Vibhuti Desai

Abstract Others

3  

Vibhuti Desai

Abstract Others

પ્રભુને પત્ર

પ્રભુને પત્ર

2 mins
259


પૃથ્વી લોક,

દેસરા રોડ

બિલીમોરા.

તારીખ:- ૧૦-૭-૧૯૨૨.

અંતર્યામી પ્રભુ,

શાષ્ટાંગ દંડવત્ પ્રણામ.

આજથી તું ચાતુર્માસની નિંદર માણશે.ભક્તો તને પ્રેમથી પોઢાડશે.

ખરેખર તું આજસુધી જાગતો હતો !

મને તો લાગે છે કે, તું ક્યારનો સૂતો જ છે, હવે ખરેખર જાગી જા. ઊઠ, જાગ અને જો, દુનિયામાં શું ચાલી રહ્યું છે ?

 કણ કણમાં તું વસેલો છે, તો ભ્રષ્ટાચાર, દુરાચારી, અનિષ્ટ જેવાં કૃત્યો કરનારામાં પણ તું છે જ, બરાબર ને ? તને કેમ ગમે આવાં દુષ્ટોનાં દિલમાં રહેવાનું !

 ભલે ભક્તો તને આજે પોઢાડે પરંતુ તું આજથી જાગી જા અને આ બધા અનિષ્ટો દૂર કર. દુરાચારીઓને સદ્બુધ્ધિ આપ, સરકાર પ્રજાને લૂંટીને તાગડધિન્ના કરી રહી છે બાકી હતું તે સ્વનાં બોરમાંથી પાણી લેવા પર ટેક્સ.મેં લગભગ બે વર્ષ પર મારી કૃતિમાં લખેલું કે, સરકારે ખાલી થતી તિજોરી ભરવા માટે, પ્રજા પર શ્વાસ લેવા અને ઉચ્છશ્વાસથી હવા પ્રદુષિત થાય એટલે એનાં પર ટેક્સ નાંખો જેમાં હરહંમેશ મુજબ ધારાસભ્યો અને સાસંદો એમનાં પરિવાર સહ બાકાત એવો નિર્ણય લીધો, ત્યારે મને ક્યાં ખબર હતી કે સ્વની જમીનમાંના કુદરતી પાણી પર‌ ટેક્સ નાંખશે ! તો પ્રભુ આ લોકોને પણ બુધ્ધિ આપ કે સેવા કરો, પોતાની સગવડ, પેન્શન બંધ કરો તો આવાં ટેક્સ નહીં નાખવા પડે.

કહેવા જ બેઠી છું તો એક બીજી વાત જે હજુ તારાં ધ્યાન બહાર જ છે, આ ભૂલકાંઓને ભણતરનાં ભારમાંથી મુક્ત કર, પ્લે ગૃપ, નર્સરી,કે.જી. નાં વર્ગો જ નાબૂદ થાય તો બાળકોથી બાળપણની મજા લેવાય.

એમતો ઘણું લખવાનું છે પણ આજે આટલેથી જ બસ. મેં મારી સ્ત્રીઓની વાત નથી લખી એ લખવા બેસું તો દિવસ ઓછો પડે એટલે તું જ સમજીને દ્રોપદીની વહારે આવેલો તેમ અમારું રક્ષણ કરજે.

ફરી ફરીને એક જ પ્રાર્થના કે ભક્તો ભલે પોઢાડે પરંતુ તું આજથી જાગૃત થા.

લિખિતંગ 

જા, નથી લખવું મારું નામ પરંતુ તને કોટી કોટી પ્રણામ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract