Bharat Thacker

Romance

4.0  

Bharat Thacker

Romance

પહેલા વરસાદની યાદ સાથે પાઠવેલ પ્રેમ પત્ર

પહેલા વરસાદની યાદ સાથે પાઠવેલ પ્રેમ પત્ર

2 mins
762


યે મેરા પ્રેમ પત્ર પઢ કર તુમ નારાજ ના હોના, કી તુમ મેરી જિંદગી હો કી તુમ મેરી બંદગી હો

પ્રિયે પ્રિયા

એક તો પત્ર લખવાની મજા જ અલગ, એમાં પાછો પ્રેમ પત્ર અને તેમાં ભળે પહેલા વરસાદની મિટ્ટીની મહેક અને ઝૂરતા હૃદયની તડપ.

વરસતા વરસાદમાં તડપની પણ એક અલગ મઝા છે. શરીર અને મનમાં લાગેલી વિરહની આગ ઉપર વરસાદના ઠંડા પાણીનું ફયૂઝન – વાત જ મૂકી દે.

પ્રિયા તને યાદ છે આપણી પહેલી મુલાકાત? આપણે એકબીજાને ઓળખતા પણ ન હતાં. ભરપૂર વરસાદમાં હું પલળતો હતો અને તે મને એકાએક છત્રી ધરી. બસ તે દિવસથી હું ભીંજાયો છું.

કોરો હતો હું ભર વરસાદ માં

તમે છત્રી આપી ને હું ભીંજાઈ ગયો.

આ વરસના પહેલા વરસાદમાં હું તને સાદ આપું છું અને મારી પાસે રહેલા ક્લેકશનમાં રહેલી વરસાદી શાયરીઓ અને પંક્તિઓથી તને દાદ આપું છું.

વાદળો પોષ્ટ કરી દીધા છે

પણ એવું બને કે સરનામું પલળી ગયું હોય.

આપણા ઉપર, ઉપરવાળા ભગવાનની ઘણી મહેરબાની છે અને આપણું મિલન, આપણો સંગાથ પણ નક્કી છે.

એની કૃપાઓ જોઈને જ સ્તબ્ધ થઈ જવાય છે

વરસાદના ટીપાંઓની ગણતરી કરી તો જો

પાણીના ટીપેં ઘાસમાં જઈએ

ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ

પહેલી વર્ષામાં એક થઈને પછી,

માટીના ભીનાં શ્વાસમાં જઈએ

ગયા વર્ષે, વરસતા વરસાદમાં હું જ્યારે નોકરીએ હતો, ત્યારે તારો આવેલ ફોન મને હજી પણ યાદ છે. તે બહુ સરસ રીતે કહેલ કેઃ

તેરી દો ટકીયોં કી નૌકરી મેં, મેરા લાખો કા સાવન જાએ,

તારી સાથે માણેલા પહેલા વરસાદની યાદ આવતા જ મને એ પંકિત યાદ આવી જાય છે.

તને ભીંજવે વરસાદ, મને ભીંજવે તું,

પ્રેમ પત્ર હોય અને શૃંગાર રસ ના હોય એવું કેમ બને? આવા વરસતા વરસાદમાં ‘આજ રપટ જાએ તો હમેં ના ઉઠઈયો’ ગીતની પંકિત ની સાથે માનસપટ પર ભાવિન દેસાઈનું એક શૃંગાર રસથી મધમધતું કાવ્ય યાદ આવે છે જે માણવા જેવું છે. હાલે તો મને એની માત્ર ચાર પંકિતઓ યાદ છેઃ

શીશથી ઉતરી

ઉરમાં ઉતરી

સરસર કરતા નાભિ ચૂમે

અંગ અંગ રોમાંચે ઝૂમે

રતિવર રગરગમાં ધૂમે

આવા વરસતા વરસાદમાં મને એમ થાય છે કેઃ

ચાલને તારો હાથ હાથમાં લઈને વરસાદમાં દોડું

મન થાય છે કે આજે હું પણ એકાદ પ્રોટોકોલ તોડું

એક જગ્યાએ મેં વાંચ્યુ હતું કેઃ પુરુષ એક મેઘધનુષ છે. એની પાસે સાત રંગ છે અને આ સાત રંગ દ્વારા એ તમારા જીવનને રંગીન બનાવી દે છેઃ આ સાત રંગ છેઃ

સલામતી, સ્વીકૃતિ, સહકાર, સંવેદના, સમર્પણ અને સંવાદ.

હું પણ તારી જિંદગીમાં મેઘધનુષ થઈને આવીશ. બાકી, જૂનાં જમાનાના પત્રો માં એવું લખતા કે થોડું લખ્યું છે ઝાઝું સમજજો !

પ્રેમ પત્રની ક્યારેય સમાપ્તી હોતી નથી. આ પત્રના વિરામના સમયે એટલું જરુર થી કહીશઃ

સાચવું છું વરસાદના દરેક ટીપાં મારા લખાણમાં

કેમકે, મને ખબર છે તને ગમે છે ભીંજાવું ધોધમાર વરસાદમાં

મને વિશ્વાસ છે કે મારે ત્યાં પડેલ વરસાદની વાંછટ – થોડા મોતી બનીને તારા ઝુલ્ફ સુધી જરૂર પહોંચશે અને તને પણ ભીંજવી જાશે. ના ઝટકો ઝુલ્ફ સે પાની, કી યે મોતી ફૂટ જાયેંગે.

તારા પ્રેમનો પમરાટ એવા પ્રીતેશની વરસાદી યાદ.


Rate this content
Log in

Similar gujarati story from Romance