ફ્લાઈટ નંબર D501
ફ્લાઈટ નંબર D501
સતત એનો પગ બાંકડા પર બેઠા બેઠા પણ હાલતો હતો, ડાબા હાથમાં બોર્ડીંગ ટીકીટ હતી અને જમણા હાથની આંગળીઓના ટાચકા ડાબા હાથ વડે ફોડાઈ રહ્યાં હતા. એનો ચહેરો એક તરફ સ્થિર હતો પણ આંખો ચકળ-વકળ થતી હતી. બાજુમાં એક નાની સરખી બેગ હતી. એ બેગને એ વારંવાર પોતાની પાસે ને પાસે ખેંચીને ખાતરી કરી લેતી હતી. અસ્વસ્થ મનની પરિસ્થિતિ એના હાવભાવ અને બોડી લેન્ગવેજ પરથી તરત જ ખ્યાલ આવી જતી હતી. દૂર એક ઉભેલા એરપોર્ટ સિક્યોરીટીની નજર એના પર વારંવાર જતી હતી અને એ ધીરે ધીરે આમ તેમ અટકતો અટકતો એની બેંચ પાસે આવતો જતો હતો જેનાથી એ અજાણ હતી. ગભરામણ કે પછી બીજું કંઈ, પણ એ આમતેમ આમતેમ થયા વિના પણ ફરતી હતી. પેલો સિક્યોરીટી એનાથી હવે બસ વીસ કદમ દૂર હતો ત્યાં એની નજર સિક્યોરીટી પર પડી. એ સાવચેત થઇ ગઈ. એણે બીજી તરફ જોયું, ત્યાં પણ એક ગોરો સિક્યોરીટી એની પાસે આવી રહ્યો હતો. પાછળ, સામે... ચારે બાજુથી ચોરી છૂપે બીજા પેસેન્જર્સને કંઈ જ ખબર ન પડે એ રીતે એ ઘેરાતી જતી હતી. બેગ એણે એના હાથમાં લીધી. સિક્યોરીટી ચેકમાંથી પસાર થઇ ચુકેલી એ પોતાની બેગ લઇ બેંચ પરથી ઉઠી અને ત્યાં જ ગોરાએ અવાજ કર્યો...
"ફ્રીઝ..."
આસપાસના બધા ત્યાં જ અટકી ગયા, પણ એ આગળ વધતી જ રહી. બીજી તરફથી ગોરાએ બીજા ગોરાએ અવાજ કર્યો,
>
"ડાઉન.."
બધા નમી ગયા અપન એ ચાલતી જ રહી. પાછો અવાજ આવ્યો,
"યુ આર ઓન ટાર્ગેટ, સ્ટોપ ઓર આઇ'લ શૂટ યુ."
એ ભાગતી જ રહી, બધાએ મળીને એણે પકડી લીધી અને ત્યાંથી દૂર લઇ ગયા, એની બેગની તપાસ શરુ થઇ, એની તપાસ શરુ થઇ, એની પાસેથી કંઈ મળ્યું નહીં. એની ઓળખ થઇ... પાસપોર્ટ હતો હકીમા રહમાન. પણ રેકોર્ડ પ્રમાણે એ લિબીયાના સૌથી મોટા આતંકવાદી અને ક્રૂર એવા નીગ્રો અબુ અલ વાઝારીની એ પત્ની હાલા અલ વાઝારી હતી. એના જણાવ્યા પ્રમાણે એ પોતાના પતિને છોડીને, આ ત્રાસવાદ અને ખુનામારકી વળી જીંદગી છોડીને, એક શાંત અને નિશ્ચિન્ત જીંદગી માટે ફ્લાઈટ નંબર D501નો ઈન્તેજાર કરી રહી હતી.
જે એને ડેન્માર્ક લઇ જવાની હતી. સતત વાઝારીનો ડર સતાવતો હતો કે એ એણે પકડીને પછી ન લઇ જાય અને એટલે એ આમ વર્તતી હતી. પણ...
આ આખા ચક્કરમાં એની ફ્લાઈટ ચાલી ગઈ અને ઈન્તેજાર ખતમ થઇ ગયો.
બીજી તરફ પાંચ દિવસથી પોતાની પત્ની ગુમ થયેલ છે એ જાણીને ગુસ્સે ભરાયેલા અબુ અલ વાઝારીનો પણ ઈન્તેજાર પતી ગયો. કારણકે એ સીક્યોરીટી એ ફોન પર જ એનો સોદો વાઝારી સાથે કરી દીધો હતો.
ફ્લાઈટ નંબર D501 લેન્ડ થયા પછી પણ ડેન્માર્કના એ એરપોર્ટ પર હાલા નહીં મળતા એના એના માતા પિતાનો પણ ઈન્તેજાર ખતમ થઇ ગયો.