HEMILKUMAR PATEL

Crime Thriller

3  

HEMILKUMAR PATEL

Crime Thriller

પ્રેમ: એ ગેરસમજ કે પછી ભૂલ?

પ્રેમ: એ ગેરસમજ કે પછી ભૂલ?

12 mins
151


  { પ્રસ્તાવના - પ્રેમમાં થતી વાતો તો ઘણી હોય પરંતુ તેના વચ્ચે થતી ભૂલ અને ગેરસમજને કંઈ રીતે સમજવી, તે એક મોટી સમસ્યા છે. ગેરસમજ તો આપણે સમજીને પતાવી દઈએ વાતને, પણ તેમાં થયી ભૂલને કંઈ રીતે નીકાળી શકીયે ? ભૂલ પણ નીકાળવી પડશે અને ગેરસમજને પણ દુર કરવી પડશે. આજ હશે જીવન. વાત અત્યારની જ ચાલે છે. ભવિષ્ય તો ખાલી બતાવામાં આવ્યું છે. કાલ્પનિક લખાયેલ વાર્તામાં લાગણીના સંબંધો દર્શવવામાં આવેલ છે. }

(જાન્યુઆરી ૨૦૪૫)

                   એક છોકરો. જેની ઉંમર એકવીસ વર્ષની હોય શકે, જે રસ્તા પર રોતા-રોતા ચાલ્યા જાય છે, આંખો લૂછતો અને આજુબાજુ જોતા જોતા આગળ વધ્યા જાય છે. રસ્તા પર વાહનો ચાલ્યા જાય, પવન હૂંફાળા મારે, એક વાતાવરણનો નવો એહસાસ થાય અને આવી રીતે કોઈ રસ્તામાં ચાલતું હોય. માન્યું કંઈક આવું, આના મગજમાં પણ આ વખતે તેને મળેલો દગો હેરાન કરતો હોય છે છોકરાને! પણ આવા સમયે તેને ધીરજ અને ધ્યાન બંને રાખવાની જરૂર છે કદાચ એવી બે સેકન્ડનો મગજમાં આવેલ વિચાર, શું તેને ખાઈ જઈ શકે!

                  પણ ખોટો વિચાર તેના મગજમાં ઘૂસી ગયો છે છતાં સારું વિચારવાની જરાય કોશિશ નથી! તે પુલ ઉપર ચઢે છે અને તેની નીચે નદી પસાર થતી હોય છે. પાણી એકદમ શાંત રીતે વહેતુ હતું અને તે પુલની પાળ પર ચડ્યો અને જરાય વિચાર્યા વગર તે પગ આગળ કરી પડવાની કોશિશ કરતાંની સાથે એક પચાસ વર્ષનો એક માણસ, તેને પકડી પુલ પરથી ઉતારે છે અને તે છોકરાની નઝર તે માણસ પર પડે છે.

“રોહિત, તું ?” આશ્ચર્યની સાથે તે માણસે કહ્યું.

“પપ્પા, તમે!” તેના પપ્પાની સામું જોઈને ડરેલા અવાજે રોહિતે કહ્યું.

“તું આ કરતો હતો શું ? કંઈ ભાન નામની વસ્તુ છે. તું એકના એક છે અમારો. શેના માટે તારે આ બધુ કરવાની જરૂર પડી ?” રોહિતના પપ્પા જતીનને ખબર જ ના હોવાથી ગુસ્સેથી કહ્યું.

“પપ્પા, મને કંઈ ખબર નથી પડતી કે મને શું થયું છે અને હું શું કરી રહ્યો છું!” રોતા અવાજે રોહિતે કહ્યું.

“તું ઘરે ચાલ તારા મગજમાં જે ચાલી રહ્યું છે તે બધુંજ બદલીને રહુ જો આજે.” શાંત્વન આપતાં જતીને કહ્યું અને તે હાથ પકડીને ઘરે લઈ ગયા ત્યાં તેની મમ્મી નિધિ, રસોઈ બનાવીને ડાઈનિંગ ટેબલ પર ગોઠવતી હતી.

“આવી ગયા બંને! ચાલો હાથ-પગ ધોવો અને આવો ફટાફટ.” નિધિએ થોડા રમુજી અવાજમાં કહ્યું.

“કદાચ હું આજે એક સેકન્ડ, મોડો પડ્યો હોત તો અત્યારે હું એકલો જમતો હોત.” થોડી તકલીફ હોય, તેવા અવાજે જતીને કહ્યું.

“કેમ, કંઈ હું સમજી નહીઁ !” વિચારમાં આવેલી નિધિએ વાત મુકતા કહ્યું.

“આજે આપણો દીકરો, એટલેકે આ રોહિત આત્મહત્યાં કરવા જઈ રહ્યો હતો.” રોહિતના સામું જોઈ થોડા તીખા અવાજે જતીને કહ્યું.

“એટલે! હું કંઈ સમજી નહીઁ ?” પોતાના ચહેરા પર થોડો ડર છવાઈ ગયો, છતાં પણ બોલવાની હિમ્મત તો કરી નિધિએ.

“ખબર તો મને પણ નથી, તું જ પૂછી લે.” જતીને કહ્યું.

“શું બેટા, શું થયું હતું ?” રોહિતના સામું જોઈ શાંત અવાજે નિધિએ પૂછ્યું.

“કોલેજ મમ્મી.” રોહિત ડરીને બોલ્યો, જાણે તેના મમ્મી પપ્પા કંઈક બોલવાના હોય.

“છોકરી કે પછી બીજી વાત!” રોહિતની સામું એકી ટસે જોતા નિધિએ કહ્યું.

“દગો, મમ્મી.” રોહિતે ડરેલ અવાજે કહ્યું.

“અરે, આટલી વાત છે એમાં શું આત્મહત્યા!” નાની વાત હોય તેમ નિધિએ કહ્યું.

“મમ્મી પણ, હું તેના વગર રહી શકું તેમ નથી.” રોહિતે રોતા અવાજે કહ્યું.

“એટલે, શું આત્મહત્યા કરવાની! એટલા માટે મોટો કર્યો તને, એટલા માટે આંગળી પકડી ચાલતા શીખવાડ્યું તને અમે, એટલા માટે ભણવા મોકલ્યો તને! અરે તકલીફમાં છે તો એક વાર પૂછી તો જો અમને કે તારા જવાથી અમને કેટલી તકલીફ થશે! અને તને છોડીને ગયેલ તે છોકરીને શું, તકલીફ થતી હશે!” ગુસ્સામાં આવેલ નિધિએ કહ્યું.

“પેટ ચીરીને તને આ દુનિયામાં લાવ્યો હતો નિધિએ, લાગણી તો હતી તારા માટે ભરપૂર અને આટલી વાત પણ તારા મગજમાં ના ઉતરે તો જા તારી ઈચ્છા, જે કરવું હોય તે કરી શકે.” રોતા અવાજે જતીને કહ્યું.

“કેમ જા એટલે! આપણે જેટલું સહન કર્યું તેના એક ટકામાં પણ આની વાત નહીઁ હોય.” નિધિએ રોતા અને ઊંચા અવાજે કહ્યું.

“કેમ એટલે, એક ટકા પણ નહીઁ હોય, મમ્મી હું કંઈ સમજ્યો નહીઁ!” આશ્ચર્યમાં આવીને રોહિતે પૂછ્યું.

“પહેલા નિધિ, તું શાંત થા પછી સમજાય તેવું કહી દે.” જતીન શાંત્વન આપતાં નિધિને કહ્યું.

“જો બેટા, તારા પપ્પા એટલે જતીનની વાત છે આમાં મારો પણ કોઈ વધારે હાથ નથી. જે છે તે આ જ વાત છે. હવે સાંભળ આમની વાત હું કહું તે.” આખી વાત કરતા નિધિએ કહ્યું.

[

(જુલાઈ ૨૦૧૯ ભૂતકાળ)

“રોહિત, આ વાત છવ્વીસ વર્ષ પહેલાની વાત હશે. અંધારું ઘોટ રાત પડેલ,  વીજળીના ચમકારો થયી રહ્યો, તેવા સમયે એક ઘર જે તારા પપ્પાનું ફાર્મ હાઉસ હતું. તેવા સમયે જતીનના રૂમમાં બેડની બાજુમાં એક છોકરીના પેટ પર ગોળી વાગે હતી. લોહી ભરપૂર નીકળ્યા જાય અને તેવા સમયે તેનો શ્વાસ ચાલતો હતો. ત્યારે જતીનના હાથમાં બંદૂક હતી. ત્યારે તારા પપ્પા રોવા મંડ્યા અને તે છોકરી જેનું નામ માનસી હતું તેની જોડે જઈને વાત કરી.” નિધિએ ભૂતકાળની વાત કરતા કહ્યું.

“માનસી, થયી ગઈ મારાથી ભૂલી મને માફ કરી દે.” રોતા અવાજમાં જતીને કહ્યું.

“કંઈ નહીઁ જતીન, સંભાળ મારી વાત, ભૂલ થઈ ગઈ હવે તે સુધરે તેમ નથી. આગળનું જીવન સારી રીતે મને ભૂલીને વિતાવી લેજે. આમેય તું મને ક્યારનો મારાથી છૂટવા ઈચ્છતો હતો.” માનસીને દુખતું હતું છતાં પણ તે આટલુ બોલી શકી.

“બધી ભૂલ માફ છે, બસ તું મારા જીવનમાં પાછી આવ.” આટલુ જતીન બોલતાની સાથે માનસી મરી ગઈ.

“માનસી, માનસી.” જોરથી રોતા અવાજમાં બોલ્યો જતીન.

ત્યાં પોલીસને ક્યાંથી ખબર પડી હશે તે પછીની વાત, ત્યાં આવી પોલીસ. તારા પપ્પા ગભરાય ગયા અને તેને ફાયરિંગ કર્યું પોલીસ ઉપર અને ગુનો લાગ્યો. ]

(વર્તમાન ૨૦૪૫)

“પપ્પા તમે ?” રોહિતે આશ્ચર્યમાં આવીને કહ્યું.

“બધાને આવું દેખાયું, પણ હતું કંઈક અલગ. જતીન એટલે તારા પપ્પા માટે માનસી ખાસ હતી, હું નહીઁ. માનસીને તારા પપ્પાએ પ્રેમ કર્યો એટલો તો મને પણ નથી કર્યો પ્રેમ.” નિધિએ થોડા ઠંડા અવાજે કહ્યું.

“તો પપ્પા, માનસીને પ્રેમ કરતા હતા. પ્રેમ તો એક વાર થાય અને તેના વગર રહી ના શકાય. હું નથી રહી શકતો અને તમે, કંઈ રીતે!” આશ્ચર્યમાં આવી રોહિતે કહ્યું.

“માન્યું પ્રેમ એક વખત થાય. પણ દગો મળે તો તેની પાછળ ભાગવા અને ના મળે તો આત્મહત્યા કરવી તે રસ્તો નથી. તે ડરને હરાવી આગળ વધી તેને મોઢા પર જવાબ આપી કે તારી વગર રહી શકું છું અને તારા કરતા સારી લાવીશ તો તને પણ ભુલાવી દઈશ, આવી વાત મગજમાં સેટિંગ કરી આગળ વધવાની લાય તારામાં હોવી જોઈએ.” નિધિએ રોહિતને હોસલો આપતાં કહ્યું.

“એ બધુજ થાય પણ ભૂલી કંઈ રીતે શકીયે!” રોહિતે આશ્ચર્ય પામતા અવાજે પૂછ્યું.

“તારા પપ્પાની સામું જોઈને બોલ કે તે માનસીને ભૂલી ગયા હશે! જો એમની સામું.” નિધિ જતીનના સામું જોઈને ઉદાહરણ બતાવે છે ત્યાં જતીન થોડો તકલીફમાં હતો.

“તારા પપ્પા હજુ ભૂલ્યા નથી.” નિધિએ તકલીફ ભર્યા અવાજે કહ્યું.

“એવુ તો શું થયું કે માનસીને પપ્પાએ મારી નાખી ?” રોહિતે પ્રશ્ન પૂછ્યો.

“જે દેખાય છે તે નહોતું, આ તો એક અનહદ પ્રેમ હતો. એવો પ્રેમ કે શું તે ગેરસમજ હતી કે એક ભૂલ, તે ઓળખવી બહુજ મુશ્કેલ હતી તે સમયે.” નિધિ રોહિતને વાતમાં લઈને બોલી.

“હવે સાંભળ. .....

(ઑગસ્ટ ૨૦૧૮ ભૂતકાળ)

             “હતો સમય તે પહેલો જયારે જતીન પહેલીવાર માનસીને મળ્યા હતા. થયું હતું એવુ કે જતીન કોઈ દિવસ છોકરી સામું નજર નાખતા નહીઁ, તે વખત અચાનક તે અથડાયા માનસીને ચાલતા-ચાલતા. ત્યારે અચાનક તેમની નજર તેના પરથી હટી નહીં. તે સમયે જતીનને હૃદયમાં કંઈક જાટકો વાગ્યો હશે મીઠો તેવો એહસાસ થયો, ત્યારે તેના દોસ્તો તેની જોડે હતા અને તે બંનેને જોતા હતા. તેવા સમયે તેમનો ખાસ ભાઈબંધ મિતેષની સામું જતીને જોયું અને મિતેષની સામું ઈસારામાં વાત કરી અને મિતેષ સમજ્યો કે એ તેને ગમવા લાગી. હવે પહેલા પ્રેમની કહાની શરુ થઈ આ રીતે.” નિધિએ ભૂતકાળની વાત કરતા કહ્યું.

“ખરેખર પહેલીવાર કંઈક લાગ્યુ, કંઈક થયું એવુ.” મનમાં વિચારી રહેલ જતીનની હાલત કંઈક પ્રેમમાં પડવાથી થઈ.

“માફ કરો, હું ઉતાવળમાં હતી એટલે કંઈ દેખાયું નહીઁ.” માનસીએ ઉતાવળથી હાંફી ગયેલ અવાજે કહ્યું.

“અરે કંઈ વાંધો નહીઁ મારી પણ ભૂલ હતીને, મે જોયું નહીઁ.” જતીને પણ પોતાની વાત મુકતા કહ્યું.

“ચાલો બધુ લેવાઈ ગયું, હું જાઉં છું. આભાર તમારો કે બધુ પડી ગયું તે લેવામાં મદદ કરી.” મદદ કરી તેનો આભાર માનતા માનસીએ કહ્યું.

(પછી તે બંને પોતાના રસ્તે ચાલતા જતા રહ્યા ત્યાં જતીન અને મિતેષ કંઈ અંદરોઅંદર વાતો કરતા.)

“ભાઈ, તું ધ્યાન લગાવીને ઘણું બધુ જોતો હતો!” આશ્ચર્ય પામતા મિતેષે કહ્યું.

“અરે, પહેલીવાર દુનિયાદારીની દુનિયામાં ખોવાઈ ગયેલો. ઘણાય સપના જોઈ કાઢ્યા.” જતીને થોડી ખુશીમાં કહ્યું.

“સપના હવે રોજ આવશે, અમને ભૂલવાની તાકાત પણ તને મળશે ભાઈ.”મિતેષે પણ થોડો ખુશ થઈને કહ્યું.

“ચાલ હવે મગજમારી ના કરીશ તને જલન થાય છે. હું જાઉં છું ક્લાસમાં, તું ઘરે જતો હોય તો જા.” જતીને ક્લાસ સામું ઈસારો કરતા કહ્યું.

              પછી જતીન તો ક્લાસ તરફ જાય છે.

“છેલ્લા બે મહિનાથી જેની પાછળ પડ્યો છું હું, આસાનીથી તારા જોડે નહીઁ આવવા દઈશ હું.” મનમાં વિચારી રહ્યો મિતેષ.

                 પછી મિતેષ માનસીની આજુબાજુમાં જ ફરક્યાં કરતો હતો અને તે માનસી જોડે જે રીતે જતીન અથડાયો તે રીતે પાછળથી અથડાય છે ત્યારે માનસી તેને લાફો મારી દીધો.

“આ શું છે બધુ ?” ગુસ્સામાં આવેલ માનસીએ કહ્યું.

“અરે અહીંથી આવતો હતો ને મને તમે ના દેખાયા, એટલે શું મારી દેવાનું!” આશ્ચર્યમાં આવી ગયો હોય, તે રીતે મિતેષે જણાવ્યું.

“મને ખબર છે છેલ્લા કેટલાય દિવસથી તું મારી આગળ-પાછળ ફરે છે. હવે તેવું કંઈ કરવાનો વિચાર કર્યો તો હું તને જેલમાં પુરાવી દઈશ. યાદ રાખજે.” ગુસ્સેથી માનસીએ કહી તો દીધું પણ થયું એવુ મિતેષ હદ કરતા વધારે ગુસ્સે થયો.

“હવે, લાફો માર્યો તેનો બદલો તો હું લઈશ.” મનમાં વિચારો આવા કરવા લાગ્યો મિતેષ.

આ બાજુ ક્લાસમાં બેઠેલો જતીનને ભણવામાં જરાય મગજ ચાલતું નથી અને બીજું-બીજું વિચારવા લાગ્યો.

“ફરી એક વાર તારા હૃદય સાથે અથડાવા દે,

તેમ જ ફરી વાર માથું તારા ખભા પર રાખવા દે,

માનવાની સાથે માની જવાની કોશિશ આપી દે,

તમે માનો તો તમારા હૃદય ઉતારવાની મંજૂરી આપી દે.” મનમાં ઘણું વિચારો લાવવા માંડ્યો જતીન.

                     આવી રીતે પછી ફરી મળવાની કોશિશ કર્યા જાય જતીન અને પછી માનસીને પણ જતીન સારો લાગવા લાગ્યો. બંનેએ મળવાનું વધારી તો દીધું. બાજુમાં મિતેષ જોડે દુશ્મની પણ વધવા લાગી છે. કરવું શું! તે ખબર પડે નહીઁ કેમ કે જતીન પ્રેમમાં પડ્યો અને મિતેષ લાફો માર્યો તે બદલો લેવામાં, એવા ચક્કરમાં માનસી તો ભૂલી જ ગઈ કે શું મિતેષ ખરેખર શાંત હશે! પણ શાંત બેસતો નથી તે.

                   જતીન જયારે માનસી સિવાય બીજી કોઈ છોકરી જોડે વાત કરતો હોય ભણવાની કે બીજી તે એડિટ કરી મિતેષ વિડિઓ બનાવા માંડ્યો અને તે પછી વિડિઓ તેની ગર્લફ્રેન્ડ માનસીને મોકલ્યો. તે વિડિઓ તે જતીનને બતાવ્યો, તેમાં બોલ્યો હતો બીજું કંઈ અને વિડિઓમાં સંભળાયું આવું કંઈક “હું માનસી જોડે સમય પસાર કરી તારી જોડે જ રહીશ અને વાત ભલેને હું માનસી જોડે કરતો પણ હંમેશા તારો જ રહીશ.” ત્યારે સામેથી છોકરી વિડિઓમાં એવુ કંઈક બોલી “હા તું એવુ કરે તો હું તારી જ છું ને.” આટલી વાત થતા વિડિઓમાં બંને હસવા લાગ્યા.

“આ બધુ છે શું તે બોલ મને!” આશ્ચર્યથી વિડિઓ બતાવી માનસીએ જવાબ માંગ્યો.

“આવી વાત નથી થઈ, હું આજે આ છોકરીને મારા ફાર્મ હાઉસ પર બોલાવી છે તું આવજે અને વાત કરજે. બાકી મને પણ હમણાં કંઈજ ખબર નહીઁ પડી.” જતીને આશ્ચર્યમાં આવીને કહ્યું.

“વિડિઓમાં અવાજ સહીત બતાવ્યું તે ખોટું ?” માનસીએ ઢીલા અવાજે પૂછ્યું.

“અરે વિડિઓ દૂરથી ઉતર્યો છે, કોઈ પણ ડીએસએલઆર કેમેરો હોય કે મોબાઈલ, આટલો ચોખ્ખો અવાજ આવીજ ના શકે. આટલુ પણ તું ના સમજી શકે! અને આટલા નાના-મોટા ઝગડા ઘણીવાર થયાં અને કોઈ કરાવી રહ્યું છે. પહેલા પણ તને આવી વાતો મળેલી. કોઈ મારી આજુબાજુ વાળો માણસ કરી રહ્યો છે આવું. આપણે બધી વાત કરીયે, તે પહેલા હું કામ પતાવી ફાર્મ હાઉસમાં જાઉં છું. સરનામું મોકલી દઈશ તને. હું અને તે છોકરી આજે તને મળીયે બસ.” આટલી વાત કહી જતીન પોતે વિચારમાં પડ્યો અને તેને એટલી ખબર તો પડી કોઈ તોડાવા ઈચ્છતું હતું.

પછી સમય ગયો અને રાત પડી ત્યારે ઘરે આ ત્રણ જણા મળ્યા.

“આ છે રાહી, તે મારા પ્રોજેક્ટને લીડ કરે છે પૂછી જો તેને!” જતીને કહ્યું.

“એમ તો બધા પોતાની રીતે સારું જ કહેશે.” એટલામાં બંદૂક કાઢી માનસી બોલી અને બંદૂક રાહી સામું ટાંકી.

“અરે આ છે શું, તું આવી, એ પણ બંદૂક લઈને!” આશ્ચર્યમાં આવેલ જતીને કહ્યું.

“સાચું બોલજે, નહીંતો હું રાહીને ગોળી મારી દઈશ.” ગુસ્સામાં આવેલ માનસીએ કહ્યું.

“અરે ગોળી વાગી જશે, નીકળી તો!” જતીને શાંત્વન આપતાં કહ્યું.

“તને એની પડી છે તો લે હું પોતાને મારી દઈશ, આ બધુ રોજનું નથી પસંદ. તું રાહી જોડે રહીશ કે નહીઁ એનો જવાબ જોઈએ.” પોતાના પેટ પર બંદૂક ટાકી માનસીએ ત્યારે કહ્યું.

પણ થયું એવુ જયારે જતીનનું થોડુંક ધ્યાન બીજે ગયું તરત જ ગોળી વાગી ગઈ માનસીને અને તે સમયે બંદૂક છુટ્ટી આવી જતીન સામું તો તેને પકડી.

“રાહી તું જતી રહે, ક્યાંક સલવાઈ જઈશ તું.” રાહીને બહાર કાઢતા જતીને કહ્યું.

                    પછી જતીન તેની જોડે બેસી રડવા લાગ્યો, માફી માંગવા લાગ્યો. કરી શકે શું હવે ? જે થવાનું હતું થયું. પોલીસ આવી તો ગભરાય ગયેલ જતીને ફાયરિંગ કર્યું પછી તેને પકડી ગઈ. માનસી મરી ગઈ અને તે સમયે જતીને વકીલ રાખ્યો તે વકીલ નિધિ હતી.

                    જેલમાં નિધિ તેને મળવા ગઈ.

“માન્યું થયું ખોટું ઘણુંય, પણ સમજવું પડશે. તમારા બચાવ માટે મારે તમારી વાત ધ્યાનથી સાંભળવી પડશે.” એકદમ મીઠાશ પડતા અવાજે નિધિએ કહ્યું.

“આ આત્મહત્યા નહીઁ હત્યાં છે.” જતીને થોડા ગુસ્સાની સાથે કહ્યું.

“શું! હું કંઈ સમજી નહીઁ.” આશ્ચર્યમાં આવી નિધિએ કહ્યું.

“ગોળીનો અવાજ મને આવ્યો નહીઁ. બીજો પોઈન્ટ, ગોળી વાગી માનસીને. તો જયારે કોઈ માણસ પોતાને મારે તો બંદૂક ફેંકી ના શકે અને તેને મારી સામું ફેંકી. બંદૂક હતી નાની તો તેમાંથી નીકળી ગયેલ ગોળી તેનું પેટ ફાડી પાછળ બોક્સ સાથે ના ઠોકાય. આ કામ મોટી બંદૂક, જેમ કે સ્નાઈપરનું કામ હોય.” જતીને વિચારતા અવાજે કહ્યું.

“જે પણ હોય તે ફાર્મ હાઉસ પર આવતા પહેલા મને ફોન કર્યો હતો માનસીએ. હું તેની બહેન છું, માનસીની” નિધિએ તકલીફ ભર્યા અવાજે કહ્યું. ]

(વર્તમાન ૨૦૪૫)

“તે રાત્રે એવુ કહ્યું હતું મારી બહેને મને કે, કદાચ કંઈ થાય તો હું જતીનને સાચવી લઉં. બહેનની વાત માની, મે જતીન જોડે લગ્ન કર્યા. તે પહેલા વાતએ છે કે થયું હતું શું ? તો માનસીને મારવા સોપારી મિતેષે આપી હતી. તે સાબિત કર્યું મે, પછી તેને સજા મળી અને ફાયરિંગ કર્યું ડરીને પોલીસ પર તેની ત્રણ વર્ષની સજા ભોગવી બહાર આવ્યા, ત્યારે મે જતીન જોડે લગ્ન કર્યા. હવે બોલ, છે તારે આટલી તકલીફ!” બધી વાત પતાવી નિધિએ છેલ્લે આવું કહ્યું.

“ના મમ્મી, તમારી સામું મારી કોઈ વાત નથી.” રોહિતે સમય મુજબ સમજીને કહ્યું.

“તારા પપ્પાને તકલીફ પડી પણ હાર ના માની. સામું લડતા રહ્યા. બીજી વાત કોઈ હાથ પકડનાર મળે તો સાચવી લેવું જોઈએ કેમ કે તે આપણને પ્રેમ કરતો હોય કે કરતી હોય. આપણે પ્રેમ કરીયે તે જાય તો અફસોસ કરવાની જરૂર નથી, કોઈ આપણને પ્રેમ કરે તે માણસ ના જવો જોઈએ. દુનિયામાં બધા એકબીજા જોડે સમય પસાર કરતા હોય છે પણ બીજું હૃદય આપણે શોધવાની કોશિશ કરવી જોઈએ, ના નથી કહેતી હું. બસ એટલું કહું છું કે કોઈ આપણને તરછોડી શકે તો આપણે જયારે તેને તરછોડતા હોઈએ ત્યારે તેને તકલીફ થતી હશે તો માનવું કે પ્રેમ છે બાકી નહીઁ. પ્રેમ જ ના કરતી હોય તો આપણે પોતાને તકલીફ આપવાની જરૂર નથી બેટા. લાગણીની વાત છે બેટા બીજું કંઈ નથી. અત્યારે તો સારું શરીર પણ દેખાતું હશે તો મોટી-મોટી લાગણી બતાવી દેશે, આવું ચાલે છે. એક વાત યાદ રાખજે મમ્મી-પપ્પા જોડે જે પ્રેમ મળશે તે બીજે ક્યાંય નહીઁ મળે.” શાંત્વન આપતાં કહ્યું નિધિએ.

“ચાલો, મારી કોઈ એટલી તમારા જેવી તકલીફ નથી. હું સુવાની કોશિશ કરીશ. હવે તો તમે મને છોકરીથી દુર રાખશો અને મને સાચવી લેશો. પણ થઈ શકે તો માફ કરી દેજો.” રોહિતે તકલીફવાળા અવાજે હાથ જોડી રોતા રોતા કહ્યું.

“વાંધો નહીઁ બેટા, માં-બાપ હંમેશા માફ કરી દેતા હોય છે. તું આરામ કર.” જતીને શાંત અવાજે રોહિતના હાથ પકડી કહ્યું.

પછી બોલ્યા વગર, પોતાના રૂમમાં રોહિત જતો રહ્યો.

જતીન નિધિને પકડી કહ્યું એવુ કે “હું માનસી જોડે અથડાઈ ગયો, હું પ્રેમમાં પડ્યો, મિતેષ કરીને મારો દોસ્ત, ગદ્દારી થઈ, વિડિઓ બન્યો, ફાર્મ હાઉસ પર માનસીને બોલાવી, ગોળી વાગી, મિતેષભાઈ કરીને હતો તેને સોપારી આપી, તું મારી વકીલ રહી. મને ત્રણ વર્ષની કેદ. મને એમ કહેતો, આવું થયું ક્યારે!” આશ્ચર્યમાં.

“તમને તો ખબર છે કશું નથી થયું, આતો સારું થયું વચ્ચે કંઈ બોલ્યા નહીઁ. એક વાત સાચી હું વકીલ છું! બીજાની વાર્તા પધરાવી દીધી આને મે, આપણા નામથી. જે પણ હોય તેને પોતાની ભૂલનો એહસાસ તો થયોને! બસ આટલી વાત યાદ રાખો, બીજું કંઈ નહીઁ જોઈતું. આપણો રોહિત જીવનની ભાષા સમજે, તે બહુજ છે. આગળ બીજું ધ્યાનમાં ના લો. કાલે બીજું કંઈક પધરામણી વાર્તાની કરીશ. મુકો હવે વાતને, તમે જમી લો. હું તેને ખવડાવી આવી. બાકી આપણી વચ્ચે પ્રેમ એટલો જ છે જે પહેલા હતો.” નિધિએ ખુશ થઈને કહ્યું.

“ખરેખર મને માનસી નામ જ જાણવા મળ્યું. ઓળખતો પણ નથી, વાત તો છે અગર માનસી પછી નિધિ મળી હોત તો નિધિ જ સારી હોત. બંદૂક લઈને આવી તે તંબુરો સારું હોય! ક્યારેક મને રાત્રે લઈ લેત, બંદૂકથી.” જતીન પોતાના મોઢા પર સ્મિત રાખી મનમાં બોલ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Crime