમાં સ્વાદ બેસતો ગયો.

દાદાએ પોતાના જાદુઈના ડેમો શરૂ કરી દીધા માણસ 'બિઝી' હોય તો પણ આજે 'ફ્રી" થઈને જોવા આવે છે ! ઘણા લોકો બિમાર હોય તો પણ એમ કહે કે સમય નથી,સમય નથી આજે એ વ્યક્તિને સમય,સમય અને સમય જ છે' આ માણસનો નહીં પણ કુદરતનો જાદુ છે.. એટલે જોવા ટોળાને ટોળાં આવે છે હજી પણ એવા લોકો છે કે આ દાદાના જાદુ પર વિશ્વાસ નથી કરતાં એક વ્યક્તિને કેન્સર થયું પરિસ્થિતિ બગડી ગઈ એટલો કપરો સમય આવ્યો છે,છતાં પણ એવું કહે છે કે મને કંઈ નહીં થાય !

કટાક્ષમાં કહે: હું આ ભાભાનો વિશ્વાસ નથી કરતો ! અને હું માત્ર મારા ફ્રી સમયમાં બસ સુવાનું,ગેમ રમવાનું,મોબાઈલ, પિક્ચર જોવાનું જ કામ કરીશ, કદાચ 20-25 ટકા એવા હશે કે જે ચોવીસ કલાકમાંથી એક કલાક કુદરતને આપતા હશે, આ હકીકત છે કોઈ કટાક્ષ નથી... "અર્જુનને ગીતામાં ભગવાન કૃષ્ણને પૂછ્યું છે ન ઈચ્છતો હોવાં છતાં પારાણે જોડાય કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે..? ત્યારે ભગવાન બોલ્યા: રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે, ઘણો ખાનારો એટલે કે રોગોથી કદી ન ધરાવતો મહાપાપી છે, એને જ તું આ બાબતમાં વેરી જાણ.."

મારું એવું માનવું છે કે ખાલી 10-15 મિનિટ કુદરતને આપો ,કુદરત હશે અને એનો સાથ હશે તો જ આપણે જિંદગીમાં કંઈક હશું.. કુદરતને પણ ટાઈમ આપો અને સારા પુસ્તકોનું વાંચન કરો.... દુનિયામાં અત્યારે લોકોને પૈસા,પાવર મળી ગયા છે એટલે અભિમાની થઈ ગયો છે એવું વિચારે છે કે મને આ બધું મારા આવડત પર મળ્યું છે પણ એને ખબર નથી કે આ કુદરતે આપેલું છે તો પછી અભિમાન શું કરવાનું...! માણસ અત્યારે સ્વાર્થી, અભિમાની, નિર્દય,ક્રૂર થઈ ગયો એટલે જ કદાચ કુદરતે પ્રકોપ વરસાવે છે.

હજી,પણ અમુક નથી સમજતા આ કોણ છે એમ,હકીકત કહું હુ કોણ છે ઇ નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક:,ન ચૈન કલેદયન્ત્યાપો ન શોષયતિ મારુત :।।(આ આત્મા ને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતી નથી, પાણી ઓગાળી શકતું નથી,પવન સુકવી શકતો નથી...)આ છે કુદરતની વ્યાખ્યા.......કુદરતે આ જાદુઈ ડેમોમાં ઘણા દેશ, અમુક વ્યક્તિઓ નિમિત્ત બનાવ્યા છે' કારણ આપણે એનાં જાદુ નિહાળી શકીએ...આ ડેમો કંઈક જેવો તેવો નથી જે ને જીવંત પ્રસારણ નિહાળ્યું એને જ ખબર પડી કે આ શું છે એમ...! કારણ આ જાદુઈ દાદા બીજુ કોઈ નથી પણ સાક્ષાત હનુમાનજી દાદા હતાં પણ લોકો એને ઓળખી ન શક્યા અને એ જાદુ છડી એટલે એમની ગદા હતી કુદરત એ કહ્યું હજી પણ થંભી જાવ......! મને ઓળખી જા હું જ આ વિશ્વનો જાદુગર છું ભગવાન બોલ્યા:

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિભૅવતિ ભારત।

અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ..।।


Rate this content
Log in

Similar gujarati story from Abstract