પણ એમાં મારો શું વાંક છે ?
પણ એમાં મારો શું વાંક છે ?
" પણ એમાં મારો શું વાંક છે ? "
" સવારના ૬ વાગ્યા હતા. ફોનની રિંગ વાગે છે. અનુજ નીંદરમાં હોય છે, તેથી ધ્યાન નથી રહેતું. પાછી રિંગ વાગે છે, ત્યારે અનુજની નીંદર ઊડે છે, ફોન ઉપાડે છે, સામે અનુજના બોસ હોઈ છે."
અનુજ:" હલો, સર ! ગુડ મોર્નિંગ."
વિજયસર: " ગુડ મોર્નિંગ, અનુજ, આજે તું ઓફિસ પર આવ્યા પહેલા, તું સિટી હૉસ્પિટલ જાજે, ત્યાં "બર્ન" વિભાગમાં હમણાંજ ૧૦ લોકોને દાખલ કર્યા છે, જે લોકો હમણાં થોડીવાર પેલા એક બહુ મોટા અકસ્માતમાં ઘાયલ થયા છે. મને જલ્દી એ લોકોનો રિપોર્ટ જોઈએ છે."
અનુજ: " ઓકે, સર, હું હમણાંજ જાવ છું, અને જલ્દી રિપોર્ટ બનાવીને આપું છું."
(આટલું કહીને અનુજ તરત તૈયાર થઈને, હૉસ્પિટલ પહોંચે છે. ત્યાંની નર્સ સાથે વાત કરે છે.)
અનુજ:" હું એક રિપોર્ટર છું. મારે એ દસ લોકોમાંથી જેને પણ સારું હોય તેની સાથે વાત કરવી છે."
નર્સ: " ઓકે સર, આ બાજુ આવો હું તમને લઈ જાવ, તમારે જેની સાથે વાત કરવી હોય તેની સાથે કરી લેજો, પણ થોડું જલ્દી, કે એમ કે ત્યાં વધારે વાર નહીં રહેવા દે."
(બંને તે રૂમ બાજુ જાય છે.)
અનુજ: " સિસ્ટર શું તમે મને જણાવી શકશો કે, આ અકસ્માત કેવી રીતે થયો ? "
નર્સ:" ના સર, હું કંઈ નહીં કહી શકું, તમે ડોક્ટર સાથે વાત કરો."
(એટલામાં તે લોકો બર્ન વિભાગમાં પહોંચી જાય છે.)
(અનુજ બધાને મળે છે ને પૂછે છે કે આ અકસ્માતનું કારણ શું છે ? કેવીરીતે થયું ? " આવા બીજા ઘણા સવાલ પૂછ્યા. સાથેસાથે અનુજને કંઇક બીજો અવાજ પણ આવતો હતો, કોઈક ક્યારનું કંઇક બોલતું હતું. અનુજે ધ્યાન દીધું તો કોઈક એમ બોલતું હતું કે" એમાં મારો શું વાંક ? " પણ મારો શું વાંક ?)
અનુજ:"નર્સ, આ કોણ છે ? અહીં કે એમ છે ? એની સાથે શું થયું છે ?"
નર્સ:" સર તમે બહાર ચાલો, હું વાત કરૂં બધી."
( બંને બહાર જાય છે.)
નર્સ:"આ છોકરીનું નામ, પ્રિયા છે. મારી ફ્રેન્ડની બહેન છે."
અનુજ"હા પણ, અનું મોઢું આવું કે એમ ? શું થયું ?"
નર્સ:"સર, મારી ફ્રેન્ડના લગ્ન હતા, હું પણ તે લગ્નમાં ગઇ હતી, થોડીવારમાં પ્રિયાએ આવીને કહ્યું કે, દીદી લગ્ન મંડપ છોડીને ભાગી ગઈ, તેના ઘરના લોકો ખૂબ રડતા હતા, પછી તે લોકોએ મોટી દીકરીની બદલે, નાની દીકરીને તૈયાર કરીને બેસાડી દીધી. જેથી ઘરની આબરૂ જળવાય જાય. અને જેની જાણ છોકરાવાળાને તેની ઘરે જઇને થાય." તે લોકો ખૂબ માથાભારે હતા, પોતાની સાથે આટલો મોટો દગો સહન ના કરી શક્યા."
અનુજ: " પછી શું ?"
નર્સ: " પછી એ લોકોએ, પોતાનો ગુસ્સો પ્રિયા ઉપર ઉતર્યો. એ લોકોએ પ્રિયાને સાચું બોલવા કહ્યું, પણ પ્રિયાને ખબરજ નહોતી કે દીદી ક્યાં છે ? માટે તે કાંઈ બોલી ના શકી" જેથી તેના સાસરિયાના લોકોએ તેને મારી અને એસિડ પણ તેના ઉપર ફેંક્યું."
અનુજ"" ઓહો! પછી ? પછી શું થયું ?"
નર્સ:" પછી ત્યારથી પ્રિયા અહીંજ છે."
અનુજ:" શું તે ઠીક થઈ જશે ?"
નર્સ:" ના, સર મો પરના આ ડાઘા તો ક્યારેય નહીં જાય."
(આટલું કહીને બંને છૂટા પડે છે, ત્યાં અનુજના બોસનો ફોન આવે છે,)
વિજયસર:" અનુજ જલ્દી રિપોર્ટ તૈયાર કરીને મને આપ, સાંજના પેપરમાં આપવું છે."
અનુજ:" હા સર, થોડીવારમાં આપી દઉં."
(અનુજ રિપોર્ટ બનાવતો હોય ત્યારે તેને પ્રિયાનો જ આવાજ સંભળાયા કરે છે, માટે તે બોસ એ જે અકસ્માતનો રિપોર્ટ કરવાનું કીધું હતું, એના બદલે પ્રિયાની વાતોનો રિપોર્ટ બનાવે છે.)
" તે દિવસે સાંજે, છાપામાં અનુજ પ્રિયાનો લેખ મૂકે છે, પ્રિયાએ આટલી નાની ઉંમરમાં કુટુંબની આબરૂ બચવા લગ્ન તો કર્યા, પણ પોતાને ના બચાવી શકી. પ્રિયાને ક્યાં ખબર હતી કે પોતાની સાથે આટલું ખરાબ થશે."
"આમ, અનુજે પ્રિયાની વાત છાપામાં આપીને બધા સુધી પહોંચાડી. અને પોલીસને પણ વાત કરીને પ્રિયાના ગુનેગારોને સજા આપવા વિનંતી કરી."
