પાનનું બીડું
પાનનું બીડું
સુરા અને સુંદરીના શોખીન માથાભારે કનુ દરબારની નજર, ફૂલ સી નાજુક રમા પર પડતાં જ રમાના માવતરને રમાને મોકલવાનું કહેણ મોકલ્યું. કહેણ ઉથાપાય નહીં. માતાએ રમાના લગ્ન કાજે લીધેલું પ્રીતનું પાનેતર પહેરાવી, માથામાં કોપરેલ પચાવી પચાવી રમાને તૈયાર કરી કકળતા હૈયે દરબારને ત્યાં વળાવી, સાથે પાનનું બીડું આપી કહ્યું,"દરબાર જ્યારે તારી પાસે આવે ત્યારે પહેલાં આ પાન ખવડાવજે."
બીજે દિવસે શયનખંડનું બારણું મોડે સુધી ન ખૂલતાં, અંદરથી કોઈ અવાજ ન આવતા બારણું તોડ્યું તો અંદરનું દ્રશ્ય જોઈ ચાકરો અવાક્.
