Mrugtrushna Tarang

Abstract Drama Thriller

4  

Mrugtrushna Tarang

Abstract Drama Thriller

ન્યાયમૂર્તિ વિક્રમાદિત્ય

ન્યાયમૂર્તિ વિક્રમાદિત્ય

3 mins
208


 "રાજરાજેશ્વર વિક્રમાદિત્ય ! આજે મને પુષ્પકની મુસાફરી કરવાનું મન થયું છે."

     "પણ, સરકાર, હું હજુ એટલો સજ્જ નથી થયો કે મારી પાસે એટલું ધન નથી કે હું એક પુષ્પક ખરીદી શકું અને તમને યાત્રા કરાવી શકું."

     વિક્રમાદિત્યનાં મુખે વિનંતી ભર્યા સ્વર સાંભળી વેતાળને આશ્ચર્ય તો ઘણું થયું પણ એની મશ્કરી કરવાનો એક પણ મોકો ન ગુમાવનાર વેતાળ મજાક ઉડાવવા તત્પર થઈ ઉઠ્યો.

     "અરેરે રે ! ભારતવર્ષનો મહાન રાજા અને એની પાસે પુષ્પક વિમાન ખરીદવાનાં ય નાણાં નથી. આ તો બહુ જ ખરાબ બાબત કહેવાય હોં કે !"

     વિક્રમાદિત્યને શાંત જોઈ વેતાળને ઓર શૂરાતન ચઢ્યું.

     "સુજય માલ્યાથી ઉધાર માંગ, નહીંતર, સુકેશ અંબાણીથી માંગ... પણ, મારે પુષ્પકમાં સેર કરવી છે એટલે બસ કરવી જ છે."

     વિક્રમાદિત્યએ એકાદ બે ફોન જોડ્યા અને તડજોડ પણ કરી, લાગવગ લગાવી કે પછી કોઈને દબાવ્યા... 

     એ જે હોય તે, પણ, વેતાળની ઈચ્છા જરૂરથી પૂરી કરી.

     અને, સ્પેશ્યલ પ્લેન નક્કી કરી પુષ્પકની સવારી વેતાળને કરાવે જ છૂટકો કર્યો.

     પાયલટ અને વિક્રમાદિત્યની કાંધે લટકેલો વેતાળ એ બંને વચ્ચે ફાઈબરની દિવાલ રાખવામાં આવી.

     જેથી કરીને પાયલટને વેતાળની વાતો ન સંભળાય તથા એનાં કારસ્તાન નજરે ન દેખાય.

     પુષ્પક વિમાનમાં સેર કરતી વખતે આસમાનમાંથી નીચે નજર કરતાં મહારાજા વિક્રમ કંઈ નું કંઈ કરવા લાગ્યાં.

     ક્યારેક હાથ પછાડતા, તો ક્યારેક દાંત ભીંસતાં, ક્યારેક તો ચોધાર આંસુડે રડતાં અને ક્યારેક તો રાતી પીળી આંખો કરી કોઈને ડરાવવાની ફિરાકમાં રહેતાં.

     જાણે, જે તે વ્યક્તિ સામે આવી ગઈ તો એને ઊભેઊભો સળગાવી મારે ! !

     "વિક્રમ ! શું થયું? ક્યારનો જોઈ રહ્યો છું કે તું કૈં નું કંઈ કરવા ઉતાવળો થઈ રહ્યો છે ને ચાહે છે કે તું હમણાં જ અહીંથી બહાર નીકળે અને કોઈકનું કાસળ કાઢી નાંખે ! !

     પણ, થયું છે શું એવું કે ધૈર્યવાન એવો તું આટલો બેબાકળો બની હચમચી રહ્યો છે તે ! !"

     ધૂંવાપૂંવા થયેલો રાજા વિક્રમાદિત્ય વેતાળને કશું જ કહેવાની હાલતમાં નહોતો. એને તો બસ આ પુષ્પક વિમાનમાંથી બહાર નીકળી સામે આવે એને કત્લેઆમ કરવું હતું. સજા ફટકારવી હતી. અને એ પણ એવી સજા કે એકને મળેલી સજા જોઈ સમગ્ર વિશ્વ એનાંથી સબક શીખે અને ગુનો કરતાં કરોડ શું અબજો વાર વિચાર કરે.

     વેતાળનાં થકી પૂછાયેલાં દરેકેદરેક પ્રશ્નનો જવાબ આપવા બંધાયેલો રાજા વિક્રમાદિત્ય અત્યારે અબઘડિયે શું કહેવું ને શું નહીં એ માટે અસમંજસમાં મુકાઈ ગયો.

     વેતાળ તરફથી ફરી પ્રશ્નોની ઝડી શરૂ થઈ ગઈ.

     હવે, વિક્રમાદિત્ય રાજાથી ચૂપ ન રહેવાયું અને પાયલટને આદેશ આપ્યો -

     "તાબડતોબ વિમાન નીચે ઉતારો. અને, એક લેટેસ્ટ ટેકનોલોજીવાળી રેસિંગ કારની વ્યવસ્થા કરી આપો. પ્લીઝ."

     વેતાળ પણ ધીરજ ધરી બેઠો રહ્યો. પણ, મામલો ખૂબ જ પેચીદો અને ખતરનાક છે એટલું સમજતાં એને વાર ન લાગી.

     રન વે મળતાં પાયલટે પુષ્પક વિમાન નીચે લેન્ડ કર્યું.

     ગુગલમાં નેવિગેશન સ્ટાર્ટ કરી રાજા વિક્રમાદિત્ય એ વેતાળને પોતાની પીઠ પર જ સ્થાન આપી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ જ, લડવૈયા બનીને દુશ્મન સામેની લડવાની બધી તૈયારીઓ કરી રાખી.

     મુંબઈ પૂના રોડ પર કેટલાંક નરાધમો એક કુમળી કળીને નંદવા જઈ રહ્યા હતા ત્યારે ઘટના સ્થળે પહોંચી વિક્રમાદિત્ય એ એ સહુને ઢોર માર માર્યો અને એટલા અધમુઆ કરી નાખ્યા કે અપમૃત્યુથી બચવા ખુદબખુદ પોલીસને શરણે થયાં અને પોતાનો ગુનો કબૂલી એ પહેલાં પણ કરેલાં અપકૃત્યોની માફી માંગી સજા ભોગવવા તૈયાર થઈ ગયાં.

     વિક્રમાદિત્ય એ કથની મુજબની કરણી પણ કરી દાખવી.

     સેશન્સ કોર્ટમાં ય ખરું ને હાઈ કોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં ય એક જ ઠરાવ પસાર કર્યો -

     "IPC 302 તહત, રેપીસ્ટને તુર્ત જ ફાંસી અને એ પણ સરેઆમ. અને એ પણ તત્કાળ.

     તથા વિકટીમને પૂરેપૂરી સહુલત. 

     તેમજ, એસિડ અટેકર્સને વળતો ઘા એસિડનો. જેવું કરો તેવું પામો.

     વેતાળ વિક્રમાદિત્યનાં શાંતિપ્રિય સ્વભાવથી વાકેફ હતો એટલો જ વિપરીત ભાવ આજે જોઈ અચંબિત થઈ ઊઠ્યો.

     પણ, એને પોતાને પણ એનો ન્યાયપ્રિય વ્યવહાર બહુ જ ગમ્યો અને એણે વિક્રમાદિત્યને આઝાદ કરવાનો પોતાનો નિર્ણય પણ જણાવી મુક્તિ આપી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract