kiranben sharma

Romance Tragedy Inspirational

4.7  

kiranben sharma

Romance Tragedy Inspirational

નંદવાયેલાં સપનાં

નંદવાયેલાં સપનાં

2 mins
435


    ઉંમરના એક એવા ઠરેલ મોડ પર ગીત આવીને ઊભી હતી. સામાજિક સંસારિક જવાબદારીમાંથી મુક્તિ મળી ગઈ હતી. જીવન એવા મોડ પર હતું કે રોગથી ભરેલું શરીર ક્યારે સાથ છોડી દે, કહેવાય નહીં. અત્યાર સુધી જાતને વિવિધ પાત્રો જેમ કે દીકરી, બહેન, પત્ની, માતા, વહુ, ભાભી વગેરે રૂપમાં ઢાળી ચૂકી હતી, ત્યાં અચાનક યાદ આવ્યું કે પ્રિયતમાનું પાત્ર ? અને મન ભૂતકાળમાં સરી પડ્યું.

       કોલેજનાં એ દિવસો મનન અને ગીતની જોડી આખી કોલેજમાં પ્રખ્યાત, બંને દરરોજ કોલેજની પાછળવાળા બગીચામાં એકબીજાના હાથમાં હાથ પરોવીને, તો એકબીજાનાં ખોળામાં માથું મૂકીને સૂતાં હોય, ભવિષ્યને અગણિત સપનાને વચન વાયદાથી નવા રંગરૂપમાં સજાવતાં હતાં. ગીત મનનનાં ખભે માથું ઢાળી બેઠી હોય ત્યારે આખી દુનિયાને ભૂલી જતી, એનાં ચહેરા પર એક અનોખું પ્રેમનું રૂપ જોવા મળતું. મનન પણ એટલી જ ઉત્કંઠાથી ગીતને પ્રેમ કરતો હતો. તે ગીતને એકીટશે નિહાળતો રહેતો, જાણે ગીતને પોતાની આંખોમાં સમાવી લેવાં માંગતો હોય, બંને માટે કૉલેજનાં રંગીન દિવસો, ખીલતું યૌવનને સુમધુર શમણાંઓની એક અલગ દુનિયા હતી, પણ કુદરત ક્યાં કોઈ દિવસ સાચા પ્રેમ કરવાવાળાને એક થવા દે છે. ગીતને મનનની પ્રેમ કહાની પણ અહીં જ અધૂરી રહી ગઈ.

         બંનેનાં સપનાઓ નંદવાઈ ગયાં. બંનેએ નંદવાયેલાં સપનાંનું એક પોટલું બાંધી તેને મનનાં ઊંડા ખૂણામાં દાબી દીધું. બંનેનાં રસ્તાં અલગ થઈ ગયાં, બંનેએ પોતપોતાની અલગ દુનિયા વસાવી, ત્યાં યાદોમાં નિયમિત મુલાકાત કરી લેતાં, આંખોમાંથી લાખ પ્રયત્ન કરવાં છતાં એ રંગીન પળ કયારેય ભૂલાતાં ન હતાં, કે આંસુઓ સાથે ધોવાતાં પણ ન હતાં. ગીતને આજે પણ એનું પ્રિયતમાનું પાત્ર બરાબર ભજવી ન શકી તેનું દુઃખ હતું. અને તે ફરી નંદવાયેલાં સપનાનું પોટલું વાળી મનનાં કોઈ ખૂણામાં તેને દાબી રહી હતી.

જિંદગી ભલે ગમે તેટલાં રૂપ બદલે પણ પહેલો પ્રેમ કયારેય ભૂલાતો નથી. નંદવાયેલાં સપનાનો ભાર એક દિવસ વધી જતાં અલગ અલગ જગ્યાએ બંનેને સાથે હૃદયરોગનો હુમલો થયો ને બે ઝગમગતાં તારાં બની ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance