Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

BHAVESH BAMBHANIYA

Inspirational


1.7  

BHAVESH BAMBHANIYA

Inspirational


મોડર્ન વહુ

મોડર્ન વહુ

4 mins 624 4 mins 624

જીગર ભાઈ પોતાની દીકરી ક્યારા બહારથી ઉચ્ચ અભ્યાસ કરી ઘણા વર્ષો પછી આવી રહી હતી એટલે સ્ટેશન પર લેવા માટે જય રહ્યા હતા. બીજી બાજુ ઘરે હિના બહેને ક્યારાના બધાજ મિત્રોને બોલાવી આજ ખૂબ લાંબા સમયે પાર્ટીનું આયોજન કર્યું હતું. સ્ટેશન પર જીગર ભાઈ પહોંચ્યા એ પહેલાં ક્યારા ત્યાં આવીને વેઇટ કરી રહી હતી.

પિતા જીગરભાઈને જોઈને ક્યારા તરત ભેટી પડી ઘણા વર્ષો બાદ પોતાના જિગરના ટુકડાને જીગરભાઈ વ્હાલ વરસાવતા તું તો બેટા કેટલી બદલાય ગઈ હેં ? હાહા ને હિહી કરતા ક્યારા સાથે આવેલ તેના મિત્ર રાહુલનો પરિચય ક્યારા જીગર ભાઈને કરાવે છે. નમસ્તે કરી રાહુલ જીગર ભાઈના પગે પડી વડીલનો આદર કરે છે.

તેઓ ઘણીબધી વાતો કરી ક્યારા અને જીગર ભાઈ રાહુલને બીજી ગાડીમાં બેસાડી બાઈ બાઈ તાતાની ઔપચારિકતા પુરી કરી છુટા પડે છે. જીગરભાઈ ક્યારાને લઈને ઘરે આવે છે ત્યાં તેના મિત્રો સહિત મમ્મી હિના બહેન ઘણા સમયે ખુશીઓ વેરતા ક્યારાનું ભવ્ય સ્વાગત કરે છે સાંજે મિત્રો સાથે મહેફિલ જમાવી રાત્રે સૌ ડિનર કરી છુટા પડે છે.

***

સૌ મિત્રો જતા રહે છે અને ક્યારા પોતાના રૂમમાંથી મમ્મી પપ્પાના રૂમમાં આવી અભ્યાસની અઢળક વાતો કરી ક્યારા મમ્મી પપ્પાને કહે છે. કે: પ'પ્પા હમણાં સ્ટેશન પર મારા મિત્ર રાહુલને મળ્યા તમને એનું વ્યક્તિત્વ કેવું લાગ્યું ?'

'સીધો છોકરો છે. અને સન્સકારી છે.' જીગર ભાઈએ કહ્યું:

'પપ્પા મમ્મી એ છોકરો મને ગમે છે. ભલે તેનો પરિવાર મજૂરી કરી સમયે પેટ ભરે છે. પણ એજ ખરી શાંતિ છે. મમ્મી પપ્પા એ પણ મને સાચો પ્રેમ કરે છે. અને હું પણ એના આત્માને દિલથી ચાહું છું. તમે મને પરણાવવા માંગતા હોય તો એ છોકરો મને ગમે છે પપ્પા.' ક્યારાએ પોતાનું મન હળવું કરતા હૃદયની વાત માતા પિતા સમક્ષ રાખી:

'હા હા બેટા તારી પસંદ એ અમારી પસંદ. અમને વિશ્વાસ છે અમારી ડોટર પર કે અમારા સુસંસ્કારોને તું થોડી બેટા બાવળમાં નાખે. અને હવે તો મારી ઢીંગલી મોટી થઈ ગઈ છે.' જીગર ભાઈએ ક્યારાની વાતમાં સાથ પુરાવતા ખુશીના મોજા સહ હસતા હસતા કહ્યું:

'હા બેટા અમે એ વાતથી જ ચિંતિત હતા. પણ સારું આપણે તેને જોઈ કેમ છે કેમ નહિ પછી વાત આગળ વધારીએ.' હિના બહેને પણ પુરી સમજાવટ ભરી વાત કરતા કહ્યું:

ક્યારાનો પરિવાર સમૃદ્ધ હતો. જીગર ભાઈને ટ્રાંસ્ફર માટેની ઘરની કમ્પની હતી. અને હીના બહેન પણ આંગણવાડીમાં નાના બાળકોને ભણાવવા જતા હતા. જીગરભાઈ અને હિનાબહેનને એકાએક ક્યારાજ વારસદાર હતી. ક્યારાને ભણાવી ગણાવીને આગળ વધારી તેની હર ખુશીઓને પહેલેથીજ પુરી કરતા આવ્યા ક્યારાના હર કોઈ સપના પુરા કરી સુસન્સકારોનું જીગરભાઈ તેમજ હીનાબહેને ઝીણવટ ભર્યું ક્યારાના બચપનથીજ ખુબજ ધ્યાન રાખી તેને સારી રીતે સેટલ કરવા ફ્યુચરની લાઈફમાં માંગતા હતા.

તો બીજી તરફ રાહુલના પિતા પનોદભાઈ અને માતા સાંતુંબાઈ વાડીમાં રાત દિવસ મહેનત કરી એકાએક દીકરા રાહુલને ભણાવતા અને રોટલાના ટાઈમે આ ધરતી પુત્ર પર ભગવાન મહેર કરતો. ત્યારે પણ ખુશ મિજાજ જિંદગી બિલકુલ શાંતિની સરિતામાં સુખેથી ગુજારતા હતા.

આજે ઘણા વર્ષો પછી ઉચ્ચ અભ્યાસ કરી દીકરો રાહુલ બહારથી આવ્યો હતો એટલે આજે રાહુલની માતા સાંતુંબાઈએ દીકરા રાહુલને મન ગમતી લાપસી રીંગણાનું ભળતું, બાજરાના રોટલા, છાશ અને ગામડું હોય એટલે ડુંગળી તો હોય જ. સાંજે રાહુલ એટલા લાંબા સમય બાદ માતાના હાથનું ભોજન અને એ પણ માતા પિતા સાથે આજ પેટ ભરીને જમવાની સાથે વાતો પણ કરે છે. વાતમાંથી વાત નીકળે છે ને રાહુલ માતા અને પિતાને તેના અને ક્યારા વચ્ચેના પ્રેમના સબંધ વિશે જણાવે છે.

પરંતુ પનોદભાઈ અને સાંતુંબાઈ થોડા અસમંજસમાં પડી જાય છે અને પનોદ ભાઈ રાહુલને કહે છે.

કે 'દીકરા, ઇવા બધા મોટા લોકુ આપડે થોડા સોડી આપે. ઇ તો હવ મોટા લોકુ હારે ઝ સોડી પણાવે.

બટા ઇ તમારી વાત હામભળીહે ?'

રાહુલ મોંન રહે છે ત્યાં સાંતુંબાઈ કહે છે કે: 'ઈ બધી વાત હવારે કરીહયું અત્યારે હવે હાલો મારો દીકરો ઠેઠ આઘેથી આઇવો સે તો આરમ કરવા દ્યો.

વાત બન્ને બાજુથી ધીમે ધીમે આગળ વધે છે. અને પનોદ ભાઈ અને સાંતુંબાઈ રાહુલનું માગું ક્યારા માટે લઈને જાય છે. જીગરભાઈનો પરિવાર સમૃદ્ધ હતો પણ માનવતાની મીઠાશ વાળું ઘરની સાથે સૌના મન પણ .મોટા હતા. વાતચીત બાદ બે પરિવારો જોડાય છે.

અને જોતજોતામાં રાહુલ અને ક્યારા લગ્ન ગરનથીથી જોડાય છે. હવે રાહુલ તેના બાજુના શહેરમાં એક કંપનીમાંમાં સારી રીતે સર્વિસ કરે છે અને ક્યારા પણ અપડેટ જમાના સાથે તેના ઘરે જ આંગડિયા નાના બાળકોને ભણાવે છે. અને સાથે આટલી ક્યારા હાઇફાઈ હોવા છતાં પણ વાડીમાં કામ કરતી પોતાને એક્ટિવ રાખતી. તો વળી ક્યારેય સાંતુંબાઈ નિશાળમાંજ નહોતા ગયા એ આજે વહુ દ્વારા ઘણું બધું શીખી રહ્યા હતા. એન્ડ્રોઇડ મોબાઈલમાં જોઈ જોઈ વહુ સાથે હવે તો નત નવી વાનગી ઘરમાં રોજ સાંતુંબાઈ બનાવતા રહેતા. એટલું જ નહીં ક્યારા પિતા સમાન સસુર પનોદભાઈને પણ નવું નવું રોજ જણાવી એને પણ દુનિયા સાથે ક્યારા અપડેટ રાખે છે. એટલી જમાના સાથે ક્યારા અપડેટ હતી છતાં માં બાપના સન્સકાર અને આપણને ન દાઠે એવી સંસ્કૃતિને ક્યારેય પોતાના જીવનમાં આવવા નહોતી દીધી.

મિત્રો જમાના સાથે અપડેટ રહેવું પણ જરૂરી છે જ. પરંતુ તેની સાથે આપણા સંસ્કારો અને સંસ્કૃતિને યાદ રાખી આગળ વધવું જોઇએ. બનવું હોય તો આ ક્યારા જેવા બનો. તે જ્યાં જાય ત્યાં આસપાસ નિપુણતા ખીલી ઉઠે. સૌને અણગમો ઉભો થવાને બદલે એ શીખવા કોઈ પ્રેરાય એવું વર્તન આપણે કરવું જોઇયે.

પેલું સુવાક્ય છે ને. કે! આપણે સારા તો સૌ સારા, આપણે ખરાબ તો બધા ખરાબ. એટલે બીજાને સુધારવાને બદલે આપણે જ એને અનુકૂળ થઈ જઈએ તો.


Rate this content
Log in

More gujarati story from BHAVESH BAMBHANIYA

Similar gujarati story from Inspirational