સંવેદનાના સુકામો:
સંવેદનાના સુકામો:


સિતારો થઈ મારે આભે ઉડવું નથી,
બેબાકડું થઈ સ્વાર્થમાં હવે સનતાવવું નથી;
જીવી તો કૈંક અલગ એવી જિંદગી જીવવું છે,
કે લોકચાહના કાજે હિસાબમાં ફરી જોવું જ નથી.
મારા જીવનમાં કેટકેટલાય આબેહૂ પ્રેરણાના ઝરણાં રૂપી વિશેષ વ્યક્તિત્વો આજ સુધી આવ્યા ને જિંદગીની કૌશલ્યો રૂપી કુશળતાઓ તથા શ્રેષ્ઠતાના અવકાશમાં વધુ ઉંચે ઉડવાની પ્રેરણા અર્પી માનવતાના અગણ્ય મૂલ્યો શીખવ્યા છે.આવા તમામ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ વડીલોના ચરણોમાં શત શત વંદન.
નામાવલીનું સરવૈયું તો ઘણું લાંબુ છે પરંતુ દિલના અલ્પ અલ્પ અંતરે તેઓ પોતાની એક અલૌકિક છબી કોતરી મને તેમજ મારી સાથે કેટલાય યુવા યુવતીઓને જીવન જીવવાની અને અન્યનો આદર સાચવવાની શ્રેષ્ઠ પ્રેરણા આપી માનવ જીવનના સારા નરસા પાસાઓથી વાકેફ કરી જ્ઞાનના અમૂલ્ય પુષ્પો પાથરી ગયા. જિંદગી કાઢવાને બદલે જિંદગી ગાળવાનું શીખવી ગયા છે. ઘણા બધા આવા માનવ હ્ર્દયો થઈ ગયા કે જેના વિશે એક એક વ્યક્તિત્વને વર્ણવવા વિશાળ પુસ્તકો પણ મારી દ્રષ્ટિએ ઓછા પડે.
આજે ઓક્સિજન પાણી ને અન્ન પણ વેચાતું લેવા જવું પડે છે. ત્યારે આપણને સૌને ખ્યાલ છે કે આજે માનવી ટેકનોલોજી માં તો ગળાડુબ એટલો ગરકાવ થઈ ગયો છે. કે જેને ખુદનું પણ ભાન આજે રહેતું નથી ત્યારે માનસિક રીતે મરી ગયેલ આધુનિક માનવીએ તો સંવેદનાને તો પડીકું વાળી માળિયામાં પેક કરીને મૂકી દીધી હોય એમ લાગે છે. આવા ઘાતક સમયમાં કોઈ કોઈનું નથી એવામાં કેટલાક એવા વિરલ વ્યક્તિઓ થઈ ગયા કે જેના કાર્યોને જોઈને કેકેટલાક વિશે સાંભળીને ખુદને ખીલવતો હ્ર્દયમાંથી બદલાતું સમયનું સૂચક યંત્ર પોતાને ફેરવતું યાદોને વિચારોમાં રૂપાંતર કરી આ લૌકિક જગત તરફ પાંખો ફફડાવતું વારંવાર વિચારોના મહાસાગરમાં સંવેદનાના મોજા મારફતે ઉપર આવે છે.
ત્યારે એક વિકલાંગ. (દિવ્યાંગ) વ્યક્તિને સામાન્ય સમાજમાં પ્રસ્થાપિત થવા અને વર્તનને સારું બનાવવા મુખ્યત્વે હોય છે માતા/પિતા, કુટુંબ.
જો કે એમાં પણ કેટલાક અપવાદ રૂપ હોય છે. કારણ કે એમાં પાયા વિહોણી અને નકારાત્મક માનસિકતા પણ મારી દ્રષ્ટિએ મુખ્ય જવાબદાર હોય છે. પરંતુ વધુ તો બાળકને સમાજ સુધી આંગળીએ દોરીને લાવનાર માતા/પિતા જ મુખ્ય હોય છે. સામાન્ય બાળક જેમ વિકલાંગતા ધરાવતા પુરી મજબૂતાયથી એક સામાન્ય વ્યક્તિ સમાન બનાવે છે. એવી જ રીતે કેટલાક ગુરુજનો પણ માતાની મમતા અને પિતાના પ્રેમને વધુ સજ્જડ બનાવી આવા વિશિષ્ટ બાળકોને વિવિધ તાલીમ સહિત સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શાળામાં કરીને એક સામાન્ય વ્યક્તિ જેમ હર ક્ષેત્રમાં જુદી જુદી ભૂમિકા ભજવી પોતાની કેટલીક મર્યાદાઓને પણ વશ કરી આજે નોર્મલ વિદ્યાર્થીઓ જેમ તૈયાર કરે છે.
ડેપ એન્ડ ડફ, અપંગતાની હાથ પગ જેવી ક્ષતિ ધરાવતા, અંકુર મન્ડ બુદ્ધિ પ્રજ્ઞાચક્ષુ વગેરે ઉપરાંત આવી એક કરતાં વધુ વિકલાંગતા ધરાવતા લોકો ભૂતકાળથી લઈને આજ દિન સુધી સફળતાનાં શિખરો ચડતા દિવસેને દિવસે હરણફાળ પંથ કાપતો આજનો દિવ્યાંગ વ્યક્તિ પ્રગતિ કરી રહ્યો છે. જેમાં એક સામાન્ય મળતા વિવિધ એવોડ્સ, ટ્રોફીઓ તેમજ શ્રેષ્ઠતાને ઓર મજબૂત બનાવતો આજે આ વિશિષ્ટ દિવ્યાંગ સમાજ કેટલાક નોર્મલ તથા નિર્મલ સામાન્ય વ્યક્તિના સહારે બદલાતું જતું જગત સાથે વિકસતી ટેકનોલોજીમાં આવી હર વિશિષ્ટ વ્યક્તિઓ સૌ પોતપોતાની રિતભાતથી અપડેટ થઈ રહ્યા. છે.
જેમાં ગત વર્ષે સુરેન્દ્રનગરના મુક્તાબેન ડગલી કે જેઓ સંપૂર્ણ અંધ હોવા છતાંય તેવી દ્રષ્ટિહીન દીકરીઓને તેઓ વિવિધ સામાન્ય બાળકીઓ માફક તાલીમો આપી તેના યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવી જીવન સામાન્ય વ્યક્તિઓ જેમ જીવી શકે તેવું સુંદર અનેક દિવ્યાંગોને પોતાના પગભર પણ કર્યા છે. અને તે માટે આદરણીય શ્રીમતી મુક્તાબેન ડગલીને ભારત સરકાર દ્વારા સામાજિક આવા નેક કામો માટે સમાજ સેવા માટે પદ્મ શ્રી એવોર્ડ એનાયત થયો હતો. આવા બાળકો માટે ચાલતી કેટલીક સંસ્માંથાઓ બાળકોનું સામાન્ય સમાજમાં પ્રસ્થાપન અને પુનરઉત્થાન માટે દિવ્યાંગ બાળકો તેમજ પ્રગતિના માર્ગે દોડતી કેટલીક વ્યક્તિઓ માટે ચિંતિત રહી આવી સનસ્થાઓ કેટલાક જુદા જુદા વ્યક્તિઓની મદદ દ્વારા પણ સમયાંતરે વિદ્યાર્થીઓ દ્વારા પ્રગતિના શિખરો સર કરતા હોય છે.
જેમાં કોઈ સમયનું બલિદાન આપી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને વાંચી આપવા આવે તો કોઈ વળી રજામાં મળતો ફ્રી સમયમાં દિવ્યાંગ બાળકો પાસે આવી જ્ઞાનનું આદાન પ્રદાન કરી મદદ રૂપ બનતા હોય છે તો વળી કોઈ જમાડવા તેમજ ક્યારેક નાસ્તો આવી સનસ્થાઓમાં આવા દિવ્યાંગ બાળકોનું પેટ પણ ભરતા હોય છે.
હું કોઈ પ્રત્યે અહીં ભેદભાવ નથી કરતો પણ આજે જ્યારે આવો એક તરફ સંવેદનશીલ સમાજનો વર્ગ ઉભો છે ત્યારે દિવ્યાંગોના નામે છેતરપિંડી અને ખાસ તો જાહેર પરીક્ષાઓમાં આજે રૂપિયા ખવાય ને પાસ થવાય જેવા નિમ્ન વિચારોને લીધે કેટકેટલીય ચિટિંગો કરી પાસ થઈ જતા હોય છે.
પણ કોઈ દિવ્યાંગ હોય કે નોર્મલ પણ ખોટાને ખુરસી મોય ઉઠાવીને બાકાત કરી નાખવા જોઈએ.
¶હું પોતે ભાવનગરની મહારાજા શ્રી કૃષ્ણ કુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળામાં 7/8 વર્ષો સુધી ભણ્યો એ સમયથી આજ સુધી કેટલાક રીડરો, ગૃપો તેમજ કેટલાક દાતાઓ પણ શાળા સાથે જોડાય રહીને શાળાના કાર્યક્રમોમાં સૌ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને બાળકો વચ્ચે વધુ સમય ગાળવાનું વધુ પસંદ મિત્રો આજે પણ કરે છે. દરરોજ સવારે ઠન્ડી હોય કે વીજળીના ગડગડાટ સાથે વરસાદ હોય પણ ધો.10 અને ધો.12નું રીડિંગ લોપા બહેન રેગ્યુલર ભણાવવા આવે જ.
કદાચ કૈક બેનને કામ હોય તો એ પણ બન્ને કલાસોનું રીડિંગ પૂરું કરીને 11 વાગ્યા પછી જ પતાવે.
આ ઉપરાંત ધો.10માં સ્ટડી કરતા કેટલાક મોટા ભાઈઓ વહેલી સવારે સમય કાઢી અમને વાંચી સંભળાવી સાથે સમજાવતા પણ હતાં. જેમાં તેજસ ભાઈ, દેવુ ભાઈ, રાજેશ ભાઈ તેમજ મીલન ભાઈ ઉપરાંત અન્ય અભ્યાસ માટે હિના બહેન, ભાવના બહેન વગેરે રિડરો પોતાનો અમુલ્ય સમય તેઓ મોજશોખ માંથી કાઢી આપીઆવા દીવ્યાન્ગ વીદ્યાર્થીઓને વાંચી આપવા માટે તેઓ વિના મૂલ્યે પોતાનું વાહન લૈ સ્વજન માફક આવા બાળકોની સાર સંભાળ પણ રાખતા હતા.
આ ઉપરાંત semseng જેવા ગૃપો શાળામાં વિદ્યાર્થીઓ સાથે રજાઓમાં રમત/ગમત રમી હર દિવ્યાંગ વિદ્યાર્થીછોકરા/છોકરીઓના મો પર તેઓ સ્વજનીય સ્માઈલો લાવી દેય. હું અહીંયા કોઈ સંસ્થા કે તેના કાર્યકર્તાઓ કે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા માત્ર સારા પાસાઓ જ વર્ણવતો નથી પરંતુ આવી વિશિષ્ટ સનસ્થાઓ સાથે જોડાયેલા સંવેદનશીલ ઘણા વ્યક્તિઓ પાસે પણ સાંભળ્યું છે. અને બાળપણમાં જ્યારથી ભાવેડા જેવી સન્સકારી આવી પ્રજ્ઞાચક્ષુ માટેની વિશિષ્ટ શાળામાં અભ્યાસ મેં કર્યો ત્યાંની પ્રવૃત્તિઓમાં એકાગ્ર બન્યો અને સમયાંતરે મોટો થતા જ્યારે મેં એ શાળાને છોડી આગળના અભ્યાસ માટે રાજકોટ આવ્યો ત્યારે ક્યાંક એકાંતમાં એ સનસ્થાનો હું ઘણો રૂની છું એવું મને આજના સમયમાં પણ અંદરથી એક અલગ અવાજ આવે છે.
મેં તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આઈટીઆઈ કોપા તેમજ ટેક્નિકલનો અભ્યાસ ત્યાં કર્યો. પણ વિચારો મિત્રો જે વિદ્યાર્થીઓએ બાળ મનદીરથી સમગ્ર અભ્યાસ ત્યાં કર્યો હશે એઓની હાલત દીક્ષા મેળવીને ત્યાંથી જતી વખતે કેવું ફિલ થતું હશે ? બિલકુલ વિચારવા જ જેવું છેને મિત્રો'
આવું જ વાતાવરણ આવી અન્ય કેટલીક સનસ્થાઓમાં પણ ક્યાંકને ક્યાંક જોવા મળતું જ હોય છે.
આવી વિશિષ્ટ સનસ્થાઓ અમદાવાદ, ભાવનગર અંબરેલી રાજકોટ સુરેન્દ્રનગર, કચ્છ, જૂનાગઢ, સુરત, વલસાડ ઉપરાંત અન્ય પણ નાની મોટી સનસ્થાઓ કાર્યરત રહીને સમાજને કેટલાય આવા વિશિષ્ટ માનવ સિતારાઓ આપ્યા છે. તદુપરાંત આજ સુધીમાં નોર્મલ વિદ્યાર્થીઓ સાથે સામાન્ય કોલેજમાં અભ્યાસ કરતા ઘણા માનવોત્તમ મળ્યા છે. જેમાં કેટલીક સામાન્ય શાળાના અધ્યાપકો જેમાં ખાસ તો અહીં રાજકોટમાં આવેલી શેઠ હાઈસ્કૂલના આચાર્ય શ્રી પંડ્યા સાહેબ આવા નેક કામ માટે પોતાની શાળા માંથી કોલેજમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે લહયા તરીકે ત્યાંના બાળકોને મોકલી નાનપણથી જ સંવેદનાના પાઠ શીખવે છે.
આ ઉપરાંત અમદાવાદમાં આવેલી અંધજન મંડળ સંસ્થા સાથે ખૂબ લાંબા સમયથી રીડર તરીકે સેવા આપતા ભરતભાઈ લિયા સાહેબના માધ્યમથી માનવોમાં સિતારા રૂપે જોડાયેલા ફાલ્ગુનીબેન અમને રીડીંગ સહિત રાઈટરો અને દૂર હોવા છતાં રાજકોટમાં અભ્યાસ કરતા તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સમયે બેન કાંઈ પણ કામ હોય ત્યારે પોતે આવીને થઈ શકે એટલા મદદરૂપ થઇ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતાને શિખરે આંગળી જાલીને ટોચે પહોંચાડે છે.
આવા તો સમાજમાં અઢળક માનવોત્તમ સિતારા આજ પણ નેકને નહાલે પોતે અવિરત ધારે શુભ કાર્યો કરી રહ્યા છે. કે તેઓની સેવા જ મુખ્ય ઓળખ બની જાય છે. આવા ઐશ્વરીય ગુણો ધરાવતા માનવ હૃદયને મારા શત શત વંદન. અને પ્રણામ.
"જીવનની દિશા આર્ટિકલ માંથી".