પ્રૌઢાવસ્થાનો પ્રેમ પત્ર
પ્રૌઢાવસ્થાનો પ્રેમ પત્ર


પ્રિયે સંધ્યા,
નદી, નાવ અને સંજોગ. આજે લગ્નના આટલા બધા વર્ષો બાદ, આપણી પ્રૌઢાવસ્થાએ ફરી એકવાર મોકો મલ્યો છે તને પત્ર લખવાનો.
મને યાદ છે આપણી સગાઈ અને લગ્ન દરમ્યાન આપણે કરેલ પત્ર વ્યવહાર રાધર પ્રેમ પત્ર વ્યવહાર. ઉંમરના હિસાબે એ પત્રોમાં આપણે ઘણી વાર ઘેલા કાઢ્યા હશે. પણ, એ તો ઉમ્રનો કેફ હતો. મને હજીયે યાદ છે કે ત્યારે હું અમારા સાથીઓ સાથે મકાન રાખીને પીજી માં રહેતો. ટપાલમાં તારો આવેલ એક પત્ર મારા સાથીઓના હાથમાં આવી ગયેલ અને પછી એમણે મને બ્લેકમેલ કરીને જમવાના બધા વાસણો મારી પાસે સાફ કરાવ્યા હતા અને પછી જ પત્ર આપ્યો હતો. ત્યારે આપણે એકબીજાના પત્રની ચાતક્ની જેમ રાહ જોતા.
જિંદગીમાં બહુ જ ઓછો સમય એવો આવ્યો હશે કે જ્યારે લગ્ન પછી આપણે અલગ થવું પડયું હોય. પુત્રવધૂની ડિલીવરી પ્રસંગે તારે અમેરીકા જવું પડ્યુ છે અને સંજોગોવસાત હું તારી સાથે નિકળી શક્યો નથી. પહેલેતો મેં વિચાર્યું કે તારી સાથે વ્હોટસએપ ચેટીંગ કરી લઉ. પણ પછી વિચાર્યું કે ઘણા સમય પછી પત્ર કે પ્રેમ પત્ર લખવનો મોકો મલ્યો છે તો એની મજા માણું.
તારા ગયા પછી બસ મને એવા જ વિચારો આવે છે કેઃ
તુઝે યાદ કરું તો મિલ જાતા હૈ સુકૂન દિલ કો
મેરે ગમોં કા ઈલાજ ભી કિતના સસ્તા હૈ
બસ એક ચહેરે ને તન્હા કર દીયા હમેં
વરના હમ ખુદ એક મહફિલ હુઆ કરતે થે
ખુદકો મેરે દિલમેં હી છોડ ગયે
તુમ્હે તો ઠીકસે બિછડના ભી નહીં આતા
કુછ નહીં હૈ ખાસ ઈન દિનો
તુમ જો પાસ નહીં હૈ ઈન દિનો
તને યાદ છે, આપણા પ્રેમ પત્રોમાં આવો જ મસ્ત મજાનો શેરો શાયરીઓ ભરેલો પત્ર વ્યવહાર થતો. એક વાર મેં તને લખ્યું હતુઃ
રાત બડી મુશ્કિલોસે ખુદ કો સુલાયા હૈ મૈં ને<
/p>
અપની આંખોકો તેરે ખ્વાબકી લાલચ દે કે
જવાબમાં તારી આવેલી શાયરીઓ મને આજે પણ યાદ છેઃ
નામ તેરા લિખા તો ઉંગલિયા ગુલાબ હો ગઈ
દુનિયાને પ્રેમ કરવા લીધો હતો જન્મ
એમાં તમે જરાક વધું ગમી ગયા
સગાઈ પછી આપણે ફરવા નિકળ્યા ત્યારે તે કહેલું કેઃ
તમે સાચું કહી દો, સ્વર્ગ તો સાથે નથી લાવ્યા?
મને લાગી રહ્યું છે આ ધરતી પર ગગન જેવું
એના જવાબમાં મે કહેલું કેઃ
ના ધરા સુધી, ના ગગન સુધી
નહીં ઉન્નતી સુધી, ના પતન સુધી
આપણે તો ફકત જવું હતું
બસ એકમેકના મન સુધી .
આવી તો કેટકેટલીએ મસ્ત મજાની પળો આપણા જીવનને રંગીન અને સંગીન બનાવી ગઈ. ઉમ્રના આ દોર પર પાછું વળીને જોઈએ તો ખુબ જ સંતોષ થાય છે કે, આપણે એવું કહેલું સાર્થક કર્યું છે કેઃ
તુમ, તુમ ભી રહો
મૈં, મૈં ભી રહું
હમ, હમ ભી રહે.
પ્રૌઢાવસ્થાથી વ્રુદ્ધાવસ્થાની આપણી સફર હવે શરુ થઈ ગઈ છે પણ કદાચ હવે એક બીક છે કે આપણે બે એકલા થઈ જશું અને એકલા રહીશું. દિકરાને વહુ લઈ ગઈ અને દીકરીને જમાઈ લઈ ગયો. એમાં કશુંય ખોટું લગાડવા જેવુંએ નથી. પંખીઓ ને પાંખ આવે એટલે ઉડવાનું હોય જ. આપણા સારા નસીબે આપણને સંતાનો અને વેવાઈ પક્ષ ખુબ સંસ્કારી અને સારા મળ્યા છે.
‘આખરે તો આપણે બે જ’, એ આજની જિંદગીની સચ્ચાઈ છે. મારા માટે તો તું છે ત્યાં સુધી જ જિંદગી છેઃ
તેરી ચાહત હૈ ઈબાદત મેરી
દેખતા રહેતા હું સૂરત તેરી
ઘર તેરે દમ સે હૈ મંદિર મેરા
તું હૈ દેવી મેરી, મૈં પુજારી તેરા.
તારા તરફથી આપણે દાદા-દાદી બન્યા એવા શુભ સમાચાર જલ્દીથી મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે.
ભરતની સ્નેહ યાદ