ધર્મ અધર્મ વચ્ચે પીંખાતી માનવતા
ધર્મ અધર્મ વચ્ચે પીંખાતી માનવતા
ધર્મ અધર્મ વચ્ચે પીખાતી માનવતા:
લેખક, ભાવેશ બામ્ભનિયા..
"સ્વાર્થના ગણિતમાં હું શાને ગણું
ઉર મહી સત્યની વાત,
દર્પણ સમીપે જૂઠો બોલું
બાકી તો સ્વાર્થનો સરદાર.
જબરું છે ને જુઓ ! આંગળી બારણાંમાં આવી જાય ત્યારે માણસ મોટા અવાજે બરાડી ઉઠે છે, અને આનંદની સુંવાળી ભૌતિકતામાં વગર પાંખે પણ ઊંચે ઉડતા હોય ત્યારે અન્ય તો જાણે કીડી મંકોડા બની જાય છે.
પણ શું થાય ! આ માનવ પ્રકૃતિ જ એવી છે.
અમે નાના હતા ત્યારે અમારા શિક્ષક ભણાવતી વખત એવું કહેતા ! કે ઢોરને એક સોટી મારીએ, એટલે ફટાફટ ચાલવા લાગે. બીજો ટકોર કરવો પણ ના પડે.
પણ માણસનું એથી સાવ ઊલટું છે.
ડગલે ને પગલે ટોકીએ, ત્યારે જ સમજે.
અને મોટા થતા ધીમે ધીમે એ અનુભવવા પણ લાગ્યા. ક્યાંક ખુદમાં, તો ક્યારેક અન્યમાં.
પણ માનવ જાત જ એવી છે. મગજને તેજસ્વી બતાવતો ક્યારેક અલૌકિક તત્વો સમક્ષ બોખલાવા લાગે છે. તો ક્યારેક વળી સિંધરી જેવો માનવ ખુદ તરફ વિનિપાત નિમંત્રીત કરે છે.
કોઈ વાર સ્વયંના અંતરને સળગાવે છે, તો ક્યારેક અન્યના અંતરને સળગાવી મૂકે છે.
પણ ક્ષણિકના મોહમાં અકડાએલો માણસ ખરી માનવતા પોતાની જિંદગીમાં કેવળ બે જ વાર યાદ કરે છે.
એક ! જ્યારે જન્મે છે, ત્યારે ઈશ્વરથી વિખુટા પડતા. અને બીજું ! મૃત્યુ સમીપ આવતા, જ્યારે જીવનનો ખરો મર્મ સમજાય છે ત્યારે.
પરંતુ સુખે શેઠ, અને દુઃખે દીન થવાના ચક્રમાં કેટલો તફાવત જોવા મળે છે.
જ્યારે હું પૈસે ટકે સમૃદ્ધ હોઉં, મારી પાસે શ્રેષ્ઠ હોદ્દો હોય, બંગલા ગાડીઓની નયન રમ્ય હરોળ હોય અને નોકર ચાકરની સેવાઓથી પગ પણ ધોવાતા હોય વગેરે સુખ સહાયદીની ભોગમાં હું એવા માનવોને વિસરી જાઉં છું, કે જેની પાસે નાનકડી રહેવા માટે ઝુંપડી તો ઠીક ! પરંતુ પોતાના પેટની અગ્નિ ઠારવા અન્ય બે અનાજના દાણા પણ નથી હોતા.
પછી ભલે કોઈ આવા મહાનુભાવોના વિશાળ સધનમાં અમૂલ્ય અન દેવનો ખુલ્લો વેડફાટ થતો હોય.
પણ બીજી જ ક્ષણે હું એવી પરિસ્થિતિમા
ં પટકાવ, તો હર જિંદગીની સારી નરસી ક્ષણો દ્રશ્યમાન થવા લાગે છે.
પરંતુ કોઈ શ્રેષ્ઠ પદવી પર વિરાજતા બધું જ આવું દુઃખ બાષ્પીભવન ક્ષણમાં થતા હવામાં ઉડવા લાગે છે.
એક બેન એક સારા સરકારી ઓફિસર બનતા એક દિવસ તેનો બાળપણનો મિત્ર તેને મળવા આવ્યો.
તેમણે બહાર ઊભાં રહી ત્યાંના પીયૂન સાથે અંદર કહેણ કેવડાવ્યું: કે તમારો બાળપણનો મિત્ર તમને મળવા માટે આવ્યો છે.
પિયુને એ સંદેશ અંદર પહોંચાડતા નકાર સાથે, તેઓ આજે ફ્રી નથી એવા બાહના સાથે બહાર આવી કહેવા લાગ્યો.
અને એ જ ક્ષણે કોઈ સૂટ બુટમાં ટાઈટ માણસ આવતા મિલી સેકન્ડમાં એન્ટ્રી મળી ગઈ.
આવી 95 ટકા આજની હકીકતો સાથે શાણા માણસો સૌને ધર્મ અધર્મનો સાર સમજાવવા નીકળી પડે છે.
સંવેદનાની વ્યાખ્યા સમજાવનાર કાળા માથાના માનવીને ખરેખર ખુદને તપાસવાનો સુમો હોય છે ખરો !
કોઈને સૂચન આપીએ એ તો ઠીક છે. અને સરાહનીય છે. પરંતુ કોઈના પ્રત્યે થોડામાં ખૂબ વધારે પૂર્વગ્રહ બાંધી લેવો એ તો બિલકુલ પાયા વિહોણો મુદ્દો કહેવાય !.
પણ આજના સમયે આ તમામ મુદ્દાઓ અન્ય માટે ઉપયોગમાં લીધા બાદ પડીકું વાળી મુકવા માટે જ વપરાય છે.
કેટલાક લોકો ભગવત ગીતા વાંચીને પાંચ દિવસ તો એવા બણગાં ફેંકતા હોય છે, કે જાણે કૃષ્ણ તો ખુદ આવીને તે મિત્રોના હ્ર્દયમાં બેસી ગયા હોય.
પરંતુ માણસ જાતનો રોગ ફરી પેસતા પેલી વાંચીને હ્ર્દયમાં ઉતારેલી ગીતા, અને વાણીમાં વર્તાતા કૃષ્ણ ક્ષણ ભરમાં હવામાં વિલીન થઈ જાય છે.
"અતિફ યાદ કરી હું અઘરી ચાલ ચાલ્યો,
ક્ષણે યુગ બદલતા જોને મુજમાં જ શર્માયો."
જેઓ ધર્મ અધર્મ સાથે માનવતાને પારખી ગયા છે, સમજો એ સંવેદનાને ખરે અર્થે પામી ગયા છે.
અને જેઓ અધુરપમાં હજુ પણ મારી જેમ ફાંફા મારે છે.
આપણે દોસ્તો આપણી દ્રષ્ટિથી જોવા કરતા બીજાની દ્રષ્ટિ દ્વારા જોવાનું રાખવું પડશે.
અને તેની સાથે ખુદને નિચોડવાની સામર્થ્યતા આપણામાં હશે ! તો જ ખુદને માણસ તરીકે ઓળખાવી શકીશું.
ધન્યવાદ.
જીવનની દિશા લેખ માળામાંથી