પાનખર-ઋતુ
પાનખર-ઋતુ
એક વરસની મુખ્ય ત્રણ ઋતુઓ અને પેટા ઋતુ છ ગણી શકાય, પરંતુ રાધિકાને આજકાલ આ છ ઋતુ સિવાયની પ્રેમની ઋતુ જ ગમવા લાગી છે.
પ્રેમની વાતો, બગીચામાં બેસવું, મુવી, ડીનર - આ બધામાંથી બહાર નીકળીને વિચારવું રાધિકાને પસંદ પડતું ન હતું. ઘરમાં કોઈ કંઈ કહે ત્યારે ચિડીયાપણું ચોખ્ખું દેખાઈ આવતું હતું.
રાજ પણ રાધિકાને એટલો જ પ્રેમ કરે છે. રાજને મમ્મી-પપ્પા પાસે કેનેડા જવાનું થયું. રાજ અને રાધિકા મળીને છૂટા પડ્યા ત્યારે બંનેએ નિર્ણય કર્યો કે રાજ મમ્મી-પપ્પા સાથે ભારત પરત ફરે, જેથી પોતાના લગ્નની વાત આગળ વધારી શકાય.
રાજ પાંચ મહિના થવા છતાં પાછો ફરતો નથી. રાજે કંટાળીને રાધિકાને ફોનમાં કહી દીધું કે આપણો સંબંધ પૂરો
કરીએ છીએ. રાધિકા હતાશા સાથે ફસડાઈ પડી.
રાધિકાને આજે જાણે ભરવસંતઋતુમાં પાનખર ઋતુ બેસી ગઈ.

