ઓનલાઈન ઈશ્ક
ઓનલાઈન ઈશ્ક
ઈશાની પોતાના પપ્પાએ આજે નવો સ્માર્ટ ફોન અપાવ્યો હતો એ ઘરે આવીને ફોન શરૂ કરી વૉટસપ ચેટ કરી રહી હતી. ત્યાં એક નવો મેસેજ આવે છે. તે વૉટસપમાં જય ઉપરથી ડીપી જુએ છે. કાંઈ સરખો ફોટો નહોતો દેખાતો એટલે ઝૂમ કરી ફોટો એકી નજરે તે જોવા લાગે છે.
રાતી સરસ આંખો, સહેજ બહાર નીકળેલા પણ સપાટ ગાલ,પ્રેમની પરિભાષાથી અજાણ લટકાતી મોટી બુટ્ટીવાળાને ઉપરથી કઠણ દેખાતા કાન, ટૂંકું પણ સહેજ પહોળું નીચે તરફ નાક, મોટા સરસ હરોડબદ ગોઠવેલા વાળ, મૂછોથી છલકતી મુખની શોભા અને થોડી મીડીયમ દાઢી, ખૂબ દેખાવડો નહિ પરંતુ માસુમ મન મોહક ચહેરો.
ફોટો જોઈ ઈશાની વિચારોના ખેતરમાં જાણે કંઈક પડી ગયેલ શોધવા મંડાણી હોય એમ આમ તેમ યાદ કરવા લાગી ગઈ. સૂરજ! હા, આઈ થિંગ. ફરી ભૂતકાળના ચોપડામાંથી પાના ફેરવતી વિચારોને ઘુમરે ચડી ઉન્ડેથી તે ફન્ફોરવા લાગે છે. ત્યાં તેને ભૂતકાળ ધડાધડ યાદ આવવા લાગે છે
***
ઈશાની ધોરણ 11માં હતી ત્યારે તેનો ક્લાસ મેન્ટ હિરેન તેનો ક્લોઝ ફ્રેન્ડ હતો. તે હોશિયાર ભણવામાં ખૂબ હતો પણ તેના ઘરની એટલી સારી પરિસ્થિતિ ન હતી કે તે સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટર ઘરનું વસાવી યુઝ કરી શકે. તે બધુજ તેના મામાના દીકરા સૂરજ પાસે ઓનલાઇન ફોર્મ ભરતો અને ફ્રી ટાઈમમાં હિરેન તેની પાસે જઈ વધુ શીખતો રહેતો.
એક વખત સૂરજ હિરેન સાથે સ્કૂલે આવે છે. તે ઈશાની અને હિરેનના અન્ય મિત્રોને મળે છે. સૌનો પિરિયડ આવે છે એટલે બધા ક્લાસમાં જાય છે. રીસેસ પડે છે એટલે ઈશાની હિરેન અને સૂરજ નાસ્તો કરતા હિરેન ઇશાનીને આવેલ જાહેર પરીક્ષા વિશે વાત કરે છે. ને ફોર્મ ભરવાનું હિરેન ઇશાનીને પૂછે છે.
ઈશાની હકારમાં માથું ધુણાવતી હા પાડે છે. ત્રણેય નાસ્તો કરી એક ઝાડ નીચે બેસી વાતો કરતા સૂરજ પોતાના લેપ્ટોપમાં હિરેનના કહેવાથી બધી વિગતો લઇ ફોર્મ ભરવા લાગે છે. ફોન નમ્બર નાખવા માટેની સૂચના આવી એટલે સૂરજે ઇશાનીને નમ્બર પૂછ્યો. ઈશાની પાસે ત્યારે સાદો કિપેડ વાળો ફોન હતો. એટલે તે નમ્બર આપી આખું ફોર્મ ભરી કમ્પ્લેટ કરી તેને થોડું કામ હોવાથી સૂરજ ઘરે જાય છે. ઈશાની તેનો આભાર માની જવાની ઔપચારિકતા પુરી કરે છે.
સૂરજના ગયા પછી હિરેન પણ રોજ જેમ ઈશાની પાસે સૂરજની વાતો કરતા આજ ખૂબ વખાણો કરે છે. જે ઇશાનીને ખુબજ ગમે છે.
***
ત્યાર બાદ આજે હિરેને સૂરજને ઇશાનીએ ફોન લીધો એ જાણ કરી હતી. તે બીજી કોલેજમાં ભણતો પણ બે ત્રણ અઠવાડિયે ઇશાનીને મળતો હતો. કારણ કે હિરેનના ઘર તરફ ઈશાની ડાન્સિંગ ક્લાસમાં જતી હતી. વિચારોના વનમાંથી બહાર નીકળી ઈશાની આવેલ હાઈના મેસેજનો રીપ્લાય કરે છે. હાઈ હેલો સાથે ઓળખાણ ફરી તાજી થતી રોજ સવાર સાંજ અઢળક વાતો કરતા એક વાર સૂરજ ઇશાનીને આઈ લવ યુના ઇમોજી મોકલી પ્રપોઝ કરે છે. સામે ઈશાની પણ આઈ લવ યુ ટુના ઇમોજી મોકલી પ્રેમ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે.
તે બાદ બંને ખૂબ મેસેજોમાં વાતો કરતા અને પછી ધીમે ધીમે ઓનલાઈન પર પણ ઢેર સારી વાતો કરી.
ક્યારેક શક્ય બને તો મળવા પણ જતા રહેતા. આમ ગમતી વ્યક્તિ ફરી જીવનમાં મેળવી ઈશાની ભગવાનનો ખૂબ આભાર માને છે. કારણ કે આ વિકસતી ટેક્નોલોજીમાં સ્માર્ટ ફોન મળ્યો.