STORYMIRROR

Sangita Dattani

Romance Inspirational

3  

Sangita Dattani

Romance Inspirational

પહાડોની વચ્ચે

પહાડોની વચ્ચે

2 mins
157

"દીકરી મારી લાડકવાયી, હું વિમોચન કરું તારા પુસ્તકનું."

"અરે બાપુજી તમે !" આંખો ચોળતા ચોળતા શૈલજા ખાટલામાંથી બેઠી થઈ ગઈ. 

બાજુમાં સૂતેલા મમ્મી પણ જાગી ગયા.‌ "બેટા અચાનક આમ જાગી ગઈ !"

"હાં, મમ્મી એ તો બાપુજી સપનામાં આવ્યા હતા અને આજે જે મારી બુકનું વિમોચન થવાનું છે. તેમાં એમણે વિમોચન એમના હાથે કર્યું વળી તેઓ ખૂબ જ આનંદમાં જણાતાં હતા. એવું મને સપનું આવ્યું તેથી હું ખૂબ જ ખુશ છું." 

માતા લલિતાબેનને પણ હૈયે હરખ માતો ન હતો. પુત્રી શૈલજાની લખેલી નવલકથા "પહાડોની વચ્ચે" નું વિમોચન હતું. એક હજાર કોપીમાંથી છસ્સો ચોપડીઓનો ઓર્ડર પણ મળી ગયો હતો, બસ્સો ચોપડીઓ આમંત્રિત મહેમાનો માટે અલગ રાખવામાં આવી હતી અને બસ્સો બાકી હતી.

બાપુજી સપનામાં આવ્યા એટલે શૈલજા ખૂબ જ ખુશ હતી. તેને પૂરી ખાતરી હતી કે બાપુજીના આશીર્વાદથી પ્રસંગ સારો જ જશે.

વિમોચનનો સમય સાંજે ચારથી છ વચ્ચેનો રાખ્યો હતો. મમ્મીએ સોનેરી બોર્ડરવાળી ક્રીમ કલરની સાડી પસંદ કરી હતી અને શૈલજાએ મનપસંદ જાંબુડી કલરની સાથે સોનેરી બોર્ડર વાળી બાંધણી પસંદ કરી હતી. 

અપ્રતિમ સૌંદર્યથી છલકાતું શૈલજાનું યૌવન લગ્નની ચીલાચાલુ રિવાજથી હજુ તૈયાર ન હતું. તેને તો બસ સાહિત્યની સેવા કરવી હતી. પહાડોની વચ્ચે, કંદરાઓને પકડવા દોડતું તેનું મન કઈ જાતના થનગનાટ અનુભવતું હતું, તેની તેને પોતાને જ જાણે ખબર ન હતી.

સવારના અગિયાર વાગી ચૂક્યા હતા. માતા લલિતાબેન પણ ઘરની સાફસૂફ અને રસોઈ કરી પરવારી ગયા હતા બસ શૈલજા કહે એટલે રોટલી માંડવાની જ વાત હતી.

બરાબર બારના ટકોરે શૈલજાએ કહ્યું, "મમ્મી આજે રોટલી હું બનાવીશ અને તમને ગરમ ગરમ પીરસીશ." મમ્મી તો ચોંક્યા ને કહે કે, "હેં શું વાત છે શૈલુ ! આજે સૂરજ કઈ દિશામાં ઊગ્યો છે ?" 

"મમ્મી એ તો બાપુજીની યાદ આવી વળી સપનું પણ આવ્યું એટલે તમારી શૈલુ તો આજે પહાડોની વચ્ચે ઊડે છે."

બરાબર ચારના ટકોરે વિમોચન વિધિની શરૂઆત થઈ. તાળીઓના ગડગડાટ વચ્ચે પંદર મિનિટમાં વિમોચન વિધિ પૂરી થઈ ત્યારબાદ માનનીય મહેમાનોને ચા - નાસ્તો પીરસવામાં આવ્યા.

શૈલજાનો આનંદ આજે માતો ન હતો બાકીની બસ્સો ચોપડીઓનો ઓર્ડર પણ અહીં જ આવી ગયો અને તે મનોમન બાપુજીને વંદી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Romance