અચાનક એક દિવસ
અચાનક એક દિવસ


રોજ જેમ મનીષ ઓફિસેથી બાઈક લઈ ઘરે જઈ રહ્યો હતો.
એક વચ્ચે ટ્રાફિક સિગ્નલ આવ્યું એટલે મનીષ પોતાનું બાઈક ઉભું રાખી વેઇટ કરવા લાગે છે.
સમયનો કાંટો કટકટ ફરે છે ને વાહનો બધા હળવી ગતિએ રસ્તા પર દોડાદોડ કરતા ચલાવવા લાગે છે. કોઈ મોજમાં કાનમાં ભૂંગળા નાખી ચલાવી રહ્યા હતા. તો વળી કોઈ ઉતાવળે વાહન વેગવન્તુ કરતા પોતાનો માર્ગ કાપી રહ્યા હતા. સૌની આગળ પાછળ મનીષ નું પણ બાઈક સર્કલ ક્રોસ કરી આગળ વધવા લાગે છે.
આગળ વાહનોની થોડી ગિરદી હતી એટલે મનીષ બાઈક ઉભું રાખે છે.
એટલામાં એક વાઇટ કલરની એક્ટિવા વાયરા વેગે આવી મનીષના બાઈક સાથે પાછળથી જોર ભરી ટકરાય છે. ને મનીષ ગાડી સાથે જમીન પર પડી જાય છે.
એટલામાં લોકોનું ત્યાં ટોળું જામી જાય છે.
પરંતુ મનીષને ખૂબ ન ઇજા થવાથી તે ફટાફટ ઉભો થઇ પોતાના કપડાં ખંખેરી બાઈક ઉભું કરી વ્યવસ્થિત એક સાઈડમાં કરે છે.
મનીષે જાજુ નહોતું વાગ્યું એટલે લોકોને કહે છે અને પછી લોકો ત્યાંથી સૌ જતા રહે છે.
પરંતુ પેલી એક્ટિવા અને એના પર સવાર આશરે ચોવીસ વર્ષની યુવતી હજુ ત્યાંજ હતી.તે આ ઘટનાથી વિચારોના આભમાં જ જાણે ખોવાઈ ગઈ હોય એમ ત્યાંજ નિર્જીવ થઈ ઉભી રહી હતી.
મનીષ બાઈક રેડી કરી પોતાના હાથ પર લાગેલ ઘાવ પર રૂમાલ બાંધતો પેલી યુવતીને જોઈ રહ્યો હતો.
ચિગરીઆંખો વાળી, ગુલાબી ઓછા પણ લિપસ્ટિકના ઝાંખા નિશાન વાળા હોઠ, નમણી મધ્યમ કાયા અને ભરાવદાર કામણગાળી કમર. તથા ચહેરો એટલો સુંદર નહિ પરંતુ અણિયાળી એની આંખો એ તેની જિંદગીની ખરી મ
ાસુમયત પ્રદર્શિત કરતી હતી.
તે યુવતી વિચારોના ભુલભુલામણીમાંથી બહાર આવી મનીષ તરફ આવીને પોતાના ડ્રેસની ચૂંદડી ફડફળ ફાડતી મનીષનો હાથ પકડી તેને રૂમાલ બાંધતા રોકતી તે ચૂંદડીના કટકાને વ્યવસ્થિત બાંધે છે. અને મનીષને માફી માંગતી તેને હોસ્પિટલ લઇ જવા માટે કહે છે.
પરંતુ મનીષ બિલકુલ નમરતાથી ના પાડે છે.
તે યુવતીએ મનીષને પોતાનો પરિચય આપતા કહે છે.
કે: મારું નામ આકાંગસા છે.
હું હમણાં અહીં નવી જોબમાં અહીં આવી છું એટલે એટલીબધી હું પરિચિત પણ નથી આ સિટીમાં.
સોરી હોં સોરી.
અરે પણ હું તમારું નામ જ પૂછતાં ભૂલી ગઈ.
શુ નામ છે તમારું?
આકાંગસાએ થોડી રમુજીથી પૂછ્યું.
મનીષ નામ છે મારું. અને અહીં આગળ મારુ ઘર છે.
અને આખો દિવસ તો ઓફિસે હોય.
હું અહી જ રહું છું.
અને કઈ વાંધો નહિ વચ્ચે ડોક્ટરનું એક ક્લિનિક આવે છે. ત્યાં હું બતાવી દઈશ. આવું ક્યારેક ક્યારેક થાય કાઈ ટેનશન તમે ના લેતા ઓકે આકાંગસાજી. અને હા! કાંઈ પણ કામ હોય કે તકલીફ હોય તો એક મિત્ર તરીકે ચોક્કસ યાદ કરજો. મનીષ પોતાની બેગમાંથી કાર્ડ કાઢી આકાંગસાને આપતા કહે છે
કે: લો આ મારું કાર્ડ તમે તારે કાંઈ પણ હોય એક ફોન કરી યાદ આપજો.
હસી મજાક કરતા બન્ને ત્યાં કોફીસોપમાં કોફી પીય તેઓ એકબીજાને ઘરે આવવાનું આમંત્રણ આપી એકબીજાનો મનીષ અને આકાંગસા કોન્ટેક્ટ નમ્બર લઇ ફરી મળવાનું કહી છુટા પડે છે.
આ એક અચાનક આવેલ દિવસ એ મનીષ સાથે આકાંગસાની જિંદગી પણ બદલી નાખે છે.