માફી
માફી
વહેલી સવારે રોજ કોલેજ જવાનું હોય માટે લગભગ 6:26 એ.. હું આગલી રાત્રે ખૂબ મોડો સૂતો હતો.. એટલે ઠંડી નબળી પડી ગઈ હતી છતાં એવો થોડો અનુભવ કરતો.
હું આંખો પર એક હાથે આમ તેમ આંગળીઓ ઘુમાવતો જાગી હોસ્ટેલના ડબલના ઉપરના પલંગેથી ફટાફટ ઉતરતો સામે ઇલેક્ટ્રિક બોર્ડમાંથી રહેલ મોબાઈલને ચાર્જમાંથી કાઢી.
મેં ફરી બેડ તરફ ડગ માંડતા બેગમાં મૂકી દ્રોવર માંથી બ્રશ વગેરે કાઢી હું ગેંડી તરફ ભાગ્યો.
આજ શનિવાર હતો. અને મારે આજે ઉપવાસ હતો એ માલુમ થતા હું પરદ રૂમમાં આવી મને સંગીત સાંભળવાની ખૂબ ઈચ્છા થઈ માટે બેગમાં ફાંફા મારી ડેઝી પ્લેયર કાઢી સરસ મજાની સુ મધુર હનુમાન ચાલીસા ચાલુ કરી સાંભળતો સાથે ધીમા સ્વરે ખુદ પણ ગુંજન કરતો. સાંભળી રહ્યો હતો.
અમારી હોસ્ટેલ રંગોમાં વૈવિધ્ય એવા રંગીલા રાજકોટ શહેરના એક રેસિડેન્ટ ઝોનમાં આવેલી છે. અહીંનું વાતાવરણ ખૂબ શાંત અને મોટા અવાજો તો બિલકુલ આપણને સાંભળવા ન મળે. એમાંય ખાસ તો બપોરના સમયે તો જરા પણ નહીં.
શહેર તો મિત્રો શહેર જ હોય છે.
એ હું ને કદાચ તમે પણ સારી રીતે ક્યારેક ને ક્યારેક અનુભવો કરીયે જ છે.
અહીં તો મન મેળ બહુ ઓછા લોકો હોય છે.
કેવળ પોતાના મતલબે હર કોઈ દીવાના બને.
પણ પ્રેમને પ્રમાણભૂત કરે એવા ક્યાંક ભાગ્યે જ આપણને મળી આવે.
ટ્રષ્ટ દ્વારા ચલાવવામાં આવતી આ એક સંસ્થા એક ભાડેતું રીતે ચાલતી.
જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને થોડું કમાતા નાના વર્કરો રહે છે.
ગામડામાં આપણે પેલો સગો તે પાડોશી માની સૌ એકબીજાને ઉપીયોગી બનતા હોય છે.
પરંતુ એ જ દ્રશ્ય કોઈ પણ શહેરમાં આપણે જયને જોઇયે.
તો સાવ બદલાય જ જાય છે.
ભલે એમાં પણ કેટલાક લોકો સારા અને દુઃખોના ભાગીદાર હોય જ છે.
પણ 100 માંથી 75 80 તો ઓછામાં ઓછા જ આવા વિરોધાભાસી વિચાર ધારા વાળા જ હોય છે.
હું સનગીતની સુરાવલી તો નથી રેલાવી શકતો.
પરંતુ કદ
ાચ ક્યારેક શ્રેષ્ઠ સરતાજો જેવા મિત્રો સાથે બેઠો હોય ત્યારે હાર્મોનિયમ પર આંગળીઓ ઘુમાવતો સૌ સાથે હાસ્ય રેલાવતો.
જેટલું લખી શકું એટલું ગાઈ ન શકું.
પરંતુ મને સંગીત સાંભળવું ખૂબ ગમે છે.
કેટલાક બાથરૂમ સિંગરો જેમ હું ક્યારેક સાંભળતો સ્નાન કરતો હોઉં તો વળી ક્યારેક જેવું ગાઈ શકાય એવું કંઈક ભજનો બજનો ચકાવતો સ્નાન પરિપૂર્ણ કરી તૈયાર થઈ કોલેજને માર્ગે બીજા બે મિત્રો વિઠલ અને હમીદને લઈને નીકળી જવાની મારી મોર્નિંગ દિન ચર્યા હતી.
આજે પણ હું ડેઝી પ્લેયરમાં સ્નાન કરતો મન્ગલ મુરતી મારુતિ નન્દન..
સાંભળતો સ્નાન સાથે હનુમાન સ્તુતિમાં તો એવો ખોવાય ગયો હતો.
કે બાજુ વાળા થોડા ચીડિયાપણું ધરાવતા હોવાને લીધે તેઓ રોષમાં આવશે. એ ભૂલી જ ગયો હતો.
હું સ્નાન કરી નીચે નાસ્તો કરી કોલેજ જવાની તૈયારી કરતો.
હમીદ અને વિઠલને લઈ નીચે ગયો.
ત્યાં જયરાજ ભાઈ તેમજ બીજા મોટા ભાઈઓએ વાત કરી.
કે બાજુ વાળા માસી જોર જોરથી બુમો પાડી ખીજાય રહ્યા હતા.
આ સાથે અન્ય આવી બધી ભૂતકાળની વાતો સૌ જુના ભાઈઓ કહેતા.
ચા નાસ્તો પતાવી અમે કોલેજ માટે નીકળી જ રહ્યા હતા.
ત્યાં, ગેટ પર પેલા બાજુ વાળા માસી ડેલીએ ઉભા ઉભા અમારી હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓને જોર જોરથી લેક્ચર આપી રહ્યા હતા.
મારા મિત્ર રસમીન અને અન્ય એ સમજાવવાના પ્રયત્ન કર્યા.
એવોએ માફી પણ માંગતા બીજી વાર નહિ થાય એવું પણ કહ્યું.
પરંતુ એ માસી સાક્ષર હોવા છતાં સાવ એની જ વાતમાં અડગ હતા.
મને અંદર આવી એક મિત્રએ કહ્યું.
એટલે બહાર આવી મેં ભૂલ સ્વીકારતા માફી માંગી.
મેં એ માસીને કહ્યું:
કે સોરી માસી.. હવે અવાજ નહિ આવે.
પરંતુ એ આટલી ઘણી ઉંમર વટાવી ગયા હોવા છતાંય આ માફી શબ્દને ધૂળ સમો કરી પોતાની મોટાઈમાં માનવતાનો ગુણ ગુમાવી રહી સંવેદનાને સમજવાને બદલે. તેને અપમાનિત કરી રહ્યા હતા.