Kalpesh Patel

Romance Inspirational

5.0  

Kalpesh Patel

Romance Inspirational

પડાવ દિલની છૂપી કિલકારીઓનો

પડાવ દિલની છૂપી કિલકારીઓનો

7 mins
2.4K


શીર્ષક પંક્તિ :-

પડાવની મહેચ્છાની તક આખરે જડી ગઈ,

દિલની છૂપી કિલકારીઓ ઘટી,

જુદાઈની વેદના પળમાં વીતી ગઈ.


‘પહેલા સૂર્યને પાણી ચડાવ પછી દૂધ નાસ્તો ખાઈ લે. પછી લેશન કરવા બેસ. ‘બા એ બૂમ મારી ત્યારે, હું મારી લોંગ-બુકમાં હોમવર્ક કરી રહી હતી કે અમારી હંમેશા શાંત રહેતી નાનકડી ગલીમાં હોર્ન વાગ્યું. મારાથી તરત બારી બહાર જોવાઈ ગયું. અગ્રવાલ મૂવર્સની ટ્રક હતી. ઓહ! તો એમ વાત છે ! રસ્તાની પેલી બાજુ આવેલા બંધ પડેલા બંગલામાં કોઈ રહેવા આવતું લાગે છે.

કુતૂહલથી લોંગ-બુક રાઇટિંગ ટેબલ ઉપર છોડીને બારીએ આવી પરદાની આડમાં સંતાઈને ઊભી રહી ગઈ. હવે ત્યાં ટ્રકની પાછળ એક મોટી કાળી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી બધા ઊતરી ગયા છે એમ માનીને હું એ લોકો વિષે અટકળો કરતી હતી. ત્યાં તો ગાડીનું બારણું ખોલી એક છોકરો ઊતર્યો. જિન્સ, ટી શર્ટ, વાંકડિયા વાળ અને આંખે ગોગલ્સ ; જિન્સના ખિસ્સામાં હાથ નાખી અદાથી એ ઊભો હતો. લાગતું હતું કે આ બંગલો પહેલી વાર જોઈ રહ્યો છે. જાણે નજરથી એને માપી અને એ ઘર તેમજ આજુબાજુની લોન જોઈ રહ્યો હતો. અને તેને બંગલો ગમ્યો હોય એમ સિટી વગાડતો એ બંગલામાં જવા લાગ્યો. હું એની પીઠ તાકી રહી. હવામાં એના વાળ ઊડી રહ્યા હતા. મને અચાનક, એના આ વાંકડિયા વાળમાં આંગળા ફેરવ્યા હોય તેવું લગતા મારાં આંગળા જોતી ખોટા સમણાંમાથી વાસ્તવિકતામાં આવી ત્યાં તો, બાની બીજી અને વ્યગ્ર અવાજે બૂમ સંભળાઈ.

ઝંખના બેટા ‘પહેલા સૂર્યને પાણી ચડાવ પછી દૂધ નાસ્તો ખાઈ લે. પછી લેશન કરવા બેસિસ તો સારું રહેશે’ .

હું દોડતી વારંડામાં ગઈ, ટાંકી ઉપરથી તાંબાનો લોટો ઉપડયો અને સૂર્ય દેવતાને અર્ઘ આપી રસોડામાં ગઈ ટેબલ ઉપર નાસ્તો કરતાં, બા સામે જોતાં કહ્યું.સામેના બંગલામાં કોઈ નવું રહેવા આવ્યું લાગે છે.’ હા મને ખબર છે “ઝંખના”. એ લોકો થોડા દિવસ પહેલાં ઘર જોવા આવ્યા હતા. એમને એ ભાડા પર જોઈતું હતું. મને પણ પૂછતા હતા આપણા એરિયા અને પાડોશ વિષે.’

‘ચલ બા આપણે ચા- બિસ્કિટ લઈને તેઓ પાસે જઇયે, આવા સમયે આપણે ત્યાં જવું જોઈએ.’ ખરુને ?

જેવા અમે ત્યાં પહોંચ્યા કે પેલા છોકરાના મમ્મી પપ્પા મારી મમ્મી સાથે વાતોએ વળગ્યા. પણ મારી નજર પેલા છોકરાને શોધી રહી હતી.

હું જરા ઘર જોઈને આવું એવું બોલતી હું અંદર ગઈ. છેક પાછળ વરંડામાં એ બેઠો હતો, હાથ તો ખીસ્સામાંજ હતા. હું બાજુમાં જઈ બેસી ગઈ. એણે ચમકીને મારી સામે જોયું.

ઓય હીરો.. કઈ બહુ ભાવ ખાય છે ? ‘હું “ઝંખના”. અહીં સામે જ રહું છું.’

‘હાય, હું "ઝંખિત".કોવો યોગનું યોગ છે આપણાં નામમાં ? એણે ખીસ્સામાંથી હાથ કાઢીને મેળવતાં કહ્યું. એક તો એ હતો દેખાવડો અને જ એટલો મધુર તેનો અવાજ ધરાવતો હોઇ, મારા તો આખાય હૃદયમાં ઝણઝણાટી ઉમટી આવી, તેની આંગળીઓના સ્પર્શથી.. મને ગલગલિયાં થયાં.

‘હું અહીં ‘શિશુ-વિહાર સ્કૂલમાં નવમા ધોરણમાં ભણું છું'

’ઓહ સરસ તમે મારા માટે ભલામણ કરી શકશો ? મારે પણ પાસેની સ્કૂલમાં જ એડમીશન લેવુ છે.

'અરે કેમ નહીં !, કયા ધોરણમા ?'

'જનરલ સ્ટ્રીમ -દસમા ધોરણમાં એડમીશન લેવાનું છે.’

‘વાહ. તો તો મજા આવશે. કંઈ કામ હોય તો કહેજે.’ બોલતી હું ઊભી થઈ ત્યાંથી નીકળી ગઈ.

બીજા દિવસે પાછી હું એના ઘરે ગઈ. આ વખતે એ ત્યાં ઝાડ નીચે ગોગલ્સ પહેરી બેઠેલો હતો. મને આવતી જોઈ એ હસ્યો. હું દોડીને બાજુમાં બેસી ગઈ. એણે મુઠ્ઠી વાળેલી હતી, તેમાં કઈક હતું. ધીમેકથી એણે એના હાથમાંથી કંઈક મારા માથામાં ભભરાવ્યું, તેને મૂઠીભરી ધૂળ મારા વાળમા નાખી હતી અને ખૂબ ગુસ્સાથી એની સામે જોઈ હું પગ પછાડતી ત્યાંથી પછી ઘેર આવી.

ઘરે જઈને મેં મારાં મોટા ભાઈને કહ્યું, ભાઈલુ ‘પેલો સામે રહેવા આવ્યો છે ને એ છોકરો બહુ ખરાબ છે. મને જરાય નથી ગમતો. આઈ હેટ હિમ.’

એ હસ્યો અને બોલ્યો ચાલ્યા કરે.

બીજે દિવસે જ્યારે એ પહેલીવાર સ્કૂલે આવ્યો છે ત્યારે મારાથી તેના ક્લાસ તરફ ગયા વિના ના રહેવાયું. એ અને એક બીજો છોકરો વાત કરી રહ્યા હતા. બંનેની પીઠ મારી તરફ. એ એનું નવું એડ્રેસ પેલા બીજા છોકરાને કહી રહ્યો હતો.

પેલાએ પૂછ્યું, ’ઓહ! સામે લાઇનમાં એટલે ?’

એ હસી પડ્યો અને બોલ્યો, ‘અરે પેલી નવમાં ધોરણવારી જાડી કાગડીના ઘરની સામે.’ અને હાથ પહોળા અને ગાલ ફૂલવી મારા જાડાપણાનો ઈશારો કર્યો.

મને કાપો તો લોહી ના નીકળે એવી મારી હાલત થઈ ગઈ. હા, આમ તો બધા મને સ્કૂલમાં જાડી કહીને જ બોલાવતા, હવે તેમાં તેણે વિશેષણ ઉમેરી જાડી કાગડી બનાવી હોઇ, મને ખૂબ દુ:ખ થયું. છતાંય મારૂ મન સતત તેના સહવાસ માટે તરસતું રહેતું હતું.

તે મારી પાસે આવતો પણ મારી બહેનપનીઓ વિષે જાણવા, હું કહેવાય એટલું કહેતી. એક વાર વોશરૂમમાંથી પાછા આવતાં મેં જોયું કે ત્યાં ખૂણામાં કોઈ. હું ત્યાં ગઈ તો તે,'રે-બેન'ના ગોગલ્સ પહેરી દીવાલના સહારે ઉભો હતો અને તેની પીઠ મારી તરફ હતી અને તે કોઈ છોકરી સાથે વાત કરી રહ્યો હતો. હું ત્યાંથી નીકળું એ પહેલાં મારી સામે જોતાં જ એ વાકું જોઈ હસ્યો, અને જાણે હું ત્યાં ઊભી જ ના હોઉં એમ, વળી તે છોકરીના ખભે હાથ મૂકી વાતે વળગ્યો. હું સળગી ગઈ. પગ ઘસડતી ત્યાંથી જતી રહી.

આમને આમ વરસ પૂરું થયું પણ હું કોઈ દિવસ સામે ન જઈ શકી, કે ના એ પણ મને મળવા આવ્યો. હા, હું તેનું ધ્યાન ખેચવા ગિટારના સૂર સાથે ગીત ગાતી કે, મારા ગીતથી કદાચ તેને મારા માટે ભાવ જાગે અને મળવા માટે મજબૂર કરે ? પણ તેને પ્રતીભાવ ના આપ્યો. મારું મનોબળ તે સમય દરમ્યામ મને મદદ કરતું. ક્યારેક તો તેની નજર મળશે, તે આશાએ રોજ અવિરત કઈક જરૂર ગાતી. એક સવારે પાછી બીજીવાર અગ્રવાલ પેકર્સની ટ્રક આવી. એમનો સમાન ભરાતો હતો અને એ લોકો ગાડીમાં નીકળ્યા. હું બારી પાછળ છૂપાઈને જોતી હતી કે એ એકવાર પણ મારા ઘર તરફ જુએ છે ? પણ ના. તેને મારી તરફ હરગિજ ના જ જોયું, તેની કાળી ગાડીના સડસડાટ જવાના અવાજ સાથે મારી અંદર એક ચીસ તાલ મિલાવી ગઈ હતી.

હું એને કોઈ દિવસ ભૂલી ન શકી. હું ભણવામાં બહુ જ હોંશિયાર અને સિન્સીયર પણ એટલી જ. બા એ વધુ ભણવા આગ્રહ કર્યો અને મે પોસ્ટ ગેરજુએશન માટે મુંબઈ કોલેજમાં અડમિશન લીધું, હવે હું મોટાભાઈને ત્યાં રહેવા લાગી, ભાભી મને ક્યારેક પૂછતાં 'નણદબા ‘કોઈ સાથી શોધ્યો ?' "ના ભાભી હજુ જડ્યો જ નથી. ભાભી, ટાઈમ જ ક્યાં મળે છે ? તમને તો ખબર છે. હું ગુજરાતી મીડિયમમાથી આવેલી છું અને અંહી બધુ અંગ્રેજીમાં હોઇ ભણવામાંથી ઊંચી આવું તો કઈ નજર દોડવું ને ?’

‘તો આ રવિવારે તમે તૈયાર રહેજો, આપણે સમૂહ લગ્ન મેળાના ફંકશનમાં જઈને તમાંરા માટે કોઈ શોધી કાઢીશું.’

‘એટલે ?’

‘એટલે, “ઝંખના” ત્યાં મ્યુજિકના પ્રોગ્રામ સાથે લગ્ન મેળાપની મીટ છે એમાં ઘણા સારા સારા છોકરાઓ સાથે એક જ સાંજ વિતાવવાની તક મળે જેના મન મળે તે જોડું માબાપ – વાલી મંડળની પરવાનગી મેળવી ડેટ પર જાય અને પછી સબંધ ગોઠવાય.’

‘ના બાબા ના એમ અજાણ્યા છોકરાઑ સાથે મારે નથી જવું. આમેય મારે આ અઠવાડિયે છે પ્રોજેક્ટનું સબમિશન.’

મારૂ કંઈ જ સાંભળ્યા વિના, ભાભી મને ત્યાં ઘસડી લઈ ગઈ.અંહી મ્યુજિકના પ્રોગ્રામ પછીના ફંક્શનમાં એક પછી એક છોકરાઓ સ્ટેજ પર આવી પરિચય આપી અને પરસ્પર પસંદગી વારી છોકરીઓ સાથે મિટિંગ કરતાં હતા

તે દરમ્યાન ભાભીને એક છોકરો પસંદ આવ્યો. ભાભીએ મને કોણી મારી એને બતાવ્યો., અને છોકરાને જોઈ મારી આંખો ચમકી. આ તો મારે આ છોકરા માટે સમ્મતિ આપવાની છે ? મે કોઈ વિરોધ ન કર્યો, ભાભી બોલ્યા "ચાલો બેનબાને પહેકે ધડાકે કોઈ પસંદ તો આવ્યું."

તે છોકરાને હજુ પરિચય માટે સ્ટેજ ઉપર આવવાને વાર હતી. તેને જોઈ મારી આંખો ક્યારનીય ચમકી હતી. એ તો. 'ઝંખિત' જ હતો એટ્લે તો તરતજ મેં મૂકસંમતિ પાઠવી હતી. મારી ભાભીએ તે પછી કાર્યરત થઈ મિટિંગ ગોઠવી. હું આંખો ફાડી તેમને જોઈ રહી હતી.

એક પછી એક ઘણા છોકરાઓ એ પરિચય આપ્યો, અંતે તેનો વારો આવ્યો એને હાથમાં એક ગુલાબ આપી મારી પાસે આવવા કહેવામાં આવ્યું. ખૂબ જ ઉત્સુકતાથી જોતો જોતો એ મારી તરફ આવી રહ્યો હતો.

મેં જોવા પ્રયત્ન કર્યો કે એણે મને ઓળખી છે કે નહીં ? પણ એના ચહેરા પર ઓળખવાના કોઈ ભાવ નહોતા. ક્યાંથી ઓળખે ? ક્યાં પહેલાની હું અને ક્યાં અત્યારની! ડાયેટિશિયને મારો કાયાકલ્પ કરેલો હતો એની ગોગલ્સ પાછળની નજર મારા આખા શરીર પર ફરી વળતી હોય તેમ લગતા મારા શરીરમાં વીજળી દોડતી હતી. એણે મારી પાસે આવી, ઝૂકીને, ગુલાબ મારી સામે ધરતા બોલ્યો, 'શું હું એક સીધી વાત કરી શકું ? તમારા જેવા કોયલકંઠી લેડીને વળી કોણ ના પાડે ? પણ વાસ્તવમાં મારી એક આંખ કાચની હોવાથી હું તમારાથી ભાગતો ફરતો હતો. શું હું તારા યોગ્ય નથી ? તારી “ઝંખના”માં હું કેટલૂય દોડ્યો.. પણ હવે થાકી ગયો છું !

હું ઊભી થઈ ગઈ એટલે એણે તેના ગોગલ્સ ઉતાર્યા અને મારી આંખોમાં જોયું અને બોલ્યો, ‘અ રોઝ ફોર.’યૂ સ્વીટ હાર્ટ, વિલ યુ મેરી વિથ મી. પ્લીજ એસેપ્ટ માય પ્રપોજલ મિસ “ઝંખના”

થોડી પળોમાં તો સટા-સટ રિવાઇન્ડ અને ફોરવર્ડ થતી ઉર્મિઓ વચ્ચે મેં ગુલાબ સ્વીકાર્યું અને જાણે હું એકલી જ ત્યાં આવી હોંઉ એમ એનો હાથ પકડી, હું તેને ઢસડી ત્યાંથી નીકળી ગઈ.અમે પાર્કિંગ પ્લોટમાં રહેલી એની મોટી કાળી ગાડીમાં બેઠાં. તે તેની ગાડીના સ્ટિયરિંગ પર એક હાથ રાખી સ્ટાર્ટર ચાલુ કરવા જતો હતો, ત્યાં મે તેને રોક્યો, એણે તેના બન્ને હાથ સ્ટિયરિંગ પર રાખી અચકાઈને મારી તરફ જોયું. મારી નજર પણ તેના ગોગલ્સ વગરના ચહેરા ઉપર હતી તે વખતે. એણે ધીમેથી હાથ લંબાવ્યો અને મે નીચું જોતાં, તેના દિલના દરિયાવના ઊંડાણનો તાગ મેળવી લીધો. મારાથી એક મીઠડું સ્મિત એને અપાઈ ગયું. મને હવે આખરે મારી જિંદગીમાં ઝંખિત જગ્યાએ પડાવ મળવનો હતોજ.


Rate this content
Log in

Similar gujarati story from Romance