નિઃવસ્ત્ર
નિઃવસ્ત્ર


નથી કરતી પ્રેમ તને. છતાં કેમ આ દિલ વારંવાર મારી નજર તને બીજા જોડે દેખીને દુભાય છે. તારી ખુશીમાં હું ખુશ તો છું જ. ઈશ્વરને બસ એક જ પ્રાર્થના કરું છું કે, તને હંમેશા ખુશ રાખે. પણ, તને બીજા જોડે દેખીને મારી આત્મા ક્ષણ ક્ષણ મરે છે. પછી ભલેને રૂહ એમના એમ હોય.
મારૂ વારંવાર બસ એક જ વાતનું રટણ કરવું કે, નથી કરતી પ્રેમ તને. શું એ જ મારા પ્રેમનું સૌથી મોટુ પ્રતીક છે ? તને મારામાં શું ના ગમ્યું ? એકવાર તો કેહવું હતું. હું તો તારા માટે મારૂ અસ્તિત્વ જ બદલવા તૈયાર હતી. જયારે પણ એકમાત્ર વિચાર આવે છે કે, તું એની સાથે જ હશે અત્યારે. બસ એ વિચારથી પણ દિલ ધ્રુજી ઉઠે છે. શરીરમાં કંપારી આવી જાય છે રોમ રોમ વ્યાકુળ થઇ જાય છે. અને બસ એક નજર દેખવાની ઈચ્છા થાય છે.
પણ, એ ક્ષણેજ મારી આંખોના સામે તું અને તારી બેસ્ટ ફ્રેન્ડ આપણા શયનખંડમાં બન્નેને નિઃવસ્ત્ર દેખેલા પળને નજર સમક્ષ આવે છે. અને હું મારા મનને મારીને મારી જાતને રોકી દઉં છું.